Divyabhaskar.com
Jul 12, 2018, 06:34 PM ISTધર્મ ડેસ્કઃ ભારતીય જ્યોતિષ મુજબ, નક્ષત્રોમાં પુષ્યને રાજા કહેવામાં આવે છે. પુષ્ય નક્ષત્ર વિવિધ વારની સાથે મળીને વિશેષ યોગ બનાવે છે. આ વખતે 14 જુલાઈ, શનિવારના પુષ્ય નક્ષત્ર હોવાથી શનિ પુષ્યનો શુભ યોગ બની રહ્યો છે. આ દિવસે શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાય કરવાથી શનિની કૃપા મળી શકે છે અને પરેશાનીઓ દૂર થઈ શકે છે. જે રાશિઓ પર આ સમયે શનિની સાડાસાતી (વૃશ્ચિક, ધન અને મકર) અને ઢય્યા (વૃષભ અને કન્યા)ની અસર છે, તે જો આ દિવસે શનિદેવની આગળ જણાવેલી 3માંથી કોઈ પણ 1 વસ્તુ ચઢાવે તો તેમની પરેશાનીઓ ઓછી થઈ શકે છે. આ છે એ ત્રણ વસ્તુઓ.
1. તલનું તેલ
ગરૂડ પુરાણ મુજબ, તલ ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે એટલે તેનાથી નીકળતું તેલ પણ ખૂબ પવિત્ર માનવામાં આવે છે. શનિ પુષ્ય પર શનિ પ્રતિમાનો અભિષેક તલના તેલથી કરવો જોઈએ. તેમજ તલના તેલનો દીવો પણ પ્રગટાવવો જોઈએ.
2. વાદળી રંગના ફૂલ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ, ભગવાન શનિનો રંગ કાળો છે એટલે પૂજા કરતી વખતે તેમને વાદળી રંગના ફૂલ જ ચઢાવવા જોઈએ. તેનાથી તેમની કૃપા ભક્તો પર બની રહે છે.
3. કાળા ચણાનો પ્રસાદ
શનિ પુષ્ય પર શનિદેવને કાળા ચણાનો પ્રસાદ ધરાવો. સવારે પહેલા આ ચણાને પાણીમાં પલાળી દો. તેના પછી સાંજના શનિદેવને પ્રસાદ ધરાવ્યાં પછી વેંચી દો. તેનાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે. આ સિવાય અડદની દાળની ખીચડીનો પ્રસાદ પણ શનિદેવને ધરાવી શકાય છે.
આ પણ વાંચોઃ- જોબમાં મુશ્કેલી કે કામ બગડવા, શનિની આવી અશુભ અસરથી બચવા કરો 5 ફેરફાર