Home » Jyotish » Vastu » Fengshui Tips About Horse Statue In Home to get success

કાર્યોમાં સતત આવતી હોય અડચણો અને મળતી હોય તો અસફળતા તો દક્ષિણ દિશામાં ઘોડાનું સ્ટેચ્યૂ અપાવી શકે છે સફળતા

Divyabhaskar.com | Updated - Jul 14, 2018, 10:00 AM

પતિ-પત્ની બેડરૂમમાં રાખશે ઘોડાનું જોડું તો દૂર થઈ શકે છે લગ્ન જીવનમાં આવતી તકલીફો

  • Fengshui Tips About Horse Statue In Home to get success
    ઘરની દક્ષિણ દિશામાં ઘોડાનું સ્ટેચ્યૂ રાખવું જોઇએ

    ધર્મ ડેસ્ક: જો ઘરમાં નકારાત્મકતા હોય તો, આર્થિક કાર્યોમાં અડચણો આવી શકે છે અને અસફળતાનો સામનો કરવો પડી શકે છે. વારંવાર અડચણો આવે છે અને કામ અટકી પડે છે. ઉજ્જૈનની વાસ્તુ અને ફેંગશુઇ વિશેષક ડૉ. વિનિતા નાગરના જણાવ્યા અનુસાર ઘરમાં ઘોડાનું સ્ટેચ્યૂ રાખવાથી કાર્યોમાં ગતિ આવે છે અને અડચણો દૂર થાય છે. સફળતા મળવાની શક્યતા વધી જાય છે. ઘોડાને ઉર્જા અને ગતિનું પ્રતીક માનવામાં આવે છે. માટે તેની તસવીર કે સ્ટેચ્યૂ ઘરમાં ઉર્જા વધારે છે અને નકારાત્મકતા દૂર કરે છે.

    ઘોડાના સ્ટેચ્યૂની કેટલીક મહત્વની વાતો


    ઘરની દક્ષિણ દિશામાં ઘોડાનું સ્ટેચ્યૂ રાખવું જોઇએ.
    દક્ષિણ દિશામાં ઘોડાની સુંદર તસવીર પણ લગાવી શકાય છે.
    લગામ લગાવેલી હોય તેવી ઘોડાની તસવીર ન રાખવી જોઇએ. તેનાથી કામોની ગતિ અવરોધાય છે.
    સુખી લગ્નજીવન માટે બેડરૂમમાં ઘોડાની જોડ રાખવી જોઇએ.

    પર્સમાં કે તિજોરીમાં મૂકો સોપારી કે પૂજાના સિક્કા, મળી રહેશે મહાલક્ષ્મીની કૃપા

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending

વીડિયો વધુ જુઓ