Home » Self Help » do not make friendship with thankless or ungrateful people

આવા માણસોથી ખાસ રહો દૂર, બની શકે છે તમારી મુશ્કેલીનું કારણ

Divyabhaskar.com | Updated - Mar 24, 2018, 06:16 PM

આવો માણસ તમારો મિત્ર હોય તો પણ તેનો સંગ ન કરવો

 • do not make friendship with thankless or ungrateful people
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  ધર્મ ડેસ્ક,અમદાવાદ: કેટલાક માણસોનો સંગ કરવાથી આપણને જ્ઞાન, અનુભવ અને આનંદની અનુભૂતિ થાય છે જ્યારે કેટલાક લોકોનો સંગ કરવાથી જીવનમાં મુશ્કેલીઓનો રાફડો ફાટી નીકળે છે. કેટલાક માણસો જાડી ચામડીનાં હોય છે જે પોતાના સ્વાર્થ માટે તમારો ઉપયોગ કરીને પછી તમારી સામું પણ જોતા હોતા નથી. પરંતુ આવા નુકસાનકારક માણસોને ઓળખવા કઈ રીતે? આવા માણસોથી બચવા કે દૂર રહેવા શું કરવું જોઈએ કે જેથી ભવિષ્યનાં મોટા નુકસાનથી બચી શકાય? અહીં જાણો એક સાચા અનુભવ દ્વારા..
 • do not make friendship with thankless or ungrateful people
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  સંવત્ ૧૮૭૬ના માગશર સુદિ ૧૩ તેરસને દિવસે ભગવાન સ્વામિનારાયણે ગુજરાતનાં ગઢડામાં પોતાનો આવો જ એક અનુભવ જણાવીને મનુષ્યોને આવા કૃતઘ્ની માણસોથી દૂર રહેવાની સોનેરી સલાહ આપી છે. તેમણે જણાવ્યું કે...

  આગળની સ્લાઈડ પર ક્લિક કરી જાણો વધુ..

 • do not make friendship with thankless or ungrateful people
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  “અમે વેંકટાદ્રિથી સેતુબંધ રામેશ્વર જતા હતા ત્યાં એક સેવકરામ નામે સાધુ હતો. તે શ્રીમદ્દભાગવતાદિક પુરાણને ભણ્યો હતો. તે માર્ગમાં ચાલતાં માંદો પડયો, તેની પાસે રૂપિયા હજારની સોનામહોર હતી પણ ચાકરીનો કરનારો કોઈ નહિ માટે રોવા લાગ્યો, પછી તેને અમે કહ્યું જે. “કાંઈ ચિંતા રાખશો મા, તમારી ચાકરી અમે કરીશું.” પછી ગામને બહાર એક કેળાની ફુલવાડી હતી તેમા એક વડનો વૃક્ષ હતો તે વડના વૃક્ષને વિષે હજાર ભૂત રહેતા પણ તે સાધુ તો ચાલી શકે એવો રહ્યો નહિ અને અતિશય માંદો થયો, તે ઉપર અમને અતિશય દયા આવી પછી તે ઠેકાણે અમે તે સાધુને કેળના પત્ર લાવીને હાથ એક ઊંચી પથારી કરી આપી. અને તે સાધુને લોહીખંડ પેટબેસણું (ઝાડા) હતું તેને અમે ધોતા અને ચાકરી કરતા ! તે સાધુ પોતાને જેટલું જોઈએ તેટલું અમારી પાસે ખાંડ, સાકર, ઘી, અન્ન તે પોતાના રૂપિયા આપીને મંગાવતો તે અમો લાવીને રાંધી ખવરાવતા અને અમો વસ્તીમાં જઈને જમી આવતા. અને કોઈક દિવસ તો અમને વસ્તીમાં અન્ન મળતું નહિ ત્યારે અમારે ઉપવાસ થતો તો પણ કોઈ દિવસ તે સાધુએ અમને એમ કહ્યું નહિ જે, ‘અમ પાસે દ્રવ્ય છે તે આપણે બેને કાજે રસોઈ કરો અને તમે પણ અમ ભેળા જમો.”

  આગળની સ્લાઈડ પર ક્લિક કરી જાણો વધુ..

 • do not make friendship with thankless or ungrateful people
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

   પછી એમ સેવા કરતે થકે તે સાધુ બે માસે કાંઈક સાજો થયો. પછી સેતુબંધ રામેશ્વરને માર્ગે ચાલ્યા, ત્યારે તેનો ભાર મણ એક (20 કિલોથી વધુ) હતો તે અમારે પાસે ઉપડાવતો અને પોતે તો એક માળા લઈને ચાલતો અને દેહે પણ સાજો અને એક શેર ઘી જમીને પચાવે એવો સમર્થ થયો, તો પણ ભાર અમારી પાસે ઉપડાવે અને પોતે અમથો ચાલે અને અમારી પ્રકૃતિ તો એવી હતી જે ‘ભાર નામે તો રૂમાલ પણ રાખતા નહિ.” માટે તેને સાધુ જાણીને અમે એનો મણ એકનો ભાર ઉપાડી ચાલતા, એવી રીતે તે સાધુની અમે ચાકરી કરીને સાજો કર્યો પણ તે સાધુએ અમને એક પૈસાભાર અન્ન આપ્યું નહિ, પછી અમે તેને કૃતધ્ની જાણીને તેના સંગનો ત્યાગ કર્યો. 

  આગળની સ્લાઈડ પર ક્લિક કરી જાણો વધુ..

 • do not make friendship with thankless or ungrateful people

  એવી રીતે જે મનુષ્ય કર્યા કૃત્યને ન જાણે તેને કૃતધ્ની જાણવો. અને કોઈક મનુષ્યે કાંઈક પાપ કર્યુ અને તેણે તે પાપનું યથાશાસ્ત્ર પ્રાયશ્ચિત કર્યુ અને વળી તેને તે પાપે યુક્ત જે કહે તેને પણ તે કૃતધ્ની જેવો પાપી જાણવો.”

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Self Help

Trending

વીડિયો વધુ જુઓ