Home » Self Help » ગુરુ શુક્રાચાર્યની નીતિઓ અનુસરી મેળવો ધારેલી સફળતા | Follows Inspirational Shukra Niti for Successful life

દૈત્યગુરુ શુક્રાચાર્યની 7 ટિપ્સ, જે જીવનના દરેક ક્ષણે આપાવશે ધારી સફળતા

Divyabhaskar.com | Updated - May 18, 2018, 03:46 PM

દૈત્યગુરુ ખૂબ જ ચતુર અને ગુણી હતા. તેમને લોકો માટે વ્યાવહારિક નીતિઓ બતાવી હતી

 • ગુરુ શુક્રાચાર્યની નીતિઓ અનુસરી મેળવો ધારેલી સફળતા | Follows Inspirational Shukra Niti for Successful life
  +7બીજી સ્લાઈડ્સ જુઓ

  ધર્મ ડેસ્ક, અમદાવાદઃ શુક્રાચાર્ય ભગવાન બ્રહ્માના વંશજ હતા, તેઓ ખૂબ જ જ્ઞાની હોવાની સાથે-સાથે એક ચતુર નીતિકાર પણ હતા. શુક્રનીતિમાં અનેક એવી વાતો કહેવામાં આવી છે, જે દરેક વ્યક્તિ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

  જાણો શુક્રાચાર્યની એવી જ 7 ખાસ નીતિઓ વિશે આગળની સ્લાઈડ્સમાં વિસ્તૃત રીતે...

 • ગુરુ શુક્રાચાર્યની નીતિઓ અનુસરી મેળવો ધારેલી સફળતા | Follows Inspirational Shukra Niti for Successful life
  +6બીજી સ્લાઈડ્સ જુઓ

  1.નીતિ

   

  दीर्घदर्शी सदा च स्यात्, चिरकारी भवेन्न हि।

   

  આવતીકાલ વિશે વિચારો પરંતુ આવતીકાલ ઉપર છોડશો નહીં.
   
  અર્થાત્- મનુષ્યએ પોતાનું દરેક કામ આજની સાથે જ આવતીકાલને ધ્યાનમાં રાખીને પણ કરવું જોઈએ, પરંતુ આજના કામને આવતીકાલ ઉપર ટાળવું ન જોઈએ. દરેક કામને વર્તમાનની સાથે-સાથે ભવિષ્યની દ્રષ્ટિથી પણ વિચાર કરીને કરો, પરંતુ કોઈ કામને આળસને કારણે આવતીકાલ ઉપર ન ટાળો. દૂરદર્શી બનો પરંતુ દીર્ધસૂત્રી(આળસી, કામ ટાળનાર) નહીં.
   
  આગળની સ્લાઈડ્સમાં જાણો શુક્રાચાર્યની બતાવેલી અન્ય 6 શીખ....

 • ગુરુ શુક્રાચાર્યની નીતિઓ અનુસરી મેળવો ધારેલી સફળતા | Follows Inspirational Shukra Niti for Successful life
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  2. નીતિ
   
  यो हि मित्रमविज्ञाय याथातथ्येन मन्दधीः।
  मित्रार्थो योजयत्येनं तस्य सोर्थोवसीदति।।

   

  વગર વિચાર્યે કર્યે કોઈને મિત્ર ન બનાવો
   
  અર્થાત્- 

   
  મનુષ્યએ કોઈને પણ મિત્ર બનાવતા પહેલાં કેટલીક વાતો ઉપર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. વગર સમજ્યે કે વિચાર્ય કર્યા વગર જ કોઈને મિત્ર બનાવવા તમારા માટે નુકસાનદાયી હોઈ શકે છે. મિત્રના ગુણ-અવગુણ, તેની આદતો બધા આપણી ઉપર સરખી રીતે અસર કરતા હોય છે. એટલા માટે, ખરાબ વિચારોવાળા અને ખરાબ આદતો ધરાવતા લોકો સાથે મિત્રતા કરવાનું ટાળવું જોઈએ.

 • ગુરુ શુક્રાચાર્યની નીતિઓ અનુસરી મેળવો ધારેલી સફળતા | Follows Inspirational Shukra Niti for Successful life
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  3. નીતિ 
   
  नात्यन्तं विश्र्वसेत् कच्चिद् विश्र्वस्तमपि सर्वदा।

   

  કોઈની ઉપર હદથી વધુ વિશ્વાસ ન કરો
   
  અર્થાત્- 

   

  આચાર્ય શુક્રાચાર્યના કહેવા પ્રમાણે આપણે કોઈની ઉપર ગમે એટલો વિશ્વાસ હોય, પરંતુ ભરોસાની કોઈ સીમા હોવી જોઈએ. કોઈપણ મનુષ્ય ઉપર આંખો મીચીને કે હદથી વધુ વિશ્વાસ કરવાનું તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે. અનેક લોકો તમારા વિશ્વાસનો ખોટો ફાયદો ઊઠાવીને નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે, આ વાતનું ધ્યાન રાખો કે પોતાના વિશ્વસનિય લોકો ઉપર વિશ્વાસ જરૂર રાખો પરંતુ સાથે જ પોતાની આંખો પણ ખુલ્લી રાખો.

 • ગુરુ શુક્રાચાર્યની નીતિઓ અનુસરી મેળવો ધારેલી સફળતા | Follows Inspirational Shukra Niti for Successful life
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  4.નીતિ

   

  अन्नं न निन्घात्।।

   

  અન્નનું અપમાન ક્યારેય ન કરો
  અર્થાત્-

   
  અન્નને દેવતાની સમાન માનવામાં આવે છે. અન્ન દરેક મનુષ્યના જીવનનો આધાર હોય છે, એટલા માટે ધર્મગ્રંથોમાં અન્નનું અપમાન ન કરવાની વાત કહેવામાં આવી છે. અનેક લોકો પોતાનું મનપસંદ ભોજન ન બનવાને લીધે અન્નનું અપમાન કરી દે છે, તે ખૂબ જ ખોટું માનવામાં આવે છે. જેના દુષ્પરિણામ સ્વરૂપ અનેક પ્રકારના દુઃખોનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે ધ્યાન રાખો કે કોઈપણ પરિસ્થિતિમાં અન્નનું અપમાન ન કરો.

 • ગુરુ શુક્રાચાર્યની નીતિઓ અનુસરી મેળવો ધારેલી સફળતા | Follows Inspirational Shukra Niti for Successful life
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  5. નીતિ

   

  धर्मनीतिपरो राजा चिरं कीर्ति स चाश्नुते।

   

  ધર્મ જ મનુષ્યને સન્માન અપાવે છે

  અર્થાત્-
   

  દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ધર્મ અને ધર્મગ્રંથોનું સન્માન કરવું જોઈએ. જે મનુષ્ય પોતાની દિનચર્યામાંથી થોડો સમય દેવપૂજા અને ધર્મ-દાનના કામમાં આપે છે, તેને જીવવનમાં બધા કામમાં સફળતા મળે છે. ધર્મનું સન્માન કરનાર લોકોને સમાજ અને પરિવારમાં ખૂબ જ સન્માન મળે છે. એટલા માટે ભૂલીને પણ ધર્મનું અપમાન ન કરવું જોઈએ, એવું પાપ કર્મ કરનારા લોકો મનુષ્યની સંગતિથી પણ દૂર રહેવું જોઈએ.

 • ગુરુ શુક્રાચાર્યની નીતિઓ અનુસરી મેળવો ધારેલી સફળતા | Follows Inspirational Shukra Niti for Successful life
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  6. નીતિ

   

  त्यजेद् दुर्जनसंगतम्।

   

  પાપ કરનારો ગમે એટલો પ્રિય હોય, તેને ત્યાગ કરી દેવો જોઈએ
   
  અર્થાત્-

   
  ઘણીવાર આપણા પ્રિયજન નાસ્તિક કે પાપ-કર્મ કરનારા હોય છે. આપણે સાચા-ખોટાનું ભાન હોવા છતાં પણ પોતાના મોહ કે લગાવને કારણે આપણે તે વ્યક્તિનો ત્યાગ નથી કરતા. ધર્મ-ગ્રંથોમાં આ વાતને બિલકુલ ખોટી ગણવામાં આવી છે. પાપ-કર્મ કે ખોટા કામ કરનારા લોકો આપણને ગમે એટલા વહાલા કેમ ન હોય, તેનો ત્યાગ કરી દેવો જોઈએ.

 • ગુરુ શુક્રાચાર્યની નીતિઓ અનુસરી મેળવો ધારેલી સફળતા | Follows Inspirational Shukra Niti for Successful life

  7. નીતિ

   

  नैकः सुखी न सर्वत्र विस्त्रब्धो न च शकितः।

   

  બધા જ ઉપર શંકા પણ ન કરો અને બધા ઉપર વિશ્વાસ પણ ન કરો

   

  અર્થાત્-
   

  સામાન્ય રીતે બે પ્રકારના લોકો જોવા મળતા હોય છે-એક એવા લોકો જે આસાનીથી બીજા ઉપર વિશ્વાસ કરી લેતા હોય છે અને બીજા એ જે દરેક ઉપર શંકા કરતા હોય છે. મનુષ્યની આ બંને આદતો યોગ્ય નથી હોતી. દરેકની સાથે વિશ્વાસ અને શંકાની વચ્ચે સંતુલન બનાવીને ચાલવું જોઈએ. મનુષ્યને પરિસ્થિતિઓ પ્રમાણે કોઈની ઉપર શક કે વિશ્વાસ કરવો જોઈએ.

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Self Help

Trending

વીડિયો વધુ જુઓ