• ઘરમાં મૂર્તિ રાખવા અને ગિફ્ટ આપવા અંગે વાસ્તુ અને શાસ્ત્રોમાં શું છે નિયમ Know Rules for God idol gift and put god statue in Home

ગણેશ, કૃષ્ણ, શિવની મૂર્તિ ગિફ્ટ આપવા પણ છે નિયમ, જેને પાળવામાં ન આવે તો કરી શકે છે નુકસાન / ગણેશ, કૃષ્ણ, શિવની મૂર્તિ ગિફ્ટ આપવા પણ છે નિયમ, જેને પાળવામાં ન આવે તો કરી શકે છે નુકસાન

ઘરમાં મૂર્તિ રાખવા અને ગિફ્ટ આપવા અંગે વાસ્તુ અને શાસ્ત્રોમાં શું છે નિયમ Know Rules for God idol gift and put god statue in Home
Dharm Desk

Dharm Desk

Jul 12, 2018, 04:17 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ કોઈને ગિફ્ટ આપવા માટે સૌથી વધુ યોગ્ય વસ્તુ શું હોઈ શકે? આજકાલ ઈન્ટરનેટ પર પણ અનેક લોકો શ્રેષ્ઠ ગિફ્ટની શોધ કરતા હોય છે. જ્યારે કોઈ ઓપ્શન ન મળે ત્યારે ભગવાનની મૂર્તિ ગિફ્ટમાં આપતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તે ગિફ્ટથી નુકસાન પણ થઈ શકે છે?

ભગવાનની મૂર્તિ આપવા પાછળ વાસ્તુમાં શું છે નિયમ-

વાસ્તુશાસ્ત્ર કહે છે કે ભગવાનની મૂર્તિઓ કોઈને પણ ગિફ્ટમાં ન આપવી જોઈએ અને જો તેની ખરીદી કરતાં હોવ તો પણ તેને પોતાના ઉપયોગ માટે જ ખરીદો. વાસ્તુ વિજ્ઞાન પ્રમાણે ભગવાનની મૂર્તિઓ કે ફોટો જો ઘરમાં હોય તો તેને સ્થાપિત કરવા અને દેખભાળ કરવા માટેના બધા નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે અને જો કોઈ વ્યક્તિ એવું ન કરે તો તે વ્યક્તિ પર અને તેના પરિવાર પર નકારાત્મક અસર પડે છે. આ કારણે જ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કોઈ બીજા વ્યક્તિને મૂર્તિ ગિફ્ટ ન આપવી જોઈએ કારણ કે સામે વાળી વ્યક્તિ તે મૂર્તિઓનું ધ્યાન રાખી શકશે કે નહીં અને નિયમોનું પાલન કરશે કે નહીં તે નક્કી નથી હોતું તેથી દોષ લાગી શકે છે.

જો કોઈને મૂર્તિઓ કે ભગવાનના ફોટા આપવામાં આવી રહ્યા હોય તો એટલું જરૂર ધ્યાન રાખો કે તે પ્રસંગ કયો છે અને જેને આ મૂર્તિઓ ગિફ્ટ ાપવામાં આવી રહી છે ત્યાં શાસ્ત્રોના બધા નિયમ માનવામાં આવે છે કે નહીં.

ગણેશજીની મૂર્તિ કોઈને ગિફ્ટ આપો તો

ગણેશજીની મૂર્તિ ઉપહારમાં આપવાનો આજકાલ ટ્રેન્ડ વધી ગયો છે. પરંતુ શું દર વખતે ગણેશજી આપવા યોગ્ય હોઈ શકે છે? વાસ્તુશાસ્ત્રના અનેક નિયમ ગણેશજીની મૂર્તિ ઘરમાં સ્થાપિત કરવાને લઈને પણ છે. જેમ કે પુત્રીના લગ્નમાં ગણેશજીની મૂર્તિ ગિફ્ટ ન આપવી જોઈએ. શાસ્ત્રો પ્રમાણે તેનાથી દુલ્હનના પરિવારની આર્થિક સમૃદ્ધિ સમાપ્ત થઈ જાય છે. લક્ષ્મી અને ગણેશની મૂર્તિ હંમેશાં સાથે રાખવામાં આવે છે અને ઘરની લક્ષ્મીની સાથે ગણેશની મૂર્તિ મોકલવાથી ઘરની સમૃદ્ધિ પણ સાથે ચાલી જાય છે.


ગણેશની મૂર્તિ સ્થાપિત કરવાના પણ છે અનેક નિયમ-

મોટાભાગના લોકોને એ જાણ નથી હોતી કે ગણેશની મૂર્તિ ક્યાં સ્થાપિત કરવી જોઈએ વાસ્તુના હિસાબે ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં ગણેશની મૂર્તિ રાખવા માટે સૌથી સારું સ્થાન ગણાય છે.

શાસ્ત્રો પ્રમાણે ગણેશની દ્રષ્ટિ સૌથી શુભ હોય છે અને તેમની પીઠની પાછળ નેગેટિવ કિરણો રહે છે કેટલાક લોકો પોતાના ઘરના દરવાજા પર ગણેશની મૂર્તિ લગાવે છે જે વાસ્તુ પ્રમાણે ખોટું છે, તેનાથી ગણેશ ભગવાનની દ્રષ્ટિ તો સામેવાળા ઘરમાં ચાલી જાય છે. આ કારણસર વાસ્તુ પ્રમાણે એક બીજો નિયમ પણ છે કે દરવાજા પર જે ગણેશની મૂર્તિ લગાવો તેની પાછળની સાઈડ ઘરની અંદર પણ ગણેશની બીજી મૂર્તિ લગાવવી જોઈએ જેથી ઘરની અંદર પણ ગણેશજીનો શુભ પ્રભાવ પડે.

ગણેશની મૂર્તિ રાખવા માટે સૌથી સારું સ્થાન પૂજા સ્થાન કે ઈશાન ખૂણામાં છે-

ગણેશની મૂર્તિ ખરીદતી વખતે ગણેશજીની સૂંઢ કઈ તરફ છે તે પણ ધ્યાન રાખવું જોઈએ. ઘરમાં રાખવા માટે ડાબી(લેફ્ટ) તરફની સૂંઢવાળા ગણપતિ રાખવા સૌથી શુભ ગણાય છે. જો જમણી સાઈડની સૂંઢવાળા ગણપતિ રાખવામાં આવે તો તેની પૂજા અને અનુષ્ઠાનના અલગ નિયમો હોય છે. એવા ગણેશ મંદિરો માટે ઉપયુક્ત હોય છે જેમ કે સિદ્ધિ વિનાયક મંદિરના ગણેશ.

-ગણેશની મૂર્તિ રાખતી વખતે એ પણ ધ્યાન રાખો કે તે મૂર્તિની સાથે મોદક અને ઉંદર હોય. ઘરોમાં રાખવા કે ગિફ્ટ આપવા માટે બેઠેલાં ગણેશ શુભ ગણાય છે. ઊભેલા ગણેશ, સૂતેલા કે નાચતા ગણેશની મૂર્તિ રાખવાના નિયમો અલગ હોય છે.

-જો કોઈ ફ્રેમનો ફોટો આપવો હોય તો પીપળાના પાન પર ગણેશની મૂર્તિ હોય તેવો આપી શકાય છે. જેને ઘરની કોઈ દીવાલ પર લગાવી શકાય,

-જો પૂજા ઘર માટે ગણેશની મૂર્તિ આપવામાં આવતી હોય તો ધ્યાન રાખવું કે તે 18 ઈંચથી ઓછી સાઈઝની હોવી જોઈએ, જો ગણપતિની મૂર્તિ ખંડિત થઈ ગઈ હોય કે તેને માત્ર સજાવટ માટે રાખી હોય તો તેની પૂજા ક્યારેય ન કરો.

-ઘરમાં શાંતિ માટે ઘરમાં સફેદ ગણેશ રાખવા શુભ ગણાય છે.


શું કૃષ્ણ અને રાધાની મૂર્તિ ગિફ્ટ આપવી જોઈએ?

રાધા અને કૃષ્ણની મૂર્તિ ગિફ્ટ કરવાના પણ અનેક નિયમ છે, કૃષ્ણ અને રાધાને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ તેની મૂર્તિ ગિફ્ટ કરવી જોઈએ કે કેમ?

આમ તો કૃષ્ણની વાંસળી વગાડતા કે ગાય સાથેની મૂર્તિ શુભ માનવામાં આવે છે, પરંતુ રાધા-કૃષ્ણવાળી મૂર્તિ નવદંપતીને ન આપવી જોઈએ. તેનું સીધું કારણ છે- રાધા અને કૃષ્ણ ભલે એકબીજાને પ્રેમ કરતા હતા પરંતુ તેઓ એકબીજા સાથે ક્યારેય રહી શક્યા ન હતા એ જ રીતે રુક્મણી-મીરાં-કૃષ્ણ, ગણેશ અને રિદ્ધિ-સિદ્ધિને પણ ઘરમાં સ્થાપિત ન કરવા જોઈએ કે કમ સે કમ નવ વિવાહિતોને ગિફ્ટમાં તો ન જ આપવા જોઈએ.

-તેને બદલે વિષ્ણુ-લક્ષ્મીની મૂર્તિ આપી શકાય છે, પરંતુ માત્ર ત્યારે જ જ્યારે તે યોગ્ય રીતે રાખવામાં આવે અને લેનાર પણ નિયમોનું પાલન કરે.


ઘરમાં મૂર્તિઓ રાખવા અંગે શું છે નિયમ-

ઘર અને મંદિરમાં ફરક હોય છે અને જે લોકો ઘરમાં જ મંદિર બનાવી લે છે તેમની માટે અનેક નિયમો માન્ય હોય છે જેમ કે ક્યાં બનાવવું જોઈએ, ઘરનો કયો ખૂણો પવિત્ર છે વગેરે. શાસ્ત્રો પ્રમાણે જો મૂર્તિની પૂજા ન કરી શકાતી હોય તો તેને ઘરમાં રાખવાની જરૂર નથી. આ નિયમ ખાસ કરીને શિવલિંગ પર લાગું થાય છે.

-શિવલિંગને લઈને એવો નિયમ છે કે એકથી વધુ શિવલિંગ ઘરમાં ન રાખવા જોઈએ.

-જો બ્રહ્મા-વિષ્ણુ-મહેશની મૂર્તિ કે ફોટો રાખવામાં આવતી હોય તો તેને બાકી દેવતાઓથી ઉપર સ્થાન આપવું જોઈએ.

-એક જ ભગવાનની ત્રણ મૂર્તિઓ કે તસવીરો એકસાથે ઘરમાં ન રાખવી જોઈએ, તે અશુભ પ્રભાવ આપી શકે છે.

શું કહે છે શાસ્ત્ર-

આ બધા નિયમ અને ફાયદા ખાસ કરીને વાસ્તુશાસ્ત્રના હિસાબે બનાવેલા છે, જો આપણે અન્ય શાસ્ત્રોની વાત કરીએ તો ગીતામાં દાન અને ઉપહારના ત્રણ પ્રકાર છે(સાત્વિક, રાજસિક, અને તામસિક) જેમાંથી કોઈપણ ભગવાનની મૂર્તિ દાન કે ઉપહાર આપવાના કોઈ નિયમ નથી.

ઋગ્વેદમાં જ્ઞાનને જ દાન અને ઉપહાર માનવામાં આવે છે અને તેને જ આપવાની વાત કહેવામાં આવી છે. મનસ્મૃતિમાં ભૂખ્યને ભોજન ખવડાવવું(પુણ્ય માટે), સરસિયાનું દાન(સ્વાસ્થ્ય માટે) કે રોશનિનું દાન(સમૃદ્ધિ માટે) ભૂમિનું દાન(જમીન માટે) અને ચાંદીનું દાન(સૌંદર્ય માટે)નું વર્ણન છે, પરંતુ ભગવાનની મૂર્તિનું દાન કરવા અંગે કશું જ કહેવાયું નથી.

X
ઘરમાં મૂર્તિ રાખવા અને ગિફ્ટ આપવા અંગે વાસ્તુ અને શાસ્ત્રોમાં શું છે નિયમ Know Rules for God idol gift and put god statue in Home
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી