1

Divya Bhaskar

Home » Jyotish » Rashi Aur Niddan » Tips for Ganesh Puja and Importance of Durva

ગણપતિને કેમ ચઢાવવામાં આવે છે ધરો, હંમેશાં ધ્યાનમાં રાખવી જોઇએ 6 વાતો

Divyabhaskar.com | Last Modified - Jul 10, 2018, 01:45 PM IST

11 મંત્ર બોલતાં-બોલતાં ગણપતિને ચઢાવો ધરો, ઘરમાં વધી શકે છે સૌભાગ્ય

  • Tips for Ganesh Puja and Importance of Durva
    ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઇ રહે એ માટે ગણપતિને ધરો ચઢાવાની પરંપરા છે

    ધર્મ ડેસ્ક: ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઇ રહે એ માટે ગણપતિને ધરો ચઢાવાની પરંપરા છે. ગણપતિને ધરો ચઢાવતી વખતે 11 ખાસ મંત્રોનો જાપ કરવો જોઇએ. ધરો એ એક પ્રકારનું ઘાસ છે. જે ગમે તે બગીચામાં જોવા મળે છે. ઉજ્જૈનના ભાગવત કથાકાર પં. મનીષ શર્માના જણાવ્યા અનુસાર ભગવાન ગણેશને ધરો કેમ ચઢાવવામાં આવે છે, આ બાબતે એક કથા પ્રચલિત છે. આ કથા અનુસાર પૌરાણિક સમયમાં અનલાસુર નામનો એક રાક્ષસ હતો. આ રાક્ષસના આતંકને બધા જ દેવતાઓ ભેગા મળીને પણ નાથી શકતા નહોંતા, તે સમયે ગણપતિ અનલાસુરને ગળી ગયા. તેને ગળ્યા બાદ ગણપતિના પેટમાં થોડી બળતરા થવા લાગશે. ત્યારબાદ ઋષિઓએ તેને ધરો ખાવાની સલાહ આપી. ધરો ખાતાં જ તેમના પેટમાં થતી બળતરા શાંત થઈ ગઈ. બદ ત્યારથી ગણપતિને ધરો ચઢાવવાની પરંપરા શરૂ થઈ. જાણો ધરોની કેટલીક મહત્વની વાતો...


    ૧. ગણપતિને ધરો ખાસ રીતથી ચઢાવવામાં આવે છે. ધરોની જોડી બનાવીને ગણપતિને ચઢાવવામાં આવે છે. 22 ધરોને એકસાથે જોડવાથી 11 જોડીઓ તૈયાર થાય છે. આ 11 જોડીઓને ગણપતિને ચઢાવવી જોઇએ.


    ૨. પૂજા માટે કોઇ મંદિર કે બગીચામાં ઊગેલી ધરો કે કોઇ ચોખ્ખી જગ્યાએ ઊગેલી ધરો લેવી જોઇએ. જ્યાં ગંદુ પાણી વહેતું હોય, ત્યાંની ધરો ભૂલથી પણ ન લેવી.


    ૩. ધરો ચઢાવતાં પહેલાં તેને ચોખ્ખા પાણીથી ધોઇ લેવી જોઇએ.

    ૪. ધરો ચઢાવતી વખતે ગણપતિના 11 મંત્રોનો જાપ કરવો જોઇએ.


    ગણપતિના 11 મંત્ર..


    ऊँ गं गणपतेय नम:

    ऊँ गणाधिपाय नमः

    ऊँ उमापुत्राय नमः

    ऊँ विघ्ननाशनाय नमः

    ऊँ विनायकाय नमः

    ऊँ ईशपुत्राय नमः

    ऊँ सर्वसिद्धिप्रदाय नमः

    ऊँएकदन्ताय नमः

    ऊँ इभवक्त्राय नमः

    ऊँ मूषकवाहनाय नमः

    ऊँ कुमारगुरवे नमः


    આ મંત્રનો જાપ કરતાં-કરતાં શ્રી ગણેશને ધરોની 11 જોડી ચઢાવવી.


    ૫. જો આ 11 મંત્ર બોલવામાં તકલીફ પડતી હોય તો, અહીં જણાવેલ એક મંત્ર બોલી ધરો ચઢાવવી.

    श्री गणेशाय नमः दूर्वांकुरान् समर्पयामि।

    ૬. આ મંત્રનો જાપ પણ ન કરી શકતા હોય તો પૂરેપૂરૂ શ્રદ્ધાથી ગણેશજીના નામનો જાપ કરવો અને ધરોની 3, 5 કે 11 ગાંઠ પણ ચઢાવી શકાય છે.

    હનુમાન ચાલીસાનો સમય ન હોય તો, જાપ કરો 1 ચોપાઇનો, મગજ તેજ થશે અને પૂર્ણ થશે મનોકામનાઓ

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending