Home » Jyotish » Rashi Aur Niddan » Nine Mantra Jaap for Nine Grah to get Good Luck

ગ્રહોના દોષ દૂર કરવામાં ન આવે તો, સખત મહેનત પણ જાય છે પાણીમાં, બનતાં કામ બગડે છે

Divyabhaskar.com | Updated - Jul 10, 2018, 01:32 PM

નવ ગ્રહોના નવ મંત્રો. યોગ્ય વિધિથી જાપ કરવાથી દૂર થઈ શકે છે દુર્ભાગ્ય

  • Nine Mantra Jaap for Nine Grah to get Good Luck
    જે ગ્રહ માટે મંત્ર જાપ કરવાનો હોય, તે ગ્રહની વિધિવધ પૂજા કરવી

    ધર્મ ડેસ્ક: જ્યોતિષમાં સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરૂ, શુક્ર, શનિ અને રાહુ-કેતું એમ નવ ગ્રહ વિશે જણાવવામાં આવ્યું છે. બધા જ ગ્રહો અલગ-અલગ ફળ આપે છે. જો કુંડળીમાં આ ગ્રહોની સ્થિતિ શુભ ન હોય તો, વ્યક્તિને મુશ્કેલીઓ વેઠવી પડે છે. ગ્રહ દોષના કારણે સખત મહેનત કરવા છતાં ધારી સફળતા મળતી નથી. ઘણીવાર તો કામ અંતિમ પડાવ પર આવીને અચાનક બગડી જાય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા અનુસાર 9 ગ્રહોના 9 મંત્ર છે. આ મંત્રોના જાપથી દુર્ભાગ્ય દૂર થઈ શકે છે. અહીં જાણો આ મંત્ર અને મંત્ર જાપની વિધિ.

    * મંત્ર જાપની સામાન્ય વિધિ


    - જે ગ્રહ માટે મંત્ર જાપ કરવાનો હોય, તે ગ્રહની વિધિવધ પૂજા કરવી.
    - પૂજા ઘરમાં કે કોઇ મંદિરમાં કરી શકાય છે. આસન પર બેસીને પૂજા કરવી અને પ્રતિમાઓ પર ફૂલ, ચોખા, પ્રસાદ, વસ્ત્ર, કંકુ, માળા વગેરે ચઢાવવું. ધૂપ અને દિવો કરવો.
    - પૂજામાં સંબંધિત ગ્રહના મંત્રનો જાપ કરવો. મંત્રજાપની સંખ્યા ઓછામાં ઓછી 108 વાર હોવી જોઇએ. જાપ માટે રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવો જોઇએ.


    # સૂર્ય મંત્ર - ऊँ सूर्याय नम:

    > સવારે વહેલા ઊઠી સ્નાન કરી સૂર્યને અર્ધ્ય આપી આ મંત્રનો જાપ કરવો. આ મંત્રની શુભ અસરથી પદ, યશ, સફળતા, સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ, સ્વાસ્થ્ય, અને સંતાન સુખ મળી શકે છે.

    # ચંદ્ર મંત્ર - ऊँ सोमाय नम:

    > આ મંત્રનો જાપ કરવાથી માનસિક પરેશાનીઓ દૂર થાય છે. પેટ અને આંખની બીમારીમાં રાહત મળે છે.

    # મંગળ મંત્ર - ऊँ भौमाय नम:

    > આ મંત્રના જાપથી ભૂમિ, સંપત્તિ અને લગ્ન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે.

    # બુધ મંત્ર - ऊँ बुधाय नम:

    > આ મંત્ર બુદ્ધિ અને ધનલાભ આપે છે. ઘર કે કારોબારની આર્થિક સમસ્યાઓ અને નિર્ણયની ક્ષમતા વધારે છે.

    # ગુરૂ મંત્ર - ऊँ बृहस्पतये नम:

    > આ મંત્રનો જાપ કરવાથી લગ્ન જીવનમાં સુખ વધે છે. સૌભાગ્ય વધે છે.


    # શુક્ર મંત્ર - ऊँ शुक्राय नम:

    > આ મંત્રથી લગ્ન જીવનની મુશ્કેલીઓ દૂર થઈ શકે છે.

    # શનિ મંત્ર - ऊँ शनैश्चराय नम:

    > આ મંત્રથી શનિદેવની કૃપા મળે છે. શનિદેવ ભક્તની બધી જ સમસ્યાઓ દૂર કરે છે.


    # રાહુ મંત્ર- ऊँ राहवे नम:

    > આ મંત્રનો જાપ કરવાથી માનસિક તણાવ અને વિવાદોથી મુક્તિ મળે છે.

    # કેતુ મંત્ર - ऊँ केतवे नम:

    > આ મંત્રનો જાપ કરવાથી સંબંધોમાં રહેલ તણાવ દૂર થાય છે અને જીવનમાં સુખ-શાંતિ વધે છે.

    પૂજા પહેલાં બોલો સ્વસ્તિવાચન મંત્ર, જાગૃત થશે બધા જ દેવી-દેવતાઓ

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending