Divya Bhaskar

Home » Self Help » How to Stop Anxiety And Unwanted Thoughts

મગજમાં આવતા ફાલતુ વિચારને આ રીતે કરો દૂર

Divyabhaskar.com | Updated - Feb 02, 2018, 06:02 PM

આ ટિપ્સ તમને ફાલતુ વિચારોમાંથી કઈ રીતે બહાર આવવું તેમાં મદદ કરશે.

  • How to Stop Anxiety And Unwanted Thoughts
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્ક- મગજમાં આવતા ફાલતુ વિચારોને કઈ રીતે રોકવા તેના વિશે આજે વાત કરીશું. આ ટિપ્સ તમને ફાલતુ વિચારોમાંથી કઈ રીતે બહાર આવવું તેમાં મદદ કરશે.

    1. સ્વિકાર કરો

    તમે વિચારી રહ્યા હશો કે કઈ વસ્તુનો સ્વિકાર કરવાની વાત થઈ રહી છે. એ સ્વિકાર કરો કે તમે ઓવર થિંકર છો. તેને મેડિકલની ભાષામાં રિયૂમિનેટર કહેવામાં આવે છે. એનો અર્થ એ છે કે તમે તમારી સાથે થઈ રહેલી મુશ્કેલીઓનો સ્વિકાર કરશો તો જ તેનાથી બહાર નિકળી શકશો. એટલે તમે માની લો કે તમે ઓવર થિંકર છો. દરેક વખતે વિચારતા જ રહો છો. કોઈપણના જીવનનું વિશ્લેષણ કરવા લાગો છો. પોતાની જાતને ઓવર થિંકર માની લેશો તો આ પ્રકારના વિશ્લેષણની બચી શકશો.

  • How to Stop Anxiety And Unwanted Thoughts
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    2. પોતાની જાતને માફ કરતા રહો
     

    ભૂલો કોનાથી નથી થતી અને કોણ હારતુ નથી. જો તમારી હાર થઈ છે અથવા કોઈ ભૂલ થઈ છે તો તેને સહજતાથી લો. તેને જીવનની અંતિમ ભૂલ ન માની લો અથવા તો સૌથી મોટી ભૂલ ન માની લો. ભૂલો થવી સ્વાભાવિક છે. શ્રેષ્ઠ રસ્તો એ છે કે ભૂલ થઈ હોય તો પોતાની જાતને માફ કરી દો.  તમે જ્યારે તમારી જાતને માફ કરશો ત્યારે તમારુ દિલ હળવું થઈ જશે. મનનો ભાર હટી જશે. 

  • How to Stop Anxiety And Unwanted Thoughts
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    3. પોતાની જાત સાથે વાત ક્યારેય ન કરો
     

    ઓવર થિંકર સાથે હંમેશા એવું થાય છે કે જ્યારા તેઓ એકલા પડે છે તો પોતાની જાત સાથે વાતો કરવા લાગે છે.  આને એકાલાપ કહેવામાં આવે છે. પોતાની જાત સાથેની વાતોમાં આવા લોકો એટલા ઊંડાણમાં ઊતરી જાય છે કે  તેઓ ભૂલી જાય છે કે તેઓ પાતાની જાત સાથે વાતો કરે છે. પોતાની જાત સાથે ક્યારેય વાતો ન કરો. મિત્રો સાથે વાતો કરો. 

  • How to Stop Anxiety And Unwanted Thoughts
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    4. હંમેશા વ્યસ્ત રહો
     

    જો પોતાની જાતને ફાલતુ વિચારો કરવાથી રોકી શકતા નથી તો પોતાને કોઈને કોઈ કામમાં વ્યસ્ત રાખો. શ્રેષ્ઠ રસ્તો એ છે કે કોઈ સારો શોખ કેળવી લો. શોખ કેળવી ન શકો તો ટ્રાવેલિંગ માટે નિકળી પડો.  ટ્રાવેલિંગથી સારો રસ્તો બીજો કોઈ હોય જ ન શકે. વ્યક્તિ જેટલું ફરે છે તેટલું તેનું નોલેજ વધે છે. અન્ય વિકલ્પમાં ટીવી જુઓ, ગીતો સાંભળો અથવા મિત્રો સાથે વાત કરો. 

  • How to Stop Anxiety And Unwanted Thoughts

    5. લોકોને મળતા રહો
     

    મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. જ્યાં સુધી તે એકલો રહેશે ત્યા સુધી ટેન્શનમાં જ રહેશે.  મિત્રો ન હોય તો નવા મિત્રો બનાવો અને તેઓને નિયમિત મળવાનું રાખો. પશુ-પંખીઓ પણ એકબીજાના સાથે વગર મુંજાઈ જાય છે. તો આપણે તો માનવ છીએ. એકલા રહીશું તો માનસિક રીતે બીમારીનો અનુભવ કરતા રહીશું. આના કરતા બહાર નિકળો લોકોને મળો, ટેન્શન તેની જાતે જતું રહેશે. ત

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Self Help

Trending