Home » Jyotish » Vastu » તમારા ઘરનું સૌભાગ્ય વધારવા અપનાવો આ ટિપ્સ your familiy luck will open follows this vastu tips

ઘર ભાડાનું હોય કે પોતાનું, 10 વાતો ધ્યાન રાખશો તો આખા પરિવારને મળશે ભાગ્યનો સાથ

Divyabhaskar.com | Updated - Jul 10, 2018, 01:16 PM

દરવાજાની સામે એવો સુંદર ફોટો લગાવો કે તેનાથી ઘરમાં હંમેશા હકારાત્મકતા જળવાઈ રહે

  • તમારા ઘરનું સૌભાગ્ય વધારવા અપનાવો આ ટિપ્સ your familiy luck will open follows this vastu tips

    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ જો ઘરમાં કોઈ વાસ્તુદોષ હોય તો નકારાત્મક ઊર્જા વધે છે. ઘર ભાડાનું હોય કે પોતાનું, વાસ્તુદોષને ઘરમાં કોઈપણ વ્યક્તિને આસાનીથી સફળતા મળતી નથી અને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીનો સામનો કરવો પડે છે. ઘરના દોષ દૂર કરવા માટે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાય પણ બતાવ્યા છે. કોલકાત્તાના વાસ્તુ નિષ્ણાત ડો,. દીક્ષા રાઠીના બતાવ્યા પ્રમાણે જાણો કેટલાક વાસ્તુ ઉપાયો જેનું ઘરમાં ધ્યાન રાખવાથી આખા પરિવારને શુભ ફળ મળવા લાગે છે, ભાગ્યની બાધાઓ સમાપ્ત થવા લાગે છે.

    1-ઘરના મેન ગેટને હંમેશા સાફ રાખો. મુખ્ય દરવાજા પર રાતના સમયે જરૂરી પ્રકાશ રાખવો જોઈએ. એમ કરવાથી ઘરમાં હકારાત્મક ઊર્જા વધે છે.

    2-જો શક્ય હોય તો પ્રવેશ દ્વાર પર થોડો ઊંચો ઊમરો બનાવો. જેનાથી બહારનો કચરો અંદર આવતાં અટકશો. કચરો પણ વાસ્તુદોષ વધારે છે.

    3-મેન ગેટ પર ગણેશજીની મૂર્તિ કે ફોટો કે સ્ટીકર વગેરે લગાવી શકાય છે. જો તમે ઈચ્છતા હોવ તો દરવાજા પર ऊँ પણ લખી શકો છો. દરવાજા પર શુભ ચિહ્ન બનાવવાથી દેવી-દેવતાઓની કૃપા હંમેશાં ઘર પર રહે છે.

    4-દરવાજાની એકદમ સામે ફૂલોનો સુંદર ફોટો લગાવો. સૂર્યમુખીના ફૂલોનો ફોટો લગાવશો તો વધુ સારું રહેશે.

    5-ઘરના નૈઋત્ય ખૂણા(દક્ષિણ-પશ્ચિમ)માં ક્યારેય પણ અંધારું ન રાખો. વાયવ્ય ખૂણા(ઉત્તર-પશ્ચિમ)માં તેજ પ્રકાશવાળો બલ્બ ન લગાવો.

    6-ઘરમાં શાંતિ ટકાવી રાખવી જોઈએ. કોઈપણ પ્રકાર કલેશ નકારાત્મકતા વધારે છે. લડવા-ઝઘડવાથી વાસ્તુદોષ વધે છે.

    7-ઘરની આસપાસ જો કોઈ સૂકું ઝાડ કે ઠૂઠું હોય તો તેને તરત જ હટાવી લેવું જોઈએ. તેને કારણે ઘરમાં વાસ્તુદોષ વધી શકે છે.

    8-પરેશાનીઓને દૂર કરવા માટે રોજ સવારે વહેલાં ઊઠવું જોઈએ અને નહાયા પછી સૂર્યને જળ ચઢાવવું જોઈએ.

    9-રોજ સવાર-સાંજ ઘરમાં થોડીવાર મંત્રોનો જાપ કરો. મંત્રજાપથી વાતાવરણની હકારાત્મકતા વધે છે.

    10-રોજ સવાર-સાંજ જ્યારે પણ ભોજન બનાવો તો ગાય અને કૂતરાં માટે રોટલી જરૂર કાઢો.

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending