Home » Jyotish » Rashi Aur Niddan » 12 જૂનનું રાશિભવિષ્ય, જાણો કેવો રહેશે મંગળવાર | 12 June 2018 Free Daily Horoscope In Gujarati

રાશિફળઃ મંગળવારે 2 શુભ યોગ, વધી શકે છે 8 રાશિની આવક

Divyabhaskar.com | Updated - Jun 11, 2018, 07:32 PM

મંગળવારે સુકર્મ અને ધૃતિ યોગને લીધે અનેક રાશિઓને થશે મોટો લાભ

 • 12 જૂનનું રાશિભવિષ્ય, જાણો કેવો રહેશે મંગળવાર | 12 June 2018 Free Daily Horoscope In Gujarati
  +12બીજી સ્લાઈડ્સ જુઓ

  ધર્મ ડેસ્ક, અમદાવાદઃ મંગળવારે સુકર્મ અને ધૃતિ યોગ આખો દિવસ રહેશે. આ 2 શુભ યોગોને લીધે 8 રાશિઓની આવક અને સેવિંગ વધી શકે છે. મેષ, વૃષભ, કર્ક, સિંહ, કન્યા, વૃશ્ચિક, મકર અને મીન રાશિવાળા લોકોને જોબ અને બિઝનેસમાં પ્રગતિદાયક તકો મળસે. તો મિથુન, તુલા, ધન અને કુંભ રાશિવાળા લોકોને દિવસભર સંભાળીને રહેવું પડશે.

  આગળની સ્લાઈડ્સમાં વાંચો 12 રાશિનું ભવિષ્ય...

 • 12 જૂનનું રાશિભવિષ્ય, જાણો કેવો રહેશે મંગળવાર | 12 June 2018 Free Daily Horoscope In Gujarati
  +11બીજી સ્લાઈડ્સ જુઓ

  મેષઃ


  પોઝિટિવ-આજે કઠિન અને મુશ્કેલ સોદાઓ તમારી ફેવરમાં આવી શકે. નોકરી બદલવાનો મૂડ છે, તો ઉન્નતિ પણ થઈ શકે. આવક વધી શકે. દિનચર્યામાં પરિવર્તન થવાથી આરામ મળે કે કુશી પણ થાય. કોઈ પ્રકારે નવા અનુભવ આજે તમને થાય. રૂપિયાના મામલાઓમાં બીજા તમને મદદરૂપ થાય. દેવું લેવું કે આપવું તમારા માટે આસાન રહે. સંતાન સહયોગ મળે અને સફળતાના સમાચાર પણ મળી શકે. બિઝનેસમાં પરિવર્તનના યોગ છે. 
  નેગેટિવ-દિવસ મહેનતભર્યો રહે. કામકાજમાં બિઝી રહેશો. કોઈ પ્રકારે કોઈ પડકાર તમારી સામે આવી સકે.થાક લાગી શકે. આજે તમે કોઈ નવું કામ ન કરો તો સારું રહે. આજે ખર્ચાઓ પણ વધુ થઈ શકે. પોતાના મિત્રોની સાથે ટકરાવને લઈને સાવધાન રહો. 
  શું કરવું અને શું નહીં- કોઈ પણ મંદિરમાં પીળી મીઠાઈ ચઢાવો. 
  લવઃ- આજે તમારી ભાવનાઓમાં ઊંડાણ જોવા મળે. દામપત્ય જીવનમાં નવી ખુશીઓ મળી શકે. ક્યાંક ફરવા પણ જઈ શકો.
  કરિયર- બિઝનેસ માટે યાત્રા થાય. વેપારમાં વધારો થાય.
  હેલ્થ- માનસિક તણાવ રહે. પેટદર્દ પણ રહેશે.

 • 12 જૂનનું રાશિભવિષ્ય, જાણો કેવો રહેશે મંગળવાર | 12 June 2018 Free Daily Horoscope In Gujarati
  +10બીજી સ્લાઈડ્સ જુઓ

  વૃષભ-


  પોઝિટિવઃ-આજે અલગ કે નવું કરવાની ઈચ્છા તમારા મનમાં રહેશે. આજે તમારા કામ પૂરાં થતા જશે. તમને તમારા પ્રેમીથી સહયોગ મળે. રોજિંદા કામ પૂરાં થાય. કોઈ મિત્ર કે કે પ્રેમીને લઈને સમસ્યા ચાલતી હોય તો તેનું સમાધાન મળે. તમારા વિચારો અને વ્યવહાર સકારાત્મક રાખશો તો પરિણામ તમારી માટે સકારાત્મક રહેશે. કરિયરની અડચણો દૂર થશે. 
  નેગેટિવઃ- કોઈ વાતે અજાણ્યો ડર તમને પરેશાન કરી શકે. અલગ-અલગ પ્રકારની વાતો અને ચિંતાઓ મગજમાં આવે, ઘર અને ઓફિસમાં ભાગદોડ, ખર્ચા અને અસંતોષની સ્થિતિ રહે. વધુ જીદ ન કરવી. સ્વાસ્થ્ય નબળું રહે. આળશ રહે. વાહન સાવધાનીથી ચલાવો. પાર્ટનરને પરેશાન ન કરો. 
  શું કરવું અને શું નહીં- કોઈ પણ મંદિરમાં ગળી પૂરીનો ભોગ લગાવો. 
  લવ-મનમુટાવ દૂર થાય. પાર્ટનર માટે દિવસ શુભ રહે.
  કરિયર. નોકરીયા લોકો અને બિઝનેસવાળાને આજે સાવધ રહેવું.
  હેલ્થઃ- આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. જૂના રોગ દૂર થાય.

 • 12 જૂનનું રાશિભવિષ્ય, જાણો કેવો રહેશે મંગળવાર | 12 June 2018 Free Daily Horoscope In Gujarati
  +9બીજી સ્લાઈડ્સ જુઓ

  મિથુન-


  પોઝિટિવઃ-આજે પૂરી તન્મયતા અને મહેનતથી કામ કરશો. સફળતા તમારી મહેતન કરતા ઓછી મળે. કોઈ નજીકના મિત્ર કે પ્રેમી કે જીવનસાથી સાથે કોઈ નવી વાત કે વસ્તુ શીખશો. આજે કોઈ કામ કે કામની વાત તમને જાણ થાય. કોઈ પ્રકારે કોઈ વિવાદ હોય તો આજે વાતચીતથી તેનું સમાધાન મળી જશે. બીજાની વાત સાંભલો પણ આજે ધૈર્ય રાખવો પડે.નવું કામ શરૂ કરી શકો. 
  નેગેટિવઃ-કોઈ ટેન્શન આવી શકે છે. દિવસ થોડી પરેશાનીમાં વિતે. કોઈ જૂના કલેશ આજે પણ થાય. નકામો ખર્ચો થાય. કરિયરમાં અડચણો આવી શકે. આજે તમારી મહેનત એટલી કારગર નહીં સાબિત થાય. કામમાં અડચણો રહે. સુખ નહીં મળે. આળસ પરેશાન કરશે 
  શું કરવું અને શું નહીં- કોઈ મંદિરમાં કપૂરનું દાન આપો. 
  લવઃ- લવ પાર્ટનર માટે આજનો દિવસ મહત્વપૂર્ણ રહેશે, પરંતુ સંબંધ સુધાવાની ચિંતા તમને પોતે જ કરવી પડે.
  કરિયરઃ- બિઝનેસમાં ફાયદો મળી શકે. નોકરીમાં થોડો તણાવ પણ રહી શકે. ભણવામાં મન ન લાગે.
  હેલ્થઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. પેટના રોગ થઈ શકે.

   

 • 12 જૂનનું રાશિભવિષ્ય, જાણો કેવો રહેશે મંગળવાર | 12 June 2018 Free Daily Horoscope In Gujarati
  +8બીજી સ્લાઈડ્સ જુઓ

  કર્ક-


  પોઝિટિવઃ- આજે કામ પૂરાં થશે અને તેની સફળતાનો શ્રેય પણ તમને મળશે. મહેનત વધુ રહેશે. તેનું સકારાત્મક પરિણામ આજે તમને મળી શકે. યોજનાઓ પૂરી થાય. આજે તમે કોઈ ખાસ પરિસ્થિતિને સંભાળવામાં પૂરી રીતે સફળ થશો. જૂની મહેનત આજે રંગ લાવે. આજે તમારી સાથેના લોકો તમારાથી પ્રભાવિત થાય. 
  નેગેટિવઃ-કોઈ જૂના મામલાઓમાં તમને ક્યાંકને ક્યાંક કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે. મહેનત થોડી વધુ કરવી પડે. તમે કોઈ દગાના શિકાર થઈ શકે. સાવધાન રહેવું. સ્વાસ્થ્ય નરમ રહે. તમે એ સ્થાન ઉપર રૂપિયા ન લગાવો જેની ઉપર ભરોસો ન હોય. મિત્રોની સાથે મળીને બનાવેલી યોજનાઓ ખાડે જાય. ખર્ચાઓ સંભાળીને કરવા. 
  શું કરવું અને શું નહીં- કૃષ્ણ કે વિષ્ણુ ભગવાનને તુલસી પત્ર ચઢાવો. 
  લવઃ- લવ મેટર માટે દિવસ સારો છે. પાર્ટનરનો મૂડ પણ આજે સારો રહે.
  કરિયરઃ- આજે અટવાયેલા કામ પૂરાં થાય. બિઝનેસમાં રોકાયેલા રૂપિયા પાછા મળે.
  હેલ્થઃ- ઘુંટણો અને સાધાઓના દુઃખાવાથી રાહત મળી શકે.

   

 • 12 જૂનનું રાશિભવિષ્ય, જાણો કેવો રહેશે મંગળવાર | 12 June 2018 Free Daily Horoscope In Gujarati
  +7બીજી સ્લાઈડ્સ જુઓ

  સિંહ-


  પોઝિટિવઃ-પોતાના કામકાજને વ્યવસ્થિત કરવા ઉપર ધ્યાન આપો. કોઈની મદદ કરવી પડે. જીવનના કોઈપણ ક્ષેત્રમાં સારી પ્રગતિ કરવામાં સફળ થશો. આજે જે પણ કામ કરો તેને પૂરી રીતે ગુપ્ત રાખો. કામ પૂરાં મનથી કરો. પરિવાર અને રૂપિયાના મામલામાં બિઝી રહેશો. મકાન, જમીન, પ્લોટ ખરીદવાનું મન થાય. ધન લાભ થી શકે. 
  નેગેટિવઃ-દિવસભર કોઈને કોઈ પરેશાનીઓ ચાલતી રહે. ચિંતા અને તણાવ રહે. કોઈ નવું કામ શરૂ ન કરો તો સારું રહે. રૂપિયાની ચિંતા પણ રહે. થોડી પરેશાનીઓ વાળો દિવસ છે. આત્મવિશ્વાસ પણ આજે ઓછો રહે. અજાણ્યો ડર લાગે. 
  શું કરવું અને શું નહીં- શિવજીને ગંગાજળ ચઢાવો. 
  લવ-લવલાઈફ માટે દિવસ સારો છે.
  કરિયર-નોકરીયાત લોકોને કોઈપણ પ્રકારના તણાવથી બચવું.
  હેલ્થ- ચોટ લાગી શકે. વાહનથી સંભાળવું.

   

 • 12 જૂનનું રાશિભવિષ્ય, જાણો કેવો રહેશે મંગળવાર | 12 June 2018 Free Daily Horoscope In Gujarati
  +6બીજી સ્લાઈડ્સ જુઓ

  કન્યા-


  પોઝિટિવઃ-આખું ધ્યાન અંગત જીવન ઉપર, માતા-પિતા અને સાસરીપક્ષ ઉપર રહે. કોઈ એક વ્યક્તિ સાથે ચાલતી સમસ્યાનું સમાધાન આજે મળે. વધુ સક્રિય બનીને તમે કોઈ નવા કામ પૂરાં કરી લેશો. આગળની રૂપરેખા પણ બનાવાવનું શરૂ કરી શકો. એવા મહત્વપૂર્ણ કામની યોજનાઓ બનાવો જે તમારા કામ સાથે જોડેયેલ છે. અચાનક યાત્રાના યોગ બની શકે. નવો બિઝનેસ કોન્ટક બને. પોતાનું પ્લાનિંગ બચાવીને રાખો, તો સારું રહે.
   
  નેગેટિવઃ- આસપાસના લોકો સાથે તમારો સમય વિતે. પોતાના કામ કરાવી શકે.મનમાં ઊતાર-ચઢાવ ચાલતા રહે. કોઈ ખાસ વ્યક્તિને લીધે થોડી ગુંચવણ લાગે. કોઈ મામલાઓ ઉપર જીવનસાથીની સાથે અણબનાવ પણ થઈ શકે. દોસ્તો અને ભાઈઓનો સહયોગ મળી શકે. આ લોકો સાથે જોડાયેલા કામ આજે શરૂ ન કરો તો સારું. 
  શું કરવું અને શું નહીં- કોઈ પણ મંદિરના શિખરના દર્શન કરો. 
  લવઃ- અવિવાહિત લોકોને લગ્નની ઓફર મળી શકે.
  કરિયર- નવા કારોબારની રૂપરેખા બની શકે. બિઝનેસમાં નવી યોજનાઓ પણ સામે આવે.
  હેલ્થ- સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો. કમરદર્દની ફરિયાદ રહે.

   

 • 12 જૂનનું રાશિભવિષ્ય, જાણો કેવો રહેશે મંગળવાર | 12 June 2018 Free Daily Horoscope In Gujarati
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  તુલા-


  પોઝિટિવ- કેટલાક કામમાં તમારો આત્મવિશ્વાસ વધી શકે છે. મન પ્રસન્ન રહે. પરિવારમાં કેટલીક સારી પરિસ્થિતિઓ બની શકે છે. કેટલીક જૂની સમસ્યાઓ આજે ઉકેલાય. કોઈ કઠિનાઈ આવે તો શાંતિથી કામ લો. કામકાજની યોજના ગુપ્ત રાખો તો સફળ થશો. કરેલા કામનું પરિણામ તમારી ફેવરમાં આવે. બીજા લોકોને તેની ક્રેડિટ ન મળે. અધિકારી કે નીચલા વર્ગના કર્મચારીઓ તમારી વાત માનશે.
  નેગેટિવ- 
  સંબંધો અને સુવિધાઓને લઈને મનમાં શંકા રહે. કેટલાક દોસ્તો અને તમારા સાથી તમારા કામકાજમાં દખલ કરી શકે. મદદ કરવાનો પ્રયાસ કરશો તો તેઓ તમારું કામ બગાડી પણ શકે. તમે જે પણ કહેશો કે કરશો તેમાં કોઈને કોઈની સાથે બહેસ કે વિવાદ થઈ શકે. શાંત રહો. 
  શું કરવું અને શું નહીં- શિવજીને ધતુરો કે બિલીપત્ર ચઢાવો. 
  લવ- પાર્ટનરની વાતોને દિલથી ન લગાવો. લવ લાઈફ સામાન્ય રહે.
  કરિયર- રૂપિયા સાથે જોડાયેલા મામલાઓમાં સમજી વિચારીને નિર્ણય લો,
  હેલ્થ-લાંબી યાત્રાએ જવાથી બચવું. સ્વાસ્થ્ય બગડી શકે.

 • 12 જૂનનું રાશિભવિષ્ય, જાણો કેવો રહેશે મંગળવાર | 12 June 2018 Free Daily Horoscope In Gujarati
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  વૃશ્ચિક-


  પોઝિટિવઃ-જીવનના અનેક ક્ષેત્રમાં આજે સુધારો થઈ જશે. આજે તમારી સામે અનેક કામ રહેશે. તેનું પરિણામ તમારી ફેવરમાં આવશે. મિત્રો અને પ્રેમીઓની સાથે આજે તમારું સારું બને. કેટલાક લોકોની સાથે ઘણી કામની વાતચીત થાય. કેટલાક લોકોને આજે નવા આઇડિયા મળી શકે. આજે તમે કોઈ પણ વિવાદ કે તકરારથી દૂર રહો. આજે ધાર્ય જ તમારો પ્લસ પોઈન્ટ છે. મન મારીને કામ કરવાનું તમારી માટે સારું રહે. નવી વાત શીખશો.
  નેગેટિવ-કોઈ મોટું કામ, જેને તમે એકવાર અસફળ થયા છે, જે આજે ન કરો. આજે નવો બિઝનેસના મોટા સોદા થવાના હોય તો ટાળી દો. મોટી માત્રામાં રૂપિયા ખર્ચ થઈ શકે.કિસ્મતનો સાથ ન મળવાથી તમે પરેશાન થઈ શકો. થોડી ભારેપણું લાગે. અંગત જીવનમાં પરેશાનીઓ રહે.
  શું કરવું અને શું નહીં-કોઈ મંદિરમાં અત્તર ચઢાવો. 
  લવઃ- જૂના પ્રેમી સાથે મુલાકાત થઈ શકે. પાર્ટનર ઉપર ખર્ચાઓ વધી શકે. પાર્ટનર સાથે સંબંધ સમાન્ય રહે.
  કરિયરઃ-દિવસની શરૂઆત સામાન્ય રહે. કિસ્મત ઉપર ભરોસો કરો. પાર્ટનરશીપ થઈ શકે. વિદ્યાર્તીઓને અભ્યાસમાં મન ન લાગે.
  હેલ્થ- સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો. આળસ અને થાક પણ રહેશે.

   

 • 12 જૂનનું રાશિભવિષ્ય, જાણો કેવો રહેશે મંગળવાર | 12 June 2018 Free Daily Horoscope In Gujarati
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  ધન-


  પોઝિટિવ-આજે તમે એ કામ પૂરું કરી શકો જે ઘણું સાવધાનીથી કરવાનું છે. કોઈ મોટી સમસ્યાનું આજે સમાધાન મળી શકે. ઘણીબધી બાબતે દિવસ સારો છે. દિવસભર ભાગદોડી રહે, પરંતુ તે તમારી ફેવરમાં રહે. આજે તમે જે કામ કરશો તેમાં તમારી પ્રશંશા થાય. તમારી પાસે એવી કોઈ જાણકારી હોઈ શકે છે જેનાથી અનેક લોકો તમારી સાથે વાતચીત કરવા માગે. આજે તમે રૂપિયાના મામલાઓ, ખરીદારી અને સોદાબાજીમાં સફળ થશો. 
  નેગેટિવ-આજે તમે ફાલતુ વિવાદોમાં ગુંચવાઈ શકો. અનેક કામ એવા થાય જે તમારી ઈચ્છાથી ન હોય. કેટલીક અનઅપેક્ષિત ઘટનાઓને લીધે થોડું કનફ્યૂઝન રહે. સાવધાન રહેવું. જોશમાં આવીને કોઈ વધુ ખર્ચો ન કરવો. 
  શું કરવું અને શું નહીં- હનુમાનજીને ગુલાબના ફૂલની માળા ચઢાવો. 
  કરિયર- બિઝનેસમાં લાભ થઈ શકે. જોખમી રોકાણ ન કરવું.
  હેલ્થ- માથાનો દુઃખાવો થઈ શકે. જૂના રોગ તમને પરેશાન કરી શકે.

   

 • 12 જૂનનું રાશિભવિષ્ય, જાણો કેવો રહેશે મંગળવાર | 12 June 2018 Free Daily Horoscope In Gujarati
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  મકર-


  પોઝિટિવ-બધુ જ સારું ચાલતું રહેશે. તમારા મોટાભાગના કામ આસાનીથી પૂરાં થઈ જશે. આજે તમે આત્મિક સુખ અને શાંતિ મહેસૂસ કરી શકો. મિત્રોનો સહયોગ મળે અને મનોરંજનની તકો મળી શકે. સામાજિક જીવનમાં અચાનક જ હલચલ થઈ શકે. અધિકારીઓ કે વડીલોની સાથે ઉપયોગી વિચાર-વિમર્શ કરી શકો. કોઈ નવી રીતે પ્રયાસ કરવાતી અટવાયેલું કામ પુરું થઈ જાય. કામકાજમાં આજે વિધારો થાય. તમારા પરાક્રમ વધી શકે. આવક સારી રહે. 
  નેગેટિવ-આજે તમે કોઈ નવા પ્રકારના મામલાઓમાં ન પડો તો સારું રહે. ભવિષ્યને લઈને થોડી પરેશાની મહેસૂસ થાય. પ્રગતિ ધીમી પણ મક્કમ રહે. દિવસ વ્યસ્તતાથી ભરેલો રહે. 
  શું કરવું અને શું નહીં- કોઈ પણ મંદિરમાં કેળાને ચઢાવો. 
  લવઃ- પ્રેમ સંબંધોમાં ખટાશ આવી શકે, પરંતુ બધુ જ સારું થઈ શકે.
  કરિયર-જૂનિયર કર્મચારીઓ સાથે ઝઘડો થઈ શકે.
  હેલ્થ- માનસિક તણાવ રહે. ભૂખ અને ઊંઘ ઓછી થઈ શકે.

   

 • 12 જૂનનું રાશિભવિષ્ય, જાણો કેવો રહેશે મંગળવાર | 12 June 2018 Free Daily Horoscope In Gujarati
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  કુંભ-


  પોઝિટિવ- માનસિક રીતે આજે તમે સક્રિય રહેશો. દિવસ ખૂબ જ સારો રહે. બધાની નજર તમારી ઉપર રહે. ફાયદાના યોગ છે. કિસ્મતથી ધનલાભ થાય. તમે ખૂબ જ સંવેદનશીલ પણ રહેશો. બીજાની સમસ્યાઓને ગંભીરતાથી સાંભળશો. આત્મવિશ્વાસ સ્પષ્ટ દેખાશે અને વિચારેલા કામ પૂરાં થાય. બીજાની સાથે સંબંધોમાં સ્પષ્ટ રહે. કોઈ વાયદો કે સોદો  કરતાપહેલાં છુપા પહેલુનું ધ્યાનથી ચેક કરો. સામાજિક રીતે વધુ સક્રિય રહેશો. મિત્રોની સાતે સમય વિતે. 
  નેગેટિવ-કોઈ વાતે ગોલમાલ ન કરો. આજે કોઈ મિત્રો સાથે અણબનાવ થઈ શકે. સાવધાન રહો. નાના વિષયોને છોડી દો, તો વાત લાંબી નહીં ખેંચાય. આસપાસના લોકો સાથે આજે તમને ષડયંત્રના શિકાર બનાવી શકે. 
  શું કરવું અને શું નહીં- કોઈપણ ભૈરવ મંદિરમાં સરસિયાના તેલનો દીવો પ્રગટાવો. 
  લવઃ- પાર્ટનર તમારી દરેક વાતને મનથી લેશે. જીવનસાથીનો સહયોગ તમને મળે. લવ લાઈફ સારી રહે.
  કરિયર- મહેનત વધુ રહે. રોકાણ માટે સમય સારો છે.
  હેલ્થ- મોસમી બીમરીઓ થઈ શકે. બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો

   

 • 12 જૂનનું રાશિભવિષ્ય, જાણો કેવો રહેશે મંગળવાર | 12 June 2018 Free Daily Horoscope In Gujarati

  મીન-


  પોઝિટિવ-દિવસ સારી રીતે વિતે તેની માટે થોડી મહેનત કરવી પડે. અનેક કામ પૂરાં થઈ શકે. પોતાના કામ, સ્વાસ્થ્ય અને રોજિંદી વસ્તુઓ ઉપર ઈમાનદારીથી ધ્યાન આપો. આજે તમે લોકો સાતે પોતાની વાત મનાવવામાં સફળ થશો. નાની-નાની વસ્તુઓ તમારા માટે ખાસ હોઈ શકે. આજે તમારે ધૈર્ય રાખવું યોગ્ય રહે. સમયનો આનંદ લો. ગોચર કુંડળીના ભાગ્ય ભાવમાં ચંદ્ર હોવાતી તમારે કેટલાક ખાસ કામોમાં કિસ્મતનો સાથ મળે. કોઈ ખાસ કામમાં કિસ્મતના ભરોસે પૂરાં થાય. 
  નેગેટિવ- કોઈપણ કામ પૂરી રીતે સમજી વિચારીને જ કરો. ઊતાવળમાં કોઈ કામ ન કરો. કોઈ ગુપ્ત વાત આજે જાહેર થવાથી તમને પરેશાની થાય. સામાજિક જીવન કે કરિયારમાં આગલ વધવા માટે તમે પોતાના ભેદ જાહેર ન કરો. ખર્ચાઓ વધુ થાય. કોઈ જૂની સમસ્યા ચાલતી હોય તો તેનું થોડું ધ્યાન આપે. સ્વાસ્થ્ય અને વસ્તુઓ ઉપર આજે ખર્ચો થાય.
   
  શું કરવું અને શું નહીં- હનુમાન મંદિરમાં ચમેલીનું તેલ કે મીઠુ તેલ દાન કરો. 
  લવઃ- લવ લાઈફમાં કોઈ જૂની સમસ્યાઓનો હલ મળે.
  કરિયર- પ્રોફેશનલ લાઈફ સારી રહે. ખર્ચાઓ વધુ થઈ શકે.
  હેલ્થ- જૂના રોગ પરેશાન કરી શકે. મોસમી બીમરીઓ પણ થઈ શકે.

   

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending

વીડિયો વધુ જુઓ