Home » Jyotish » Rashi Aur Niddan » ગુરુ માર્ગી થવાથી તમારી રાશિ ઉપર શું અસર પડશે Jupiter becomes Progressive On. July 10, 2018 know effect on life

ગુરુ વક્રીથી થયો માર્ગી, મેષ, મિથુન, કુંભ અને તુલા રાશિ પર થશે સૌથી વધુ અસર

Divyabhaskar.com | Updated - Jul 11, 2018, 12:44 PM

બુધવાર 11 જુલાઈ 2018થી ગુરુ તુલા રાશિમાં ચાલ બદલી માર્ગી થઈ ગયો છે અને 11 ઓક્ટોબર સુધી એવું રહેશે

 • ગુરુ માર્ગી થવાથી તમારી રાશિ ઉપર શું અસર પડશે Jupiter becomes Progressive On. July 10, 2018 know effect on life

  ધર્મ ડેસ્ક, અમદાવાદઃ 11 જુલાઈ 2018થી ગુરુ તુલા રાશિમાં ચાલ બદલીને વક્રીથી માર્ગી થઈ ગયો છે અને તે 11 ઓક્ટોબર સુધી આ સ્થિતિમાં જ રહેશે. માર્ગી અર્થાત્ હવે ગુરુ ગ્રહ સીધી ચાલ ચાલશે. આ સમયે ગુરુની દ્રષ્ટિ મેષ, મિથુન અને કુંભ પર પડી રહી છે અને તુલામાં તે સ્થિત છે. આથી આ ચાર રાશિઓ પર ગુરુની સૌથી વધુ અસર રહેશે. તો ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના બતાવ્યા પ્રમાણે જાણો ગુરુની ચાલ બદલવાથી બધી 12 રાશિઓ પર કેવી અસર થશે. આ ચંદ્રરાશિના આધારે રાશિફળ રજૂ કર્યું છે.

  મેષ-


  -ગુરુની પૂર્ણ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ રહી છે. ગુરુ સાતમા ભાવમાં હોવાથી લાભમાં વધારો કરશે અને સન્માનમાં વધારો થશે.

  -કામમાં તેજી આવશે. અટવાયેલું ધન પ્રાપ્ત થશે. નવા સંપર્ક બનશે. સમસ્યાઓનું નિદાન થશે.


  વૃષભ-

  -છઠ્ઠો ગુરુ સામાન્ય રહેશે. ગુરુને લીધે કોઈ લાભ કે નુકસાન થવાના યોગ નથી.

  -રોગોમાં થોડો આરામ થશે અને વિરોધ કરનારાઓ વધશે, પરંતુ તમારું કશું બગાડી નહીં શકે. મામા પક્ષમાં લાભ વધશે. કામમાં તેજી આવશે.

  મિથુન-

  પાંચમો ગુરુ માર્ગી થવાથી નોકરીમાં આવતી પરેશાનીઓ સમાપ્ત થશે. સંતાનથી સુખ પ્રાપ્ત થાય.

  -બેરોજગારોને રોજગારી પ્રાપ્ત થશે. ભાગ્યનો સાથ મળશે અને આવકમાં વધારો થશે. મન પ્રસન્ન રહેશે.


  કર્ક-


  ચોથા સ્થાને ગુરુ માતા અને સંતાન સુખમાં વધારો કરશે. આવક ઓછી, પરંતુ કામ વધુ થશે.

  -અજ્ઞાત ભય ચાલતો રહે. પરેશાનીભર્યો સમય છે. પોતાના પર ભરોસો રાખવો પડશે.


  સિંહ-


  -ત્રીજા ભાવમાં ગુરુ ભાઈઓનો સહયોગ અપાવશે અને પરાક્રમ શ્રેષ્ઠ રહેશે. જીવનસાથી અનુકૂળ રહેશે. લગ્ન યોગ્ય લોકોને લગ્ન પ્રસ્તાવ મળશે.

  -ભાગ્યનો સાથ રહેશે. કોઈ મોટી સફળતા મળી શકે છે. આવક પણ વધશે અને નોકરી કરનારઓનો પગાર વધારો થશે.


  કન્યા-


  બીજા ભાવે ગુરુ જમીન, મકાન અને લાભ અપાવનારો રહેશે. ભય અને ચિંતા રહેશે અને કામ વધુ રહેશે.

  -આવકના મામલે નબળો સમય રહે. બીનજરૂરી મહેનતના કામ કરવા પડી શકે. સાસરી પક્ષેથી લાભ થાય.

  તુલા-


  ગુરુનું ગોચર પ્રસન્નતા પ્રદાન કરનારું રહેશે. પત્નીથી સુખ પ્રાપ્ત થાય અને પ્રેમમાં સફળતા મળશે.

  -ભાગ્ય અનુકૂળ રહેશે. ઓછા કામમાં વધુ લાભની સ્થિતિ રહેશે. સમય સારો રહેશે.

  વૃશ્ચિક-


  -બારમા ભાવમાં ગુરુ વ્યય વધારી શકે છે. સંપર્કોનો લાભ નહીં મળી શકે. દેવાથી પરેશાની વધી શકે છે.

  -વિરોધી સક્રિયા રહેશે અને બીમારી થવાના પણ યોગ બની રહ્યા છે. મન સ્થિર નહીં રહી શકે.

  ધન-


  -અગિયારમાં ભાવે ગુરુ આવકમાં વધારો કરશે અને સંતાન સુખ પ્રાપ્ત થાય. નવા કામ મળશે.

  -ભાઈઓનો સહયોગ પ્રાપ્ત થશે. શુભ સમાચાર મળશે. યાત્રાના યોગ છે.

  મકર-


  -દસમો ગુરુ કામ વધારશે. માતાથી સુખ પ્રાપ્ત થાય.

  -વિદેશ જવાની ઈચ્છા હોય તો પૂરી થઈ શકે. સાથીઓનો સહયોગથી કામ પૂરાં થશે.

  કુંભ-


  -નવમો ગુરુ અને ગુરુની દ્રષ્ટિથી ભાગ્ય અનુકૂળ રહેશે. કોઈ મોટું કામ થઈ શકે છે.

  -વર્તમાન સમયમાં ખુશીઓ જળવાઈ રહેશે. પરિવારથી સહયોગ મળશે. યાત્રા સુખદ રહેશે અને સંતાનથી ખુશી પ્રાપ્ત થાય.


  મીન-

  આઠમા ગુરુને કારણે તણાવ રહેશે. ભય અને ચિંતાનું વાતાવરણ રહેશે. ખર્ચ વધુ રહેશે.

  -જીવનમાં ગુંચવણો વધશે. જમીનથી લાભ રહેશે. માતા-પિતા સાથે અનુકૂળતા રહેશે.

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending