Home » Jyotish » Rashi Aur Niddan » How To Pray To Lord Ganeshji And Chamunda Maa

કળિયુગમાં જલ્દી સફળતા અપાવે છે મા ચામુંડા અને ગણેશની પૂજા, પૂર્ણ થઈ શકે છે બધી મનોકામના

Divyabhaskar.com | Updated - Jul 14, 2018, 08:00 AM

જો નિયમિતપણે રોજ પૂજા-પાઠ કરવામાં આવે તો ભગવાનની કૃપાથી મોટામાં મોટી પરેશાનીઓ પણ દૂર થઈ શકે છે.

  • How To Pray To Lord Ganeshji And Chamunda Maa

    ધર્મ ડેસ્કઃ જો નિયમિતપણે રોજ પૂજા-પાઠ કરવામાં આવે તો ભગવાનની કૃપાથી મોટામાં મોટી પરેશાનીઓ પણ દૂર થઈ શકે છે. કોઈ વ્યક્તિની કુંડળીમાં ગ્રહદોષ હોય તો ઘર-પરિવાર અને નોકરીમાં અનેક બાધાઓનો સામનો કરવો પડે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા મુજબ કળિયુગમાં સૌથી જલ્દી પ્રસન્ન થતા દેવી-દેવતાઓ છે દેવી ચામુંડા અને ભગવાન શ્રીગણેશ. આ બંનેની પૂજા રોજ કરનાર વ્યક્તિને દરેક કામમાં જલ્દી સફળતા મળે છે અને ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. જાણો આ બંને દેવી-દેવતાઓને પ્રસન્ન કરવાના એક-એક ઉપાય.

    પં. શર્મા મુજબ શાસ્ત્રોમાં લખેલું છે कलौ चंडी विनायकौ એટલે કે કળિયુગમાં શ્રીગણેશ અને માતા દુર્ગા એટલે કે માતા ચામુંડા જલ્દી સિદ્ધિ પ્રદાન કરે છે. તેમની પૂજાથી બધાની ઈચ્છાઓ પૂરી થઈ શકે છે અને ભક્તોને શુભ ફળ મળે છે એટલે શ્રીગણેશ અને માતા દુર્ગાની પૂજા રોજ કરવી જોઈએ.

    મા ચામુંડાના ઉપાય


    - દેવી માતાના નવાર્ણ મંત્રના 11 હજાર જાર દરરોજ કરવા જોઈએ. મંત્ર જાપ પછી 2 કન્યાઓને ભોજન કરાવો.
    - તેનાથી કામમાં આવતા વિઘ્નો દૂર થઈ શકે છે. જો તમે 11 હજાર જાપ નથી કરી શકતા તો ઓછામાં ઓછા 1008 વખત મંત્રના જાપ કરો.

    નવાર્ણ મંત્રઃ- ऊं ऐं क्लीं चामुंडायै विच्चे।

    શ્રીગણેશના ઉપાય


    - ગણપતિના ષડવિનાયકોના નામ લો. સાથે જ, ગણેશની સામે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. પૂજા કરીને 21 દૂર્વા દરરોજ ગણેશજીને અર્પિત કરો.
    -ષડવિનાયકોના નામઃ- ऊँ मोदाय नम:, ऊँ प्रमोदाय नम:, ऊँ सुमुखाय नम:, ऊँ दुर्मखाय नम:, ऊँ अविध्यनाय नम: ऊँ विघ्नकरत्ते नम:
    - ષડવિનાયકોના નામના પાઠ દરરોજ 108 વખત કરો. તેના પછી દર આઠમા દિવસે 8 બ્રાહ્મણોને ભોજન કરાવો.

    આ પણ વાંચોઃ- Julyના Lucky+Unlucky દિવસ, જાણો કઈ રાશિના જાતકોએ રહેવું સાવચેત

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending

વીડિયો વધુ જુઓ