1

Divya Bhaskar

Home » Jyotish » Rashi Aur Niddan » સોમવતી અમાસના રાશિ પ્રમાણે ઉપાયઃ Do this somvati amavasya measure for all rashi

દુઃખો થશે દૂર, સોમવાર+અમાસના ખાસ સંયોગમાં કરો રાશિ પ્રમાણે ઉપાય

Divyabhaskar.com | Last Modified - Apr 15, 2018, 05:40 PM IST

રાશિ અનુસાર કેવી રીતે શિવપૂજા કરી સોમવતી અમાસે સૌભાગ્ય પ્રાપ્ત કરી શકાય?

  • સોમવતી અમાસના રાશિ પ્રમાણે ઉપાયઃ Do this somvati amavasya measure for all rashi
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ સોમવારે અમાસનો ખાસ સંયોગ બન્યો છે જેના કારણે તમે તમારા અનેક દુઃખોથી મુક્તિ મેળવી શકો છો. સોમવાર એટલે શિવજીનો દિવસ અને અમાસ ચંદ્ર સાથે જોડાયેલો દિવસ છે આ બંનેનો સંયોગ થતો હોય તો કોઈપણ કાર્યનું વિશેષ ફળ પ્રાપ્ત થતું હોય છે. આજે અમે તમને બતાવીશું આ સંયોગમાં દરેક રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા જોઈએ જેનાથી તમે તમારા કામમાં સફળતા મેળવી શકો અને કોઈ દુઃખો હોય તો તે પણ દૂર કરી શકો છો.

    આગળની સ્લાઈડ્સમાં વાંચો સોમવતી અમાસે રાશિ પ્રમાણે કરવાના ઉપાય....

  • સોમવતી અમાસના રાશિ પ્રમાણે ઉપાયઃ Do this somvati amavasya measure for all rashi

    તમારી રાશિ પ્રમાણે કેવી પૂજા કરશોઃ- 

     

    મેષ : આ રાશિના જાતકે ભગવાન શિવજી પર દૂધનો અભિષેક કરવો વધુ લાભદાયી રહે.

     

    વૃષભ : આ રાશિના જાતક ભગવાન શિવજી પર બીલીપત્ર ચઢાવી વધુ શુભ ફળ મેળવી શકે.

     

    મિથુન : ૐ નમ: શિવાય મંત્ર જપ કરતાં કરતાં અષ્ટગંધથી ભગવાન શિવજીની પૂજા કરવી.

     

    કર્ક : ગંગા જળ પાણીમાં મિશ્ર કરી ભગવાન શિવજી અને ગણપતીજીની પૂજા કરવી વધુ લાભદાયી રહે.

     

    સિંહ : પંચામૃતથી ભગવાન શિવની પૂજા કરી વધુ શુભ ફળ પ્રાપ્ત કરી શકશો.

     

    કન્યા : પાણી અને દૂધનું મિશ્રણ કરી ભગવાન શિવ પર ચઢાવું વિશેષ લાભદાયી રહે.

     

    તુલા : દૂધમાં મધ મેળવી ભગવાન શિવજી પર અભિષેક કરવો.

     

    વૃશ્ચિક : લાલ ફૂલ દ્વારા પૂજન કરી વધુ શક્તિ મેળવી શકશો. આત્મવિશ્વાસ વધશે.

     

    ધન : પીળા ફૂલ અષ્ટગંધ દ્વારા ભગવાન શિવજીની પૂજા કરી નિર્ણય શક્તિ વધારી શકશો.

     

    કુંભ : શમી પત્ર અને વિવિધ પ્રકારના ફળ અર્પણ કરી પૂજા કરી વિશેષ શુભ ફળ પ્રાપ્ત કરી શકશો.

     

    મીન : શેરડીના રસથી ભગવાન શિવજી પર અભિષેક કરી પારિવારિક જીવનમાં વધુ મધુરતા વધારી શકશો.

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending