Divya Bhaskar

Home » Jyotish » Rashi Aur Niddan » ગોમતી ચક્ર ઉપાય, Tantra and Laxmi Measures of Gomti Chakra

ઘર કે દુકાનના દરવાજે લટકાવો તંત્રની આ 1 વસ્તુ, નહીં લાગે ખરાબ નજર

Divyabhaskar.com | Updated - Jun 12, 2018, 01:29 PM

પૈસા સાથે જોડાયેલ સમસ્યાઓમાંથી છૂટકારો મેળવવા માટે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે

  • ગોમતી ચક્ર ઉપાય, Tantra and Laxmi Measures of Gomti Chakra
    ગોમતી ચક્રનો એક ભાગ ઉપસેલો હોય છે અને એક ભાગ સુંવાળો હોય છે

    ધર્મ ડેસ્ક: પૈસા સાથે જોડાયેલ સમસ્યાઓમાંથી છૂટકારો મેળવવા માટે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. મહાલક્ષ્મી સમુદ્રમાંથી પ્રગટ થયાં હતાં. એટલે જ લક્ષ્મીજીને એ વસ્તુઓ ખૂબજ પ્રિય છે, જે સમુદ્રમાંથી પ્રાપ્ત થાય છે. જેમ કે દક્ષિણાવર્તી શંખ અને ગોમતી ચક્ર. લક્ષ્મીજીની પૂજા કરતી વખતે આ વસ્તુઓ જરૂર સાથે રાખવી જોઇએ. તંત્ર શાસ્ત્રમાં ગોમતી ચક્રનું મહત્વ ખૂબજ છે. ગોમતી ચક્રનો ઉપયોગ ખરાબ નજરથી બચવા માટે કરવામાં આવે છે.


    કોલકાતાની એસ્ટ્રોલોજર ડૉ. દીક્ષા રાઠીના જણાવી રહ્યાં છે ગોમતી ચક્રના કેટલાક એવા ઉપાય, જે દૂર કરશે ખરાબ નજરની સાથે ખરાબ સમય પણ...


    કેવું હોય છે ગોમતી ચક્ર:

    ગોમતી ચક્રનો એક ભાગ ઉપસેલો હોય છે અને એક ભાગ સુંવાળો હોય છે. સુંવાળા ભાગ પર હિંદી અંક 7 લખેલો જોવા મળે છે.


    ગોમતી ચક્રના ઉપાય:


    1. કોઇ શુભ મુહૂર્તમાં દેવી લક્ષ્મીની પૂજા કરો. લક્ષ્મીજીની સાથે 11 ગોમતી ચક્ર પણ રાખો. પૂજા બાદ બધાં જ ગોમતી ચક્રને એક લાલ કપડામાં બાંધી તિજોરીમાં મૂકો દો. તેનાથી ધનલાભના યોગ બની શકે છે.

    2. વ્યાપારમાં સતત ખોટ આવતી હોય તો, પૂજામાં રાખેલ 2 ગોમતી ચક્રને લાલ કપડામાં બાંધી દુકાનના બારણે લટકાવી દો. તેનાથી ધનલાભના યોગ બની શકે છે.

    3. લક્ષ્મીજીની વિધિવત પૂજા કરાવો અને પૂજામાં એક ગોમતી ચક્ર રાખો. પૂજા બાદ આ ગોમતી ચક્રને પર્સમાં મૂકી દો.

    4. નાના બાળકને વારંવાર ખરાબ નજર લાગતી હોય તો, 3 ગોમતી ચક્ર લઈ બાળકના માથા પરથી 7 વાર વાળી લો. ત્યારબાદ તેને ત્રણ રસ્તે ફેંકી દો. ઘરે આવતી વખતે પાછા વળીને જોવું નહીં. તેનાથી ખરાબ નજર ઉતરી શકે છે.

    5. પૂજામાં મૂકેલ ગોમતી ચક્રને સિંદૂરની લાલ ડબ્બીમાં મૂકો. ત્યારબાદ આ ડબ્બીને તિજોરીમાં કે ધનની જગ્યાએ મૂકો. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધી શકે છે.

    1 મંત્ર બોલી કરો લક્ષ્મીજીની પૂજા, છલકાતા રહેશે ધનના ભંડાર અને વધશે આવક

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending