• Special Experiments Overcoming Marriage Delays

લગ્ન વિલંબ દૂર કરતા વિશેષ પ્રયોગો / લગ્ન વિલંબ દૂર કરતા વિશેષ પ્રયોગો

Special Experiments Overcoming Marriage Delays

divyabhaskar.com

Aug 08, 2018, 10:10 PM IST

શિવરાત્રિના દિવસે જે મંદિરમાં શિવ-પાર્વતી વિવાહનું અનુષ્ઠાન થવાનું હોય ત્યાં લગ્ન ઇચ્છુક કન્યાએ જઈને શિવ-પાર્વતી લગ્નની આખી વિધિ જોવી લગ્નયોગ્ય યુવક કે યુવતીનાં લગ્ન કોઈ કારણસર ન ગોઠવાઈ રહ્યાં હોય અથવા લગ્નમાં કોઈ પ્રકારની બાધાઓ કે અંતરાયો આવતાં હોય ત્યારે જ્યોતિષશાસ્ત્રોમાં વર્ણિત નીચેના સરળ ઉપાયો કરવાથી લગ્ન આડેના વિલંબ દૂર થશે અને શીઘ્ર વિવાહના યોગ સર્જાશે.

* અગ્નિ મહાપુરાણના 18મા અધ્યાયમાં વર્ણિત ગૌરી પ્રતિષ્ઠા વિધિનો પ્રયોગ કરવો.
* નીચે જણાવેલા ગંધર્વરાજ મંત્રનો દસ હજારની સંખ્યામાં જાપ કરવો. આના માટે કોઈ ચોક્કસ સમયાવધિ નથી.

મંત્ર : ૐ ક્લીં વિશ્વાસુર્નામ ગંધર્વ: કન્યાનામધિપતિ:|
લભામિ દેવદત્તાં કન્યાં સુરુપાં સાલંકારાં તસ્મૈ
વિસઅ‌ાવસવે સ્વાહા||


* શીઘ્ર વિવાહ માટે યુવકોએ નીચે લખેલા મંત્રનો 108 વાર એટલે કે એક માળાજાપ દરરોજ કરવો. માતા દુર્ગા-ગૌરીનું શ્રદ્ધાપૂર્વક પૂજન કરવું.
મંત્ર :

પત્નીં મનોરમાં દેહિ મનોવૃત્યાનુસારિણીમ્|
તારિણીં દુર્ગસંસારસાગરસ્ય કુલોદ્વવામ્||

* કનકધારા સ્તોત્રના 21 પાઠ સતત 90 દિવસ સુધી કરવા.
* મંગલસ્તોત્રનો દરરોજ 21 વખત જાપ કરવો.
* સૌભાગ્યાષ્ટોત્તર શતનામ સ્તોત્રનો પાઠ કરવો.
* મંગળયંત્રની વિધિપૂર્વક સ્થાપના કરીને દરરોજ પૂજન કરવું.
* કર્મકાંડી બ્રાહ્મણ પાસે કન્યાનો કુંભ અથવા વિષ્ણુ વિવાહ કરાવવો. આ પ્રયોગ કે વિધિની શક્ય તેટલી જાણ કોઈને ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું.
* સૌંદર્ય લહરી (શ્લોક 1-27)નો પાઠ કરવો.
* સાવિત્રી વ્રતનું શ્રદ્ધાપૂર્વક અનુષ્ઠાન કરવું.

* સૂંઠ, વરિયાળી, કંકુ, લાલ ફૂલ, સિંગરક, માલકંગની અને લાલ ચંદન સરખા પ્રમાણમાં લઈને તેને જળમાં મેળવીને તે જળથી સ્નાન કરવું જોઈએ.
* શ્રીરામદરબાર ચિત્રનું પંચોપચાર પૂજન કર્યા પછી નીચે જણાવેલા દોહાનો 21 વખત જાપ કરવો.

દોહા :

તબ જનક પાઈ વશિષ્ઠ આયસુ બ્યાહ સાજ સંવારિ કૈ|
માંડવી શ્રુતિકીરતિ ઉરમિલા કુઁઅરિ લઈ હઁકારિ કૈ||

* શ્રીરામ અને જાનકીજીના વિવાહ

* પ્રસંગનો પાઠ કરવાથી વિવાહ જલદી ગોઠવાય છે.

* રામચરિત માનસના શિવ-પાર્વતી વિવાહ પ્રસંગનો 11 સોમવાર શ્રદ્ધાપૂર્વક પાઠ કરવો.

* નીચે બનાવેલા યંત્રને ભોજપત્ર પર દાડમની કલમ અને અષ્ટગંધની સ્યાહીથી લખો ત્યારબાદ હળદરની માળાથી ‘ૐ હ્રીં હં સ:’ મંત્રનો 1100ની સંખ્યામાં જાપ કરો. જાપ કરો તે દરમિયાન તલના * તેલનો દીવો પ્રગટાવેલો રાખો. જાપ પૂરા થાય પછી મનોમન શીઘ્ર વિવાહ માટે ભગવાનને પ્રાર્થના કરવી.

* શિવરાત્રિના દિવસે જે મંદિરમાં શિવ-પાર્વતી વિવાહનું અનુષ્ઠાન થવાનું હોય ત્યાં લગ્ન ઇચ્છુક કન્યાએ જઈને શિવ-પાર્વતી લગ્નની આખી વિધિ જોવી. આ વિવાહોત્સવમાં ‘લાજા’ (આખી ડાંગર)ને * વિખેરવામાં આવે છે. કન્યાએ પ્રાત:કાળે મંદિરમાં જઈને ત્યાંથી લાજાના 11 દાણા લઈને ખાઈ લેવા. આ પ્રયોગના પ્રભાવે તેના શીઘ્ર વિવાહના યોગ સર્જાશે.

X
Special Experiments Overcoming Marriage Delays
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી