Home » Jyotish » Vastu » Vastu Shastra Tips to Brings Peace, Wealth and Positive Energy

રોજ પૂજા કરવા છતાં નથી મળતું તેનું ફળ તો હોય શકે છે વાસ્તુ દોષ, ધ્યાન રાખો 10 વાતો

Divyabhaskar.com | Updated - Jul 14, 2018, 08:00 AM

ઘણા લોકો સવાર-સાંજ ભગવાનની પૂજા કરે છે, પરંતુ તેમની જીવનમાં પરેશાનીઓ બની રહે છે

  • Vastu Shastra Tips to Brings Peace, Wealth and Positive Energy

    ધર્મ ડેસ્કઃ ઘણા લોકો સવાર-સાંજ ભગવાનની પૂજા કરે છે, પરંતુ તેમની જીવનમાં પરેશાનીઓ બની રહે છે. જો પૂજા કર્યા પછી પણ ભગવાનની કૃપા નથી મળી રહી તો ઘરમાં વાસ્તુ દોષ હોય શકે છે. કોલકાતાના એસ્ટ્રોલોજર ડો. દીક્ષા રાઠી મુજબ ઘરનું મુખ્ય દ્વાર પૂર્વ અથવા ઉત્તર દિશામાં હોય તો તે શુભ માનવામાં આવે છે. જો તમારા ઘરનું બારણું આ દિશામાં નથી તો મુખ્ય દ્વાર પર સોના, ચાંદી, તાંબા અથવા પંચધાતુથી બનેલું સ્વસ્તિક લગાવો. તેનાથી નકારાત્મક ઊર્જા ખતમ થઈ જશે અને હકારાત્મક ઊર્જા વધશે. જાણો ઘરમાં ધ્યાન રાખવા યોગ્ય આવી જ નાની-નાની વાતો.

    - ઘરની બહાર તુલસી જરૂર રાખો. રોજ સવારે તુલસીમાં જળ ચઢાવો અને સાંજના દીવો પ્રગટાવો.


    - પૂર્વ અથવા ઉત્તર દિશામાં તુલસી લગાવવાથી પરિવારનો આત્મવિશ્વાસ વધે છે. કાર્યોમાં હકારાત્મક વિચાર બન્યાં રહે છે.


    - ઘરમાં તુલસી રાખવાથી વાસ્તુ દોષની અસર ઓછી થાય છે.


    - જો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને અથવા કોઈ બ્રાહ્મણને દાન કરવાનું હોય તો ઘરની બહાર આવીને જ દાન કરવું જોઈએ.


    - ધન સંબંધી કામમાં કાયમ ખુદની પેનથી જ સાઇ કરવી જોઈએ.


    - ઘરમાં રાખેલી તિજોરીનું મુખ ઉત્તર અથવા પૂર્વ દિશામાં હશે તો ખૂબ શુભ માનવામાં આવે છે.


    - તિજોરીના બારણાં પર કમળના આસન પર બેસેલી મહાલક્ષ્મીની તસવીર લગાવો.


    - રોજ સાંજે થોડી વાર માટે સંપૂર્ણ ઘરમાં રોશની જરૂર કરવી જોઈએ.


    - રોજ ઘરના દરેક ખૂણાની સરખી રીતે સાફ-સફાઈ કરવી જોઈએ. તેનાથી નકારાત્મક ઊર્જા ખતમ થઈ જાય છે.

    આ પણ વાંચોઃ- Julyના Lucky+Unlucky દિવસ, જાણો કઈ રાશિના જાતકોએ રહેવું સાવચેત

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending