• Wind Chime to Protect the Family from Negative Energy

ફેંગશુઇ ટિપ્સ: ઘરમાં આવતી નેગેટિવ ઉર્જાથી પરિવારને બચાવવા માટે લગાવો 9 સળિયાવાળી વિંડ ચાઇમ / ફેંગશુઇ ટિપ્સ: ઘરમાં આવતી નેગેટિવ ઉર્જાથી પરિવારને બચાવવા માટે લગાવો 9 સળિયાવાળી વિંડ ચાઇમ

Wind Chime to Protect the Family from Negative Energy

ફેંગશૂઇ ટિપ્સ: ઘરમાં આવતી નેગેટિવ ઉર્જાથી પરિવારને બચાવવા માટે લગાવો 9 સળિયાવાળી વિંડ ચાઇમ.

divyabhaskar.com

Jul 12, 2018, 04:39 PM IST

યુટિલિટી ડેસ્ક: ઘરમાં વાસ્તુ દોષ હોય તો તેની નેગેટિવ ઇફેક્ટ પરિવારના સદસ્યો પર પણ પડે છે. કેટલાક સરળ ઉપાય આ પ્રકારના વાસ્તુ દોષોને દૂર કરવામાં મદદરૂપ રહે છે. ફેંગશુઇમાં પણ એવી કેટલીક વસ્તુઓ છે, જેને ઘરમાં રાખવાથી વાસ્તુ દોષ અને નેગેટિવ એનર્જી ઓછી થાય છે. એવી જ એક વસ્તુ છે વિંડ ચાઇમ. ભારતમાં આ ખૂબ જ પ્રખ્યાત છે.

કેવી રીતે કામ કરે છે વિન્ડ ચાઇમ?

વિંડ ચાઇમમાંથી મધુર ધ્વનિ નિકળે છે, જે સંપૂર્ણ ઘરમાં પોઝિટિવ એનર્જી ફેલાવે છે. ઘર અથવા ઓફિસ માટે ફેંગશુઇમાં અલગ-અલગ પ્રકારના વિંડ ચાઇમ વિશે જણાવ્યું છે. તો આજે તમને જણાવીશું ઘર અથવા ઓફિસમાં ક્યાં રાખવાથી પોઝિટિવ એનર્જી ફેલાય છે....

* છ સળિયાવાળી વિંડ ચાઇમને ડ્રોઇંગ રૂમમાં લગાવવી જોઇએ. તેમાથી નિકળતી પોઝિટિવ એનર્જી સંપૂર્ણ ઘરમાં ફેલાય છે.

* સાત સળિયાવાળી વિંડ ચાઇમ બાળકોના રૂમમાં લગાવવાથી શુભ થાય છે.

* આઠ સળિયાવાળી વિંડ ચાઇમનો પ્રયોગ ઓફિસમાં કરવો જોઇએ. તેનાથી બિઝનેસમાં વધારો થઇ શકે છે.

* જો કોઇ કાર્યમાં વારંવાર અસફળતા મળી રહી છે તો ડ્રોઇંગ રૂમમાં નવ સળિયાવાળી વિંડ ચાઇમ લગાવવી જોઇએ. તેનાથી દરેક ક્ષેત્રમાં સરળતા મળશે.

* પાંચ સળિયાવાળી વિંડ ચાઇમ સ્ટડી રૂમમાં લગાવવાથી વાસ્તુ દોષ સમાપ્ત થાય છે.

આ વાતનું પણ રાખવું ધ્યાન

* ક્યારેય પણ વિંડ ચાઇમની નીચે ન બેસો અને કોશિશ કરો કે તેની નીચેથી અવરજવર ન થાય. તેની અસર મનો-મસ્તિષ્ક પર પડે છે.

* હંમેશા હોલો ટ્યુબવાળી વિંડ ચાઇમનો જ ઉપયોગ કરો.

X
Wind Chime to Protect the Family from Negative Energy
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી