• Astrological Measures, Goddess Durga, Durga Mantra, Negative Energy

મા દુર્ગા સામે બેસીને કરો મંત્રના જાપ, મનમાં ગમે તેવો ડર હોય થઈ જશે દૂર / મા દુર્ગા સામે બેસીને કરો મંત્રના જાપ, મનમાં ગમે તેવો ડર હોય થઈ જશે દૂર

Astrological Measures, Goddess Durga, Durga Mantra, Negative Energy

Divyabhaskar.com

Jul 12, 2018, 08:29 PM IST

ધર્મ ડેસ્કઃ કેટલાક ઘરમાં નેગેટિવ એનર્જી હોવાના કારણે ત્યાં રહેતા લોકો પર પણ તેની ખરાબ અસર પડવા લાગે છે. કેટલાક લોકો પર તેની અસર થવાથી તે વિચિત્ર વ્યવહાર કરવા લાગે છે. તેના કારણે તે ઘરમાં રહેતા દરેક સભ્યના મનમાં ડર બેસી જાય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા મુજબ માત્ર 1 મંત્ર બોલીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. તેનાથી નેગેટિવ એનર્જી તે ઘરથી જતી રહે છે અને તેનાથી પ્રભાવિત વ્યક્તિ પણ ઠીક થઈ જાય છે. આ મંત્ર નીચે લખેલો છે.

यस्या: प्रभावमतुलं भगवाननन्तो
ब्रह्मा हरश्च न हि वक्तुमलं बलं च।
सा चण्डिकाखिलजगत्परिपालनाय
नाशाय चाशुभभयस्य मतिं करोतु।।

આ વિધિથી કરો મંત્ર જાપ


- રોજ સવારે વહેલા ઊઠીને સ્નાન વગેરે કર્યા પછી સાફ કપડાં પહેરો.
- તેના પછી માતા-પિતા, ગુરૂ અને કુળદેવતાનું સ્મરણ કરી કુશના આસન પર બેસી જાઓ.
- સામે મા દુર્ગાની તસવીર સ્થાપિત કરો. શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. આ દીવો મંત્ર જાપ ચાલતા હોય ત્યાં સુધી અખંડ રહેવો જોઈએ.
- રૂદ્રાક્ષની માળાથી ઓછામાં ઓછા 108 વખત આ મંત્રના જાપ કરો.
- રોજ આ મંત્રના જાપ કરવાથી તમારી સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે.

આ પણ વાંચોઃ- Julyના Lucky+Unlucky દિવસ, જાણો કઈ રાશિના જાતકોએ રહેવું સાવચેત

X
Astrological Measures, Goddess Durga, Durga Mantra, Negative Energy
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી