Divya Bhaskar

Home » Jyotish » Rashi Aur Niddan » મંત્ર જાપ કરતી વખતે ન કરતા આ 7 ભૂલો । Mantra Chant, Mantra Chant Rules, Mantras Jap Mistakes

મંત્ર જાપ કરતી વખતે ન કરતા આ 7 ભૂલો, ક્યારેય નહીં મળે સંપૂર્ણ ફળ

Divyabhaskar.com | Updated - Jun 12, 2018, 06:46 PM

હિન્દુ ધર્મમાં કરવામાં આવતી પૂજામાં મંત્રોનું ખાસ મહત્વ હોય છે. ધર્મગ્રંથો મુજબ મંત્રો ખૂબ અસરકારક હોય છે.

  • મંત્ર જાપ કરતી વખતે ન કરતા આ 7 ભૂલો । Mantra Chant, Mantra Chant Rules, Mantras Jap Mistakes

    ધર્મ ડેસ્કઃ હિન્દુ ધર્મમાં કરવામાં આવતી પૂજામાં મંત્રોનું ખાસ મહત્વ હોય છે. ધર્મગ્રંથો મુજબ મંત્રો ખૂબ અસરકારક હોય છે. તેની અસરથી ગ્રહોની વિપરીત દશાનો પ્રભાવ દૂર કરી સુખ, શાંતિ અને સફળતા મેળવી શકાય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. પ્રફુલ્લ ભટ્ટ મુજબ, મંત્ર જાપ કરતી વખતે આપણે કેટલીક ભૂલો પણ કરીએ છીએ, જેના કારણે મંત્ર જાપનું સંપૂર્ણ ફળ નથી મળતું. આજે અમે તમને કેટલીક એવી જ ભૂલો વિશે જણાવી રહ્યા છીએ, જે આ મુજબ છે.

    - વૈદિક મંત્રોના જાપ સવારે અથવા સાંજના સમયે કરવા જોઈએ. તંત્ર સાથે જોડાયેલા મંત્રના જાપ રાતના સમયે કરી શકાય છે.

    - મંત્ર જાપનો એક જ સમય રાખો. વારંવાર બદલો નહીં. આવું કરવાથી મંત્ર જાપનું સંપૂર્ણ ફળ નથી મળી શકતું.

    - એક વખત મંત્ર જાપ શરૂ કર્યા પછી વારંવાર સ્થાન ન બદલો. મંત્ર જાપ માટે એક સ્થાન નક્કી કરી લો.

    - મંત્ર જાપ શરૂ કરતા પહેલા કોઈ વિદ્વાન પાસે માળા વિશે ચોક્કસ માહિતી મેળવી લો. ખોટી માળાનો ઉપયોગ કરવાથી મંત્ર જાપનું સંપૂર્ણ ફળ નથી મળી શકતું.

    - મંત્ર જાપ માટે કાચી જમીન, લાકડાની ચોકી, સૂતરાઉ આસન અથવા ચટાઈના આસન પર બેસવું ઉત્તમ રહે છે. સિન્થેટિક આસન પર બેસીને મંત્ર જાપ ન કરો.

    - મંત્ર જાપ કરતી વખતે માળા બીજાને ન બતાવો. તેમજ માથાને પણ કપડાંથી ઢાંકીને જાપ કરવા જોઈએ.

    - માળા ફેરવવા માટે અંગૂઠા અને મધ્યમા આંગળીનો ઉપયોગ કરો.

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending