Divya Bhaskar

Home » Jyotish » Vastu » વાસ્તુ પ્રમાણે ઘરમાં લગાવો ઘડિયાળ, થશે શુભ સમયનું આગમન | 7 vastu tips to remember while hanging wall clocks

વાસ્તુ પ્રમાણે ઘડિયાળ લગાવવાથી ઘર-પરિવારનો બદલાઈ જશે સમય

Divyabhaskar.com | Updated - Jun 12, 2018, 02:40 PM

ઘરમાં દીવાલ ઘડિયાળ મૂકવા અંગેના આ નિયમો પાળશો તો ઘરનું ભાગ્ય સુધરશે

  • વાસ્તુ પ્રમાણે ઘરમાં લગાવો ઘડિયાળ, થશે શુભ સમયનું આગમન | 7 vastu tips to remember while hanging wall clocks

    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ કહેવત છે કે મોંઘી ઘડિયાળ પહેરવાથી તમારો સમય નહીં બદલાય, પરંતુ વાસ્તુવિજ્ઞાન પ્રમાણે એવું કહેવાયું છે કે ઘડિયાળ તમારો સમય જરૂર બદલી શકે છે. જી, હા, ઘડિયાળ તમારો સમય સુધારી શકે છે અને બગાડી પણ શકે છે તેથી વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમારે ઘડિયાળ સાથે જોડાયેલી બાબતોને અનદેખી ન કરવી જોઈએ. જો તમે તમારો સમય સુધારવા માંગતા હો તો જાણો વાસ્તુની આ બાબતો...

    -વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં દરેક સામાન રાખવાની ચોક્કસ જગ્યા હોય છે. જો તમે તે સામાનને તે સ્થાને ન રાખો તો ઘરમાં અશાંતિ પેદા થઈ શકે છે.

    -વાસ્તુ પ્રમાણે દીવાલ પર લગાવેલી ઘડિયાળની જગ્યાએ કે ખોટી દિશામાં લગાવી હોય તો તે તમારો આવનારો સમય ખરાબ કરી શકે છે.

    -વાસ્તુ વિજ્ઞાન પ્રમાણે ઉત્તર અને પૂર્વ દિશાને વૃદ્ધિની દિશા માનવામાં આવે છે. તમારા ઘરમાં જો તમે દીવાલ ઘડિયાળ લગાવતા હો તો તેને ઉત્તર કે પૂર્વ દિશાની દીવાલ પર લગાવો.

    -વાસ્તુ પ્રમાણે ઘરમાં કર્ણપ્રિય સંગીતવાળી ઘડિયાળને દીવાલ પર લગાવવાનું શુભ રહે છે. તેનાથી ઘરમાં હકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે, સાથે જ ઘરના લોકોની પ્રગતિ થાય છે.

    -ઘરમાં ક્યારેય પણ ઘડિયાળને દક્ષિણની દીવાલ પર ન લગાવવી જોઈએ, કારણ કે દક્ષિણ યમદેવની દિશા ગણાય છે. ઘડિયાળને પૂર્વ દિશામાં લગાવવી શુભ ગણાય છે અને તેનાથી ઘરમાં લક્ષ્મીનું આગમન થાય છે.

    -વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘડિયાળને બંધ પડેલી હોય તો તે શુભ નથી ગણાતું, બંધ ઘડિયાળથી ઘરમાં નકારાત્મક ઊર્જા વધે છે. વ્યક્તિની પ્રગતિ અટકી જાય છે.

    -ઘરમાં કોઈપણ દરવાજા પર ઘડિયાળ ન લગાવવી જોઈએ. એમ કરવાથી તેની નીચેથી પસાર થતા વ્યક્તિ પર નેગેટિવ એનર્જીનો પ્રભાવ પડે છે.

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending