Home » Jyotish » Hastrekha » Palm Reading About Lucky Signs In Hand for Money benefits

હસ્તરેખા: હથેળીમાં હશે ધનુષ, ચક્ર કે માળા જેવાં શુભ સંકેત તો, થઈ શકે ભાગ્યોદય

Divyabhaskar.com | Updated - Jul 14, 2018, 10:00 AM

હથેળીમાં હોય એક પણ શુભ સંકેત તો, બની શકે છે રાજયોગ જે ધલાભના યોગ

  • Palm Reading About Lucky Signs In Hand for Money benefits
    હથેળીની રેખાઓ સંબંધિત બીજા કોઇ દોષ હશે તો, આ શુભ સંકેતોનો પ્રભાવ બદલાઇ પણ શકે છે

    ધર્મ ડેસ્ક: જ્યોતિષમાં ભવિષ્ય અને સ્વભાવ જણાવવાની ઘણી વિદ્યાઓ પ્રચલિત છે. તેમાં હસ્તરેખા પણ એક છે. હસ્તરેખામાં હથેળીની બનાવટ, રેખાઓ અને ચિન્હોના આધારે ભવિષ્યવાણી કરવામાં આવે છે. હથેળીમાં આવા જ કેટલાક શુભ સંકેત હોય છે, જેનાથી વ્યક્તિનો ભાગ્યોદય થઈ શકે છે. ઉજ્જૈનની એસ્ટ્રોલોજર ડૉ. વિનિતા નાગર જણાવી રહ્યાં છે રાજયોગ બતાવતાં હથેળીનાં શુભ સંકેત....


    ૧. હથેળીમાં ધનુષ, ચક્ર, માળા, કમળ, ઝંડો જેવાં શુભ ચિહ્ન હોય તો, વ્યક્તિને દેવી લક્ષ્મીની વિશેષ કૃપા મળે છે. આ લોકોને જીવનભર ધનલાભ મળતો રહે છે.

    ૨. કોઇ વ્યક્તિની હથેળીમાં બરાબર વચ્ચે ઘોડો, ઘડો કે ઝાડનું ચિહ્ન હોય તો, તેને બધી જ સુખ-સુવિધાઓ મળી રહે છે અમે ધનલાભ પણ મળતા રહે છે.

    ૩. જે વ્યક્તિની હથેળીમાં માછલી, છત્રી, અંકુશ, વીણા કે હાથીનું નિશાન હોય તેમને માન-સન્માન, સુખ-સુવિધા મળી રહે છે અને આવક પણ સારી રહે છે.

    ૪. જે લોકોની હથેળીમાં તલવાર, પહાડ કે હળનું ચિહ્ન હોય, તેઓ દરેક કામમાં સફળ થાય છે. તમને ક્યારેય ધનની અછત નથી રહેતી.


    ૫. હથેળીમાં ત્રિશૂળનું ચિહ્ન હોય તો, તે પણ શુભ સંકેત ગણાય છે. આ શુભ ચિહ્નના કારણે વ્યક્તિને ઓછી મહેનતમાં પણ સફળતા મળી રહે છે.


    - જો હથેળીની રેખાઓ સંબંધિત બીજા કોઇ દોષ હશે તો, આ શુભ સંકેતોનો પ્રભાવ બદલાઇ પણ શકે છે. બંન્ને હથેળીઓની બધી જ રેખાઓનું અધ્યયન કર્યા બાદ જ યોગ્ય ભવિષ્યવાણી કરી શકાય છે.

    પૈસા અટકી પડ્યા હોય કે પતિ-પત્ની વચ્ચે ઝગડા થતા હોત, ઇચ્છા પ્રમાણે અલગ-અલગ દેવ સામે કરો દિવો

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending

વીડિયો વધુ જુઓ