Home » Jyotish » Rashi Aur Niddan » વાસ્તુના આ સરળ વાસ્તુ ઉપાયોથી ઘરમાં નહીં કરવી પડે તોડફોડ Follows this vastu measure and be happy in life

નાના-નાના ઉપાયોથી પણ દૂર થઈ શકે છે વાસ્તુદોષ, ઘરમાં નહીં કરવી પડે તોડફોડ

Divyabhaskar.com | Updated - Jul 10, 2018, 12:12 PM

કેટલાક આસાન ઉપાય કરવાથી ઘરના વાસ્તુદોષ ઘણા ઓછા થઈ જાય છે અને તોડફોડની જરૂર રહેતી નથી

  • વાસ્તુના આ સરળ વાસ્તુ ઉપાયોથી ઘરમાં નહીં કરવી પડે તોડફોડ Follows this vastu measure and be happy in life

    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ જીવનમાં સમસ્યાઓ સતત આવતી-જતી રહે છે. તેમાંથી કેટલીક સમસ્યાઓ ઘરના વાસ્તુદોષના કારણે પણ થતી હોય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. પ્રવીણ દ્વિવેદીના બતાવ્યા પ્રમાણે વાસ્તુદોષ કેટલાક નાના-નાના ઉપાયો કરવાથી પણ દૂર કરી શકાય છે. આ ઉપાયો વધુ મોંઘા નથી કે ન તો તેને કરવા માટે ઘરમાં કોઈ તોડ-ફોડ કરવી પડતી. આ ઉપાયો આ પ્રકારે છે-

    1-ઘરની પૂર્વ દિશામાં દોષ હોય તો તેને દૂર કરવા માટે આ દિશાની દીવાલ પર સૂર્યદેવનો ફોટો કે શો-પીસ લગાવી દો.

    2-વાસ્તુ પ્રમાણે ઘરમાં વાંસળી રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાંસળી સમ્મોહન, ખુશી અને આકર્ષણનું પ્રતીક માનવામાં આવે છે. વાંસળીમાં પસાર થતી નેગેટિવ એનર્જી હકારાત્મકતામાં ફેરવાઈ જાય છે.


    3-ઘરને નેગેટિવ એનર્જીથી મુક્ત રાખવા માટે ઘરની પૂર્વ દિશામાં માટીના એક નાનકડા વાસણમાં મીઠું ભરીને રાખો અને દર ચોવીસ કલાક પછી આ મીઠું બદલી નાખો.


    4-ઘરની ઉત્તર-પૂર્વ દિશામાંતુલસી, મનીપ્લાન્ટ, ચમેલી જેવા છોડ વાવવાથી નેગેટેવ એનર્જી દૂર રહે છે.

    5-ઘરમાં જે ઘડિયાળ બંધ પડેલી હોય, તેને ઘરમાંથી હટાવી લો કે રિપેર કરાવી લો. બંધ ઘડિયાળમાંથી નેગેટિવ એનર્જી નિકળતી હોય છે.

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending