1

Divya Bhaskar

Home » Jyotish » Rashi Aur Niddan » Shukra Pushay Worship Method, Laksmi measures

શુક્રવારે આ સુવર્ણ યોગમાં કરો લક્ષ્મી ઉપાય, ઘરમાં થશે સ્થાયી ધન-સંપત્તિનો વાસ

Divyabhaskar.com | Last Modified - Oct 12, 2017, 03:44 PM IST

શુક્રવારે ધનપ્રાપ્તિનો અનેરો અવસર, આ છે 5 સરળ ઉપાય

 • Shukra Pushay Worship Method, Laksmi measures
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  ધર્મ ડેસ્ક, અમદાવાદઃ આસો મહિનાના વદમાં પુષ્ય નક્ષત્રનું આવવું ખૂબ જ શુભ મનાય છે. આ દિવસે ખરીદીનું વિશેષ મહત્વ છે, કારણ કે એવી માન્યતા છે કે પુષ્ય નક્ષત્રમાં ખરીદેલી કોઇપણ વસ્તુ લાંબા સમય સુધી ઉપયોગ બની રહે છે તથા શુભફળ આપે છે. આ દિવસે જો માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે તો ઘરમાં સ્થાયી રૂપથી ધન-સંપત્તિનો વાસ રહે છે.
  આ વર્ષે 13 ઓક્ટોબર, શુક્રવારે શુક્ર પુષ્યનો અને 14 ઓક્ટોબર, શનિવારે શનિ પુષ્યનો યોગ બની રહ્યો છે. જોકે, શુક્રવારે આખો દિવસ પુષ્ય નક્ષત્ર રહેશે, માટે આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવી શ્રેષ્ઠ રહેશે. શુક્ર પુષ્યના શુભયોગમાં માતા લક્ષ્મીની પૂજા આ પ્રકારે કરવી....
  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો પૂજા વિધિ અને ઉપાય.....
 • Shukra Pushay Worship Method, Laksmi measures
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  પૂજા વિધિઃ-
   
  પૂજા માટે કોઇ ચોકી અથવા કપડાંના પવિત્ર આસન પર માતા મહાલક્ષ્મીની મૂર્તિને સ્થાપિત કરવી. પૂજનના દિવસે ઘરને સ્વચ્છ કરી પૂજા-સ્થાનને પણ પવિત્ર કરી લેવું તથા સ્વયં પણ પવિત્ર થઇને શ્રદ્ધા-ભક્તિપૂર્વક મહાલક્ષ્મીની પૂજા કરવી. શ્રીમહાલક્ષ્મીજીની મૂર્તિની પાસે એક સાફ વાસણમાં કેસરયુક્ત ચંદનથી અષ્ટદળ કમળ બનાવીને તેના ઉપર ઘરેણાં અથવા રૂપિયા રાખવા તથા એક સાથે જ બંન્નેની પૂજા કરવી. સૌથી પહેલાં પૂર્વ અથવા ઉત્તરની તરફ મુખ કરીને સ્વયં પર જળનો છંટકાવ કરો તથા પૂજા-સામગ્રી પર નીચે લખેલાં મંત્રનો જાપ કરતાં જળ નો છંટકાવ કરવો-
   
  ऊं अपवित्र: पवित्रो वा सर्वावस्थां गतोपि वा।
  य: स्मरेत् पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तर: शुचि:।।
   
  ત્યાર પછી જળ-ચોખા લઇને પૂજાનો સંકલ્પ લેવો-
   
  સંકલ્પઃ- આજે આસો મહિનાના કૃષ્ણ પક્ષની નોમ તિથિ, શુક્રવાર છે. "હું જે આ (પોતાનું ગોત્ર બોલવું)નો છું. મારું નામ (પોતાનું નામ બોલવું) છે. હું શ્રુતિ, સ્મૃતિ અને પુરાણો મુજબ ફળ પ્રાપ્ત કરવા માટે અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે મન, કર્મ અને વચનથી પાપ મુક્ત થઇને અને શુદ્ધ થઇને સ્થિર લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે મહાલક્ષ્મીની પૂજા કરવાનો સંકલ્પ લેવા માંગું છું." આવું કહીને સંકલ્પનું જળ છોડી દેવું.
   
  હવે ડાબા હાથમાં ચોખા લઇને નીચે લખેલાં મંત્રોનો જાપ કરતાં જમણાં હાથથી તે ચોખાને લક્ષ્મી પ્રતિમા પર અર્પણ કરવાં.
   
  ऊं मनो जूतिर्जुषतामाज्यस्य बृहस्पतिर्यज्ञमिमं तनोत्वरिष्टं यज्ञ समिमं दधातु। विश्वे देवास इह मादयन्तामोम्प्रतिष्ठ।।
  ऊं अस्यै प्राणा: प्रतिष्ठन्तु अस्यै प्राणा: क्षरन्तु च।
  अस्यै देवत्वमर्चायै मामहेति च कश्चन।।
   
  હવે આ મંત્રો દ્વારા ભગવતી મહાલક્ષ્મીનું ષોડશોપચાર પૂજન કરવું.
   
  ऊं महालक्ष्म्यै नम: - આ નામ મંત્રથી પણ ઉપચારો દ્વારા પૂજા કરી શકાય છે.
   
  પ્રાર્થનાઃ- વિધિપૂર્વક શ્રીમહાલક્ષ્મીનું પૂજન કર્યા પછી હાથ જોડીને પ્રાર્થના કરવી-
   
  सुरासुरेंद्रादिकिरीटमौक्तिकै-
  र्युक्तं सदा यक्तव पादपकंजम्।
  परावरं पातु वरं सुमंगल
  नमामि भक्त्याखिलकामसिद्धये।।
  भवानि त्वं महालक्ष्मी: सर्वकामप्रदायिनी।।
  सुपूजिता प्रसन्ना स्यान्महालक्ष्मि नमोस्तु ते।।
  नमस्ते सर्वदेवानां वरदासि हरिप्रिये।
  या गतिस्त्वत्प्रपन्नानां सा मे भूयात् त्वदर्चनात्।।
  ऊं महालक्ष्म्यै नम:, प्रार्थनापूर्वकं समस्कारान् समर्पयामि।
   
  પ્રાર્થના કરી નમસ્કાર કરવાં.
   
  સમર્પણ-- પૂજાના અંતમાં कृतोनानेन पूजनेन भगवती महालक्ष्मीदेवी प्रीयताम्, न मम। આ વાક્ય બોલીને બધી જ પૂજા સામગ્રી ભગવતી મહાલક્ષ્મીને સમર્પિત કરવી તથા જળ છોડી દેવું. ત્યાર પછી માતા લક્ષ્મીથી ઘરમાં નિવાસ કરવાની પ્રાર્થના કરવી.
   
  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો પુષ્ય યોગમાં મંગળદેવને પ્રસન્ન કરાવ માટે ક્યા-ક્યા ઉપાય કરી શકાય છે.
 • Shukra Pushay Worship Method, Laksmi measures
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
 • Shukra Pushay Worship Method, Laksmi measures
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
 • Shukra Pushay Worship Method, Laksmi measures
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
 • Shukra Pushay Worship Method, Laksmi measures
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending