Home » Jyotish » Rashi Aur Niddan » Maha Mrityunjaya Mantra Meaning and Benefits

રોજ કરો મહામૃત્યુંજય મંત્ર, સંતાન સુખ અને ધન-સંપત્તિ સાથે જોડાયેલી બાધાઓ થવા લાગશે ખતમ

Divyabhaskar.com | Updated - Jul 19, 2018, 04:08 PM

જે વ્યક્તિને લાંબી ઉંમર મેળવવાની ઈચ્છા હોય તો તેણે નિયમિતપણે મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા જોઈએ.

  • Maha Mrityunjaya Mantra Meaning and Benefits

    ધર્મ ડેસ્કઃ શિવ પુરાણ મુજબ જો કોઈ વ્યક્તિ શ્રદ્ધા-ભક્તિ સાથે શિવપૂજા અથવા શિવ મંત્રના જાપ કરે છે તો તેમની દરેક સમસ્યા દૂર થઈ શકે છે. શિવજીની કૃપાથી સંતાન સુખ મળી શકે છે અને રૂપિયા સાથે જોડાયેલી સમસ્યાઓ ખતમ થઈ શકે છે. શિવજીના સૌથી પ્રભાવશાળી મંત્રોમાંથી એક છે મહામૃત્યુંજય મંત્ર. આ મંત્રના જાપ કરવાથી બધી જ સમસ્યાઓ ખતમ થઈ જાય છે. રોજ સવારે ઊઠતા જ સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં રૂદ્રાક્ષની માળાથી આ મંત્રના 108 જાપ કરવા જોઈએ. તેનાથી કોઈ પણ વ્યક્તિની કિસ્મત ચમકી શકે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા મુજબ જાણો મહામૃત્યુંજય મંત્ર સાથે જોડાયેલી ખાસ વાતો.

    મહામૃત્યુંજય મંત્ર
    :ऊँ त्रयम्बकं यजामहे, सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनान् मृत्योर्मोक्षिय मामृतात्।

    મહામૃત્યુંજયના જાપથી દૂર થાય છે દોષ

    - મહામૃત્યુંજય મંત્રના જાપ કરવાથી માંગળિક દોષ, નાડી દોષ, કાલસર્પ દોષ, ખરાબ નજર દોષ, રોગ, ખરાબ સપના, લગ્નજીવનની સમસ્યાઓ, સંતાન બાધા જેવા અનેક દોષ દૂર થઈ શકે છે.

    મળે છે દીર્ઘાયુ
    જે વ્યક્તિને લાંબી ઉંમર મેળવવાની ઈચ્છા હોય તો તેણે નિયમિતપણે મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા જોઈએ. ભગવાન શિવ મૃત્યુના દેવતા છે. એવું કહેવાય છે કે આ મંત્ર ભગવાન શિવને ખૂબ પ્રિય છે, તેના જાપ કરનારને લાંબી ઉંમર મળે છે.

    આરોગ્ય પ્રાપ્તિ
    આ મંત્ર બીમારીઓથી પણ રક્ષા કરે છે. શરીર સ્વસ્થ રહે છે અને સ્કિનનો ગ્લો વધે છે.

    ધન-સંપ્તિની પ્રાપ્તિ
    જે વ્યક્તિ ધન-સંપત્તિ મેળવવાની ઈચ્છા રાખે છે તેણે મહામૃત્યુંજય મંત્રના જાપ જરૂર કરવા જોઈએ. આ મંત્રના જાપથી ભગવાન શિવ પ્રસન્ન રહે છે.

    માન-સન્માનની પ્રાપ્તિ
    આ મંત્રના જાપથી ભક્તને સમાજમાં માન-સન્માનની પ્રાપ્તિ થાય છે.

    સંતાન પ્રાપ્તિ
    મહામૃત્યુંજય મંત્રના જાપ કરવાથી ભગવાન શિવની કૃપા કાયમ બની રહે છે અને દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ મંત્રના રોજ જાપ કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થઈ શકે છે.

    આ પણ વાંચોઃ- દેવું વધવાથી ચિંતિત છો તો કરો ગણપતિ સ્ત્રોતના પાઠ, દૂર થઈ શકે છે પરેશાનીઓ

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending