Divya Bhaskar

Home » Jyotish » Rashi Aur Niddan » Astrology: Sun enter in aquarius know effect on every zodiac sing

13મીએ કુંભમાં આવશે સૂર્ય: સમાપ્ત થશે કાળસર્પ દોષ, 7 રાશિને થશે ફાયદો

Divyabhaskar.com | Updated - Feb 12, 2018, 06:54 PM

સૂર્યના રાશિ પરિવર્તનથી કાળસર્પ યોગ થશે ભંગ, આ રાશિઓને મળશે રાહત

  • Astrology: Sun enter in aquarius know effect on every zodiac sing
    +12બીજી સ્લાઈડ્સ જુઓ

    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ 13 ફેબ્રુઆરીએ સૂર્ય મકરથી કુંભ રાશિમાં આવશે. સૂર્યના કુંભ રાશિમાં આવવાથી 5 મહિનાથી ચાલતા કાળસર્પ યોગનો પૂરી રીતે ભંગ થઈ જશે. જેને કારણે લાંબા સમયથી ચાલતી પરેશાનીઓથી લોકોને મોટી રાહત મળી શકે છે. સૂર્યના રાશિ બદલવાથી અનેક લોકોનો સારો સમય શરૂ થઈ જશે. કુંભ રાશિમાં સૂર્ય લગભગ 1 મહિનો સુધી રહેશે. સૌથી વધુ ફાયદો મેષ, મિથુન, કન્યા, તુલા, મકર, કુંભ અને મીન રાશિવાળાને થશે. તો વૃષભ અને સિંહ રાશિવાળા માટે સમય મિશ્ર ફળદાયી રહેશે. તે સિવાય કર્ક, વૃશ્ચિક, અને ધનરાશિવાળાએ આ 1 મહિનો સંભાળીને રહેવું પડશે.

    આગળની સ્લાઈડ્સમાં વાંચો તમારી નોકરી-જોબ, સ્વાસ્થ્ય અને અન્ય મામલાઓમાં કેવી રહેશે સૂર્યની અસર....

  • Astrology: Sun enter in aquarius know effect on every zodiac sing
    +11બીજી સ્લાઈડ્સ જુઓ

    મેષઃ-
    કુંભ રાશિનો સૂર્ય આર્થિક દ્રષ્ટિએ તમારી માટે સારો રહેશે. સૂર્યનું આ રાશિ પરિવર્તન તમારા માટે ફાયદાકારક રહી શકે છે. તેના પરિણામ સ્વરૂપ જીવનસાથીને ધનલાભ થશે. સૂર્યના પ્રભાવથી આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં રસ વધશે. સૂર્યના પ્રભાવથી તમે લોકોની મદદ કરી શકશો. પરિવાર અને લવ લાઈફ માટે સમય સારો રહેશે. આ પ્રકારે 14 માર્ચ સુધી તમારી રાશિ માટે સૂર્ય શુભ ફળ આપનારો રહેશે.

     

  • Astrology: Sun enter in aquarius know effect on every zodiac sing
    +10બીજી સ્લાઈડ્સ જુઓ

    વૃષભઃ-
    સૂર્યના રાશિ પરિવર્તનથી તમારું પારિવારિક જીવન પ્રભાવિત થઈ શકે છે. ઘરમાં નિરાશાનો ભાવ રહેશે. તમે તમારા કામકાજથી સંતુષ્ટ નહીં રહો. આ દરમિયાન સંપત્તિ ખરીદવા અને વેચવા વિશે કોઈ નિર્ણય પણ થઈ શકે છે. આર્થિક લાભ થવાની સંભાવના બની રહી છે. સૂર્યના પ્રભાવથી બોલચાલમાં કડવાશ આવી શકે છે. સમજી-વિચારીને બોલો. સ્વાસ્થ્યના મામલે સાવધાન રહેવું પડશે.

     

  • Astrology: Sun enter in aquarius know effect on every zodiac sing
    +9બીજી સ્લાઈડ્સ જુઓ

    મિથુનઃ-
    સૂર્ય કુંભ રાશિમાં આવવાથી તમને કિસ્મતનો સાથ મળશે. નોકરીયાત લોકોને મહેનતનું ફળ મળી શકે છે. તેનો ફાયદો પણ થવાના યોગ છે. સરકારી નોકરી કરનાર લોકોને સફળતા મળી શકે છે. તમારી ઈચ્છા શક્તિ વધી શકે છે. તેના ફળસ્વરૂપ તમે મોટા અને સારા નિર્ણયો લેશો. યાત્રાના યોગ છે. તે સિવાય પિતા સાથે પણ વિવાદ થઈ શકે છે. કોઈ તમને દગો પણ આપી શકે છે.

     

  • Astrology: Sun enter in aquarius know effect on every zodiac sing
    +8બીજી સ્લાઈડ્સ જુઓ

    કર્કઃ-
    સૂર્યના રાશિ પરિવર્તનથી તમારી મુશ્કેલીઓ વધી શકે છે. આર્થિક નુકસાન અને ખર્ચાઓ પણ વધી શકે છે. આર્થિક મામલાઓમાં સમજી-વિચારીને નિર્ણય કરો. આ દિવસોમાં કામકાજમાં તમારું મન નહીં લાગે. માનસિક તણાવ વધી શકે છે. કોઈ વિવાદિત મામલાઓમાં તમે ફસાઈ શકો છો. આ ગોચરના પ્રભાવથી આધ્યાત્મિક પ્રવૃત્તિ તરફ ઝૂકાવ વધશે. આ અવધિમાં કારણ વગરની યાત્રાઓ કરવી પડશે. સાસરી પક્ષથી મદદ મળવાની શક્યતા છે. આ ગોચર દરમિયાન તમને સલાહ છે કે ગેરકાયદેસરના કામથી દૂર રહેજો અને સકારાત્મક વિચારોની સાથે આગળ વધો.

     

  • Astrology: Sun enter in aquarius know effect on every zodiac sing
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    સિંહઃ-
    સૂર્યને લીધે તમારો ગુસ્સો વધી શકે છે. પોતાની ઉપર નિયંત્રણ રાખો. કામના સ્થળે તમારું માન-સન્માન વધશે. નવી ઓળખ પ્રાપ્ત થાય. ભાગીદારીના કામ ન કરો. પતિ-પત્ની વચ્ચે વિવાદ થઈ શકે છે. તણાવ વધશે. અવિવાહિત લોકોની લવ લાઈફ માટે સમય સારો છે.પોતાનું અને પાર્ટનરના સ્વાસ્થ્યને લઈને સાવધ રહેવું.

     

  • Astrology: Sun enter in aquarius know effect on every zodiac sing
    +6બીજી સ્લાઈડ્સ જુઓ


    કન્યાઃ-
    સૂર્યના પ્રભાવથી તમારી જીત થશે. વિચારેલાં કામ પૂરાં થઈ શકે છે. જોબ અને બિઝનેસમાં સફળતા મળી શકે છે. તમને ફાયદો અપાવનારો સમય છે. જૂના વિવાદો ઉકેલાશે. કાનૂની વિવાદોમાં નિર્ણય તમારી ફેવરમાં આવે. કામકાજમાં તેજી લાવશો. નકારાત્મક વિચારોથી દૂર રહેજો. સ્વસ્થ્યના મામલે લાપરવાહી કરશો તો લાંબા સમય સુધી બીમાર પડી શકો છો.

  • Astrology: Sun enter in aquarius know effect on every zodiac sing
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    તુલાઃ-
    સૂર્યનું રાશિ પરિવર્તન તમને આર્થિક ફાયદો અપાવી શકે છે. તમારી આવક વધી શકે છે. નોકરી અને બિઝનેસમાં પ્રગતિની તકો તમને પ્રાપ્ત થાય.સંતાન સંબંધી સમસ્યાઓ સામે આવે. લવ લાઈફ માટે સમય સારો નથી. ગલતફેમીને કારણે તણાવ પેદા થઈ શકે છે. નાના ભાઈ-બહેનો દ્વારા ધનલાભ થઈ શકે છે.

     

  • Astrology: Sun enter in aquarius know effect on every zodiac sing
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    વૃશ્ચિકઃ-
    સૂર્યના રાશિ પરિવર્તનથી તમારું ટેન્શન વધી શકે છે. પારિવારિક મામલાઓમાં સમય સારો નથી. તો જોબ અને બિઝનેસમાં તમારું પ્રદર્શન સારું રહેશે. કામકાજના બળે તમને નવી ઓળખ પ્રાપ્ત થશે. સૂર્યને કારણે તમારું કનફ્યૂઝન વધી શકે છે. તેને લીધે કેટલાક ખાસ નિર્ણય તમે સમયસર નહીં કરી શકો. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

  • Astrology: Sun enter in aquarius know effect on every zodiac sing
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    ધનઃ-
    સૂર્યના રાશિ પરિવર્તનને લીધે તમને કિસ્મતનો સાથ મળી શકે છે. કામકાજ વધુ રહી શકે છે. નોકરીયાત લોકોને કેટલાક મામલાઓમાં અધિકારીઓથી મદદ નહીં મળી શકે. સૂર્યના પ્રભાવથી આ દિવસોમાં તમે કોઈ મોટા નિર્ણય નહીં લઈ શકો. મોટા ભાઈ બહેનો સાથે બહેસ થઈ શકે છે. સંબંધોમાં તણાવ વધી શકે છે. સૂર્યના પ્રભાવથી ધાર્મિક કાર્યોમાં તમારો રસ વધશે. તમે કોઈ ધાર્મિક અને પવિત્ર કાર્યોમાં ભાગ લઈ શકો છો. મોજ-મસ્તી કે કામ માટે નજીકની યાત્રા થઈ શકે છે.

     

  • Astrology: Sun enter in aquarius know effect on every zodiac sing
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    મકરઃ-
    કુંભ રાશિવાળાએ સૂર્ય ધનલાભ કરાવી શકે છે. પૈતૃક સંપત્તિ અને સાસરી પક્ષથી તમને ફાયદો થઈ શકે છે. કામના સ્થળે સારું પ્રદર્શન કરશો. ઘર અને ઓફિસમાં સંયમિત ભાષાનો પ્રયોગ કરો. નહીંતર સુધરેલાં કામ પણ બગડી શકે છે. ધૈર્ય રાખો અને દરેક મામલાઓને વાતચીતથી ઉકેલવાનો પ્રયાસ કરો. આ દિવસોમાં તમારે સાવધાન રહેવું પડશે. ચોટ લાગી શકે છે. તમારી કોઈ રહસ્યની વાત બીજા લોકોની સામે આવી શકે છે.

     

  • Astrology: Sun enter in aquarius know effect on every zodiac sing
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    કુંભઃ-

    કુંભ રાશિવાળાએ સંક્રમણને કારણે સ્વાસ્થ્ય બગડી શકે છે. ઓફિસમાં સારું પ્રદર્શન રહેશે. લવ લાઈફમાં મજબૂતી આવશે. સામાજિક જીવનમાં સક્રિય રહો. પોતાના લોકોને દૂર ન રાખો. દરેક પરિસ્થિતિમાં સંયમથી કામ લો. તમારા જીવનસાથી તમારી પ્રત્યે સમર્પિત રહેશે. તમે બંનેના સંબંધોમાં પારદર્શિતા આવશે. તમે બધા કરતાં વધુ ખુશ રહેવાના પ્રયાસ કરશો. તમે બંને પ્રેમના નવા મુકામ પ્રાપ્ત કરશો. આ દરમિયાન સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. તમે દ્રઢ નિશ્યચથી ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવામાં સફળતા મેળવશો.

  • Astrology: Sun enter in aquarius know effect on every zodiac sing

    મીનઃ-
    કુંભ રાશિવાળામાં સૂર્યના આવવાથી તમારો ખર્ચ અને ભાગદોડી વધી શકે છે. તો નોકરીયાત લોકો માટે પ્રગતિવાળો સમય છે. આ દિવસોમાં તમારા અટવાયેલાં કામ પૂરાં થઈ શકે છે. સૂર્યના પ્રભાવથી તમને સન્માન અને પદ પ્રાપ્ત થઈ શકે છે. તો તમરો અહંકાર વધવાની શક્યતાઓ પણ વધી રહી છે. પોતાની ઉપર કંટ્રોલ રાખો. આ દિવસોમાં તમે લોન કે ક્યાં રૂપિયા ઉધાર લેવાનું મન બનાવી શકો છો. આ દરમિયાન માતાના સ્વાસ્થ્યને લઈને ટેન્શન વધી શકે છે. જૂની મહેનતનું ફળ આ દિવસોમાં તમને મળી શકે છે.તમારા દુશ્મનો ઉપર તમને જીત મળી શકે છે.

     

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending