1

Divya Bhaskar

Home » Jyotish » Vastu » ઘડિયાળ વાસ્તુ ટિપ્સ, Home Vastu Tips for Watch for good Luck

ક્યારેય ભૂલ ન કરવી આ દિશામાં ઘડિયાળ રાખવાની, ભોગ બનશો Bad Luck નો

Divyabhaskar.com | Last Modified - Apr 14, 2018, 06:49 PM IST

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રાખેલ દરેક વસ્તુની શુભ-અશુભ અસર હોય જ છે

  • ઘડિયાળ વાસ્તુ ટિપ્સ, Home Vastu Tips for Watch for good Luck
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ઘરની દક્ષિણ દિવાલ પર ન લગાવવી ઘડિયાળ

    યૂટિલિટી ડેસ્ક: વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રાખેલ દરેક વસ્તુની શુભ-અશુભ અસર હોય જ છે. દરેક વસ્તુ નકારાત્મક કે હકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે. જો કોઇ વસ્તુ ખોટી દિશામાં કે ખોટી જગ્યાએ મૂકવામાં આવે તો, તેની ખરાબ અસર ઘરના લોકો પર પડે છે. ઘરની દિવાલ પર લગાવેલ ઘડિયાળની પણ શુભ-અશુભ અસર હોય છે. ઉજૈનના વાસ્તુ વિશેષક ડૉ. વિનિતા નાગર જણાવી રહ્યાં છે ઘડિયાળ સાથે જોડાયેલ મહત્વની વાતો.

    ઘરની દક્ષિણ દિવાલ પર ન લગાવવી ઘડિયાળ:


    - વાસ્તુ અનુસાર ઘરની દક્ષિણ દિશા યમની દિશા છે. સાથે-સાથે આ દિશા ઠરાવપણાની પણ છે. આ દિશામાં ઘડિયાળ લગાવવાથી કાર્યોની ગતિ અવરોધાય છે. તેનાથી આપણા લાભના અવસરો પણ ધીમા પડે છે. આ દિશા ઘરના મોભીની છે.

    - દક્ષિણ દિશામાં ઘડિયાળા લગાવવાથી ઘરના મોભીના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

    - વાસ્તુની સાથે ફેંગશુઇમાં પણ દક્ષિણ દિશામાં ઘડિયાળ લગાવવી શુભ ગણાતી નથી. આ દિશામાં નેગેટિવ એનર્જી હોય છે. આ દિશામાં ઘડિયાળ લગાવવાથી આપણું ધ્યાન વારંવાર એ તરફ જાય છે. જેનાથી વારંવાર આપણામાં નેગેટિવ એનર્જી જાય છે.


    આગળની સ્લાઇડ પર ક્લિક કરી જુઓ ક્યાં ઘડિયાળ લગાવવાથી થઈ શકે છે લાભ....

  • ઘડિયાળ વાસ્તુ ટિપ્સ, Home Vastu Tips for Watch for good Luck
    ઘરના દરવાજા પર ન લગાવો ઘડિયાળ

    ઘરના દરવાજા પર ન લગાવો ઘડિયાળ:

    વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર ઘડિયાળ ન લગાવવી જોઇએ. આમ કરવાથી તણાવ વધે છે. જેના કારણે આવતાં-જતાં આસપાસની ઉર્જા પ્રભાવિત થાય છે.


    આ દિશામાં લગાવવી ઘડિયાળ:

    - ઘરની પૂર્વ, પશ્ચિમ કે દક્ષિણ દિશામાં ઘડિયાળ લગાવવી જોઇએ. તેનાથી પિઝિટિવ એનર્જી વધે છે.

    - ઘરમાં બંધ ઘડિયાળ ન રાખવી. ઘડિયાળ હંમેશાં યોગ્ય સમય બતાવતી હોવી જોઇએ. ઘડી સમય કરતાં પાછળ ચાલતી હોય તો તે પણ અશુભ ગણાય છે. 

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending