1

Divya Bhaskar

Home » Jyotish » Rashi Aur Niddan » Saturday horoscope

શનિવારે બનશે ગજકેસરી યોગઃ આ 8 રાશિના લોકોને મળશે ધનનો લાભ

Divyabhaskar.com | Last Modified - Aug 11, 2017, 05:31 PM IST

ભવિષ્યઃ શનિવારે કઇ રાશિ પર રહેશે શનિ કોપાયમાન, કોનો દિવસ રહેશે શુભ?

  • Saturday horoscope
    +12બીજી સ્લાઈડ્સ જુઓ
    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ શનિવારે મીન રાશિના ચંદ્રનો ગુરૂ સાથે દ્રષ્ટિ સંબંધ રહેશે. જેનાથી ગજકેસરી નામનો રાજયોગ બની રહ્યો છે. તેની સાથે રેવતી નક્ષત્રથી ઘાતયોગ પણ રહેશે. આ કારણે 12માંથી 8 રાશિઓ માટે શનિવાર શુભ રહેશે. નક્ષત્રોની સારી સ્થિતિથી નોકરિયાત અને બિઝનેસ કરનાર લોકોની ચિંતા દૂર થઇ શકે છે. જૂના ગુંચવાયેલાં કાર્યોમાં ઉકેલ આવે તેવી સંભાવના છે. જેનાથી અટકાયેલું ધન પાછું મળી શકે છે. મોટા લોકો સાથે મુલાકાત થઇ શકે છે. સાથે જ કામ કરનાર લોકોનું સન્માન વધી શકે છે. આ સિવાય મેષ, સિંહ, તુલા અને ધન રાશિના લોકો માટે દિવસ સામાન્ય રહેશે.
    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને વાંચો બધી રાશિઓનું રાશિફળ....અથવા નીચે આપેલ રાશિ ઉપર ક્લિક કરી વાંચો રાશિફળ.....
    (તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
  • Saturday horoscope
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
    મેષઃ-
     
    પોઝિટિવઃ-
     
    જૂના મિત્રો સાથે મુલાકાત થવાના યોગ બની રહ્યા છે. દુઃખ સુખની વાતો થશે. આજે તમારા મિત્ર તમને કોઇ સારી યોજના બતાવી શકે છે. આજે તમે તમારા મિત્રોની યોજનાથી સહેમત થઇ જશો. આજે તમારા ખર્ચ અને આવકમાં તમારે બેલેન્સ જાળવવું જોઇએ. પૈસાની સ્થિતિમાં આજે બદલાવ આવી શકે છે.
     
    નેગેટિવઃ-
     
    આત્મવિશ્વાસ વધારે હોવાને કારણે આજે તમારા તેવર થોડાં તીખા હોઇ શકે છે. ઘ્યાન રાખવું કે તમે કોઇ ખાસ વ્યક્તિ સાથે વિવાદમાં ન ઉતરો. આજે તમારા મનમાં થોડાં સવાલ ચાલતાં રહેશે, જેનું કોઇ સમાધાન તમને લગભગ જ મળી શકશે.
     
    શું કરવું અને શું નહીં- 1 ચૂટકી તલ ખાવાં.
     
    લવઃ- જીવનસાથી સાથે મનમુટાવ થઇ શકે છે.
    કરિયરઃ- રોકાણમાં સાવધાની રાખવી.
    સ્વાસ્થ્યઃ- આજે તમારું સ્વાસ્થ્ય થોડું નાજુક રહી શકે છે.
  • Saturday horoscope
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
    વૃષભઃ-
     
    પોઝિટિવઃ-
     
    આજનો દિવસ તમારી માટે સારો રહેશે. આજે તમને પૈસાનો ફાયદો થવાનો રહેશે. તમારા વિચારવાની પ્રક્રિયામાં પણ આજે થોડો બદલાવ આવી શકે છે. થોડું નવું અને થોડું અલગ કરવાની તમારી કોશિશ આજે તમે કરી શકો છો. આજે તમે ઓફિસ અથવા ફિલ્ડમાં પણ કોઇ મોટો બદલાવ લાવી શકો છો. વેપારમાં આજે તમારું કામ સારું રહેશે.
     
    નેગેટિવઃ-
     
    આજે તમે તમારા કામકાજમાં થોડો વધારે રહેવાને કારણે વ્યસ્ત રહી શકો છો. આજે તમે તમારા સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું.
     
    શું કરવું અને શું નહીં - ચોખામાં ચંદન મિક્ષ કરીને પાણીમાં પ્રવાહિત કરવું.
     
    લવઃ- આ રાશિના લોકો આજે પાર્ટનર સાથે પોતાની ભાવના શેયર કરવામાં ગભરાવવું નહીં.
    કરિયરઃ- વેપાર તથા નોકરીમાં વખાણ, પૈસા, ઉન્નતિ મળી શકે છે.
    સ્વાસ્થ્યઃ- સાંધાનો દુખાવો તમને પરેશાન કરી શકે છે.
  • Saturday horoscope
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    મિથુનઃ-
     
    પોઝિટિવઃ-
     
    આજે તમને કાર્યક્ષેત્ર અને બિઝનેસમાં સહયોગ મળશે. આજે તમને કોઇ શુભ સમાચાર પણ મળી શકે છે. તમે વિચારેલી યોજના અને રણનીતિ પર પણ આજે તમે વિશ્વાસ કરી શકો છો. જોકે, તેમાં થોડો સમય લાગી શકે છે. આજે બધી જ બાજુથી તમને ફાયદો થઇ શકે છે. આજે જે પણ કામ તમારી સામે આવે, તેમાં તમારે પૂર્ણ શક્તિ લગાવી દેવી.
     
    નેગેટિવઃ-
     
    આજે તમારે રોકાણ કરતાં પહેલાં સરખી રીતે વિચાર કરી લેવું જોઇએ. આજે તમારા પૈસા કોઇ જગ્યાએ અટકી શકે છે.
     
    શું કરવું અને શું નહીં- 1 સિક્કા ઉપર સિંદૂર લગાવીને હનુમાનજીને અર્પણ કરવું.
     
    લવઃ- લવ લાઇફમાં નક્ષત્રો તમારો સાથ આપશે.
    કરિયરઃ- રોકાણ માટે સમય ઠીક-ઠાક રહેશે.
    સ્વાસ્થ્યઃ- તમારા અને પરિવારના લોકોના સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું.
  • Saturday horoscope
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    કર્કઃ-
     
    પોઝિટિવઃ-
     
    તમારા કરિયર, પૈસા અને પ્રતિષ્ઠા માટે આજે કોઇ વ્યક્તિ ખૂબ જ ખાસ રહેશે. આજે પૈસા સાથે જોડાયેલી પરેશાની થોડાં સમયની જ રહેશે. બૌદ્ધિકતા અને ચતુરાઈથી આજે તમારા ઘણાં કામ પૂર્ણ થઇ શકે છે. કારોબાર અને નોકરીમાં તમારો પ્રભાવ જામશે. સમર્થ અને સમજદાર લોકોથી આજે તમને સન્માન મળી શકશે.
     
    નેગેટિવઃ-
     
    આખો દિવસ મહેનત, કામ અને ભાગદોડ થઇ શકે છે. આજે તમારી સામે ઘણાં પ્રકારની જવાબદારીઓથી ઘેરાયેલાં રહેશો, જે તમે નિભાવવા માટે તૈયાર નથી. આજે તમે કોઇ ખાસ વ્યક્તિની અદેખી કરી શકો છો.
     
    શું કરવું અને શું નહીં- થોડાં ઘીમાં ખાંડ મિક્ષ કરીને ખાવું.
     
    લવઃ- દામ્પત્યજીવન સુખી રહેશે.
    કરિયરઃ- આજે કાર્યસ્થળ પર સફળતા મળી શકશે.
    સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.
  • Saturday horoscope
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    સિંહઃ-
     
    પોઝિટિવઃ
     
    આજે તમે સ્વયં પર ભાવનાત્મક નબળાઇઓને હાવિ થવા દેશો નહીં. કોઇ જમીન-જાયદાદ ખરીદવાની વાત સામે આવી શકે છે. આ સમય નોકરી અને પૈસાના ક્ષેત્રમાં આગળ વધવાની કોશિશનો છે. નવા અવસર આજે તમને મળી શકે છે. આજે તમે શારીરિક જોખમ ન લેશો. આજે તમે તમારા મન મુજબ ચાલવાની કોશિશ કરી શકો છો.
     
    નેગેટિવઃ-
     
    આજે કોઇ મહત્વપૂર્ણ નિર્ણય ન લેશો નહીં. ચંદ્ર આજે આઠમાં ભાવમાં રહેશે. થોડો તણાવ અથવા મનમુટાવ પણ રહી શકે છે. પ્રેમી અથવા જીવનસાથીને આજે તમારા વિચાર પસંદ આવશે નહીં.
     
    શું કરવું અને શું નહીં- મગ ખાવાં.
     
    લવઃ- પતિ-પત્નીની વચ્ચે સંબંધ સારા રહેશે.
    કરિયરઃ- ખર્ચ વધારે થઇ શકે છે.
    સ્વાસ્થ્યઃ- માતાના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.
  • Saturday horoscope
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    કન્યાઃ-
     
    પોઝિટિવઃ-
     
    આજે ચંદ્ર ગોચર કુંડળીના સાતમાં ભાવમાં રહેશે. રોજમર્રાના કામકાજ આજે પૂર્ણ થઇ શકે છે. દિવસભર મસ્તી રહેશે. આજે તમને કિસ્મતનો પૂર્ણ સાથ મળી શકશે. પૈસાના મામલામાં આજે કોઇપણ નિર્ણય વિના સમજી વિચારીને ન લેશો. આજે થોડાં આકર્ષક પ્રસ્તાવ પણ તમને મળી શકે છે. આજે તમારા વ્યવહારની પ્રશંસા થઇ શકે છે.
     
    નેગેટિવઃ-
     
    આજે તમારા કામોમાં બીજા લોકોની દખલ અંદાજી થઇ શકે છે. જેના કારણે તમારો મૂડ પણ ખરાબ થઇ શકે છે. આજે તમારા થોડાં કામ અધૂરા પણ રહી શકે છે. તમે આજે જરૂરિયાત કરતાં વધારે ખર્ચ કરી શકો છો.
     
    શું કરવું અને શું નહીં- ગંગાજળ પીવું.
     
    લવઃ- આ રાશિના અવિવાહિત લોકો માટે આજનો દિવસ શુભ રહેશે.
    કરિયરઃ- ઓફિસમાં તમે તમારા સારા વ્યવહારથી તમારા કામ પૂરા કરી શકો છો.
    સ્વાસ્થ્યઃ- પેટના રોગ અને માનસિક તણાવ થવાના યોગ બની રહ્યા છે.
  • Saturday horoscope
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    તુલાઃ-
     
    પોઝિટિવઃ-
     
    આજે તમે નોકરી અને બિઝનેસમાં થોડાં બદલાવ કરવાના મૂડમાં રહી શકો છો. આજે તમને થોડાં સારા અને નવા ઓફર પણ મળી શકે છે. કરિયરમાં પ્રગતિના અવસર પણ આજે તમને મળી શકે છે. આજે તમારે તમારા મનને સકારાત્મક રાખવું. આજે તમારી સાથે જે સમસ્યા છે, તેની જડ સુધી પહોંચવાની તમારે કોશિશ કરવી જોઇએ.
     
    નેગેટિવઃ-
     
    તમારી સુસ્તી, અનિશ્ચિતતા અથવા નકારાત્મકતાથી તમે આજે થોડાં અવસર ગુમાવી બેસો છો. તમે માનસિક અથવા શારીરિત સુસ્તી આજે અનુભવી શકો છો.
     
    શું કરવું અને શું નહીં- વિષ્ણુ મંદિરમાં ઘઊં અર્પણ કરવાં.
     
    લવઃ- ભાગ્ય આજે તમારો સાથ આપશે નહીં.
    કરિયરઃ- વેપારીઓ માટે સમય સારો રહેશે.
    સ્વાસ્થ્યઃ- બેદરકારી ન રાખવી.
  • Saturday horoscope
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    વૃશ્ચિકઃ-
     
    પોઝિટિવઃ-
     
    આજે તમારે તમારા કામ ઉપર ધ્યાન આપવાની જરૂર છે, તે વાતો ઉપર ધ્યાન આપવું, જેના વિશે તમે પહેલાથી વિચારીને રાખ્યું હોય. ભવિષ્ય માટે સાવધાનીપૂર્વક અને ઠોસ યોજનાઓ બનાવવી. ઘરેથી ચાલનારો કોઇ બિઝનેસ આજે તમને સારો ફાયદો પણ આપી શકે છે. આજે તમે કોઇ કામની યોજના પણ બનાવી શકો છો.
     
    નેગેટિવઃ-
     
    આજે તમે ખૂબ જ ઉગ્ર વિચાર અથવા અડિયલ વિચારોથી બચીને રહેશો. આજે તમે ફાલતૂ ખર્ચ પણ કરી શકો છો. આજે તમારે સાવધાન રહેવું.
     
    શું કરવું અને શું નહીં- પેન ઉપર લીલો દોરો બાંધવો.
     
    લવઃ- પાર્ટનર આજે તમને કોઇ સરપ્રાઇઝ આપી શકે છે.
    કરિયરઃ- નોકરી ધંધા વિચારવાનું મન આજે થઇ શકે છે.
    સ્વાસ્થ્યઃ- આજે તમારું સ્વાસ્થ્ય થોડું ખરાબ થઇ શકે છે.
  • Saturday horoscope
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    ધનઃ-
     
    પોઝિટિવઃ-
     
    આજે તમારો દિવસ સારો રહેશે. ઓફિસમાં બાકી રહેલ કામ આજે પૂર્ણ કરવાનું મન તમે પડી શકો છો. તો તમે તમારી ઉર્જાથી તેને ઝડપથી પૂર્ણ કરી શકો છો. તમારે તમારા મનની વાત કહેવામાં આજે ખૂબ જ ઉત્સાહી રહેશો. તમે પરિવારમાં સકારાત્મકતા વધારવા માટે તમે આગળ પગલાં લેશો. આજે ચંદ્ર તમારી રાશિથી ચોથી રાશિમાં રહેશે તો દરેક કામ સાવધાનીથી કરવું જોઇએ.
     
    નેગેટિવઃ-
     
    આજે તમારે મુશ્કેલીઓ અને મુસીબતોનો સામનો કરવો પડી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી પ્રગતિમાં કોઇ કાનૂની, રાજનૈતિક અથવા મશીનરી મુશ્કેલીઓ આવી શકે છે.
     
    શું કરવું અને શું નહીં- કોઇ ગરીબને મીઠા ચોખા ખવડાવવાં.
     
    લવઃ- પ્રેમ સંબંધોમાં કોઇ નવી દિશા મળી શકશે.
    કરિયરઃ- વેપારીઓ માટે સમય મધ્યમ રહેશે.
    સ્વાસ્થ્યઃ- એસિડિટી થઇ શકે છે.
  • Saturday horoscope
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    મકરઃ-
     
    પોઝિટિવઃ-
     
    આજે તમે ખૂબ જ સારી જવાબદારીઓ સાથે વ્યસ્ત રહી શકો છો. આજે તમને પૈસા, કામકાજ, નોકરી સાથે સંબંધિત કોઇ સારા સમાચાર મળી શકે છે. આજે તમને તરક્કીની સાથે થોડાં સંકેતો પણ મળી શકે છે. દિનચર્યામાં થોડો બદલાવ આવી શકે છે. આત્મવિશ્વાસ આજે ચરમ પર રહી શકે છે. આજે તમે થોડાં સંવેદનશીલ પણ રહી શકો છો.
     
    નેગેટિવઃ-
     
    આજે તમે બીજા લોકોની ભાવનાઓનું ધ્યાન નહીં રાખો અને કોઇ વ્યક્તિની સાથે વિવાદમાં ઉતરી શકો છો. આજે તમે તમારી ઇમેજને પણ બગાડી શકો છો.
     
    શું કરવું અને શું નહીં- સાથે કામ કરનાર કોઇ વ્યક્તિને ચટપટી વસ્તુ ખવડાવવી.
     
    લવઃ- આજે તમે તમારા પાર્ટનરને વધારે સમય આપી શકશો.
    કરિયરઃ- વેપાર તથા નોકરીમાં સફળતા મળે તેવા યોગ છે.
    સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો.
  • Saturday horoscope
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    કુંભઃ-
     
    પોઝિટિવઃ-
     
    આજે તમારી કોશિશ વધારે આવકનો રસ્તો કાઢવાની રહેશે. તમારી માટે જે કામ મહત્વપૂર્ણ છે, તેના ઉપર તમારે ધ્યાન આપવું જોઇએ. આજે તમારું સંપૂર્ણ ધ્યાન પૈસાના અને ઘરેલૂ મામલાનો ઉકેલ લાવવાનું રહેશે. આજે તમારી પાસેથી કોઇ સલાહ પણ માંગી શકે છે. આજે તમે કોઇ તમારી મદદ પણ કરવા માંગશે.
     
    નેગેટિવઃ-
     
    આજે તમે તમારી વાત કહેવામાં મુશ્કેલીઓ અનુભવી શકો છો. દિવસભર કોઇને કોઇ ગુંચવણ રહી શકે છે. ભાગદોડના કારણે આજે તમારો કાર્યક્રમ નક્કી થઇ શકશે નહીં.
     
    શું કરવું અને શું નહીં- પીપળાના વૃક્ષમાં કાચૂ દૂધ અને પાણી અર્પણ કરવું.
     
    લવઃ- જીવનસાથી સાથે આજે તમારા સંબંધોમાં સુધાર આવી શકશે.
    કરિયરઃ- નોકરીયાત લોકો માટે સમય થકાવનારો રહેશે.
    સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
  • Saturday horoscope
    મીનઃ-
     
    પોઝિટિવઃ-
     
    કરિયરના ક્ષેત્રમાં નવા અવસર મળી શકે છે. તમારી આર્થિક સ્થિતમાં બદલાવનો અવસર મળી શકે છે. રોકાણ માટે આ સમય એકદમ સારો છે. આજે તમે તમારી વાત કોઇપણ વ્યક્તિ સાથે શેયર કરી શકો છો. આજે તમે કોઇ સાથી અથવા અજાણ વ્યક્તિની ખાસ મદદ કરી શકો છો. આજે ચંદ્ર તમારી માટે શુભફળ આપનાર રહેશે.
     
    નેગેટિવઃ-
     
    તમારી સાથે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યા આવી શકે છે. તમારી ઇચ્છા કોઇ વિવાદનું કારણ પણ બની શકે છે. આજે તમારે સાવધાન રહેવાની જરૂર છે. પૈસાને લઇને કોઇ સાથે તમારે મનમુટાવ થઇ શકે છે.
     
    શું કરવું અને શું નહીં- હનુમાનજીને તેલનો દીવો પ્રગટાવવો.
     
    લવઃ- પાર્ટનરની સાથે કોઇ સ્થાને જવાનો મૂડ બની શકે છે.
    કરિયરઃ- નોકરીમાં સ્થિતિ પહેલાંથી વધારે સારી રહેશે.
    સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને પેટના દુખાવાની સમસ્યા આવી શકે છે.
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending