1

Divya Bhaskar

Home » Jyotish » Rashi Aur Niddan » Nature according to Rashi in Hard Time given in Chandra Rashi Fal

રાશિ પ્રમાણે ખબર પડી જાય છે, મુશ્કેલ સમયમાં કેવો થઈ જાય છે વ્યક્તિનો સ્વભાવ

Divyabhaskar.com | Last Modified - Jul 10, 2018, 10:00 AM IST

સિંહ રાશિના લોકો ખરાબ દિવસોમાં થઈ જાય છે ગુસ્સાવાળા તો વૃષભના સકારાત્મક

  • Nature according to Rashi in Hard Time given in Chandra Rashi Fal
    બધા રાશિના લોકોનો સ્વભાવ અલગ-અલગ હોય છે

    ધર્મ ડેસ્ક: જ્યોતિષમાં 12 રાશિઓ વિશે જણાવવામાં આવ્યું છે. બધા રાશિના લોકોનો સ્વભાવ અલગ-અલગ હોય છે. આપણો સ્વભાવ પરિસ્થિતિ અનુસાર બદલાય છે. સુખના દિવસોમાં સ્વભાવ અલગ હોય છે અને દુ:ખના દિવસોમાં અલગ. ઉજ્જૈનના જયોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા અનુસાર બધી જ 12 રાશિના લોકોનો સ્વભાવ ખરાબ સમયમાં કેવો થઈ જાય છે. આ રાશિફળ ચંદ્ર રાશિના આધારે જણાવવામાં આવેલ છે.

    મેષ રાશિ
    આ રાશિના લોકોને પોતાની મુશ્કેલીઓ બીજા સાથે શેર કરવી નથી ગમતી. પોતાની સમસ્યાઓ જાતે જ દૂર કરવા પ્રયત્ન કરે છે. વાત વધારે વણસે તો જ પોતાના ખૂબજ નજીકના લોકોને આખી વાત જણાવે છે.

    વૃષભ રાશિ
    વૃષભ રાશિના લોકો મુશ્કેલ સમયમાં સકારાત્મક બનીને રહે છે અને નવી તક શોધે છે. તક મળતાં જ સમસ્યાઓ દૂર પણ કરી દે છે.

    મિથુન રાશિ
    મિથુન રાશિના લોકો ખૂબજ ભાવુક હોય છે અને મુશ્કેલ સમયમાં ઘર-પરિવારના લોકોની મદદ લે છે. કોઇ મદદ ન કરે તો નિરાશ થઈ જાય છે.

    કર્ક રાશિ
    કર્ક રાશિના લોકો ખરાબ સમયમાં ક્યારેય હિંમત નથી હારતા. સમસ્યાઓનું સમાધાન શોધવાનો પ્રયત્ન કરે છે. પરિસ્થિતિ સુધરે ન ત્યાં સુધી આરામથી બેસતા નથી. ક્યારેક-ક્યારેક મુશ્કેલીઓના કારણે ઘર-પરિવારથી દૂર પણ થઈ જાય છે.

    સિંહ રાશિ
    ખરાબ સમયમાં આ રાશિના લોકોના સ્વભાવમાં ગુસ્સો વધી જાય છે. નાની-નાની વાતોમાં આ લોકો જલદી ગુસ્સે થઈ જાય છે. મુશ્કેલીઓનો સામનો પૂરેપૂરા સાહસથી કરે છે.

    કન્યા રાશિ
    કન્યા રાશિના લોકો ખરાબ સમયમાં ફસાય ત્યારે પણ પોતાની મુશ્કેલી કોઇની સાથે શેર નથી કરતા. જેના કારણે સ્વભાવ થોડો ચિડચિડીયો બની જાય છે. જ્યા સુધી મુશ્કેલી દૂર ન થાય ત્યાં સુધી શાંતિથી બેસતા નથી અને પ્રયત્નો કરતા જ રહે છે.

    તુલા રાશિ
    આ રાશિના લોકો દુ:ખના દિવસોમાં બહુ જલદી બદલાઇ જાય છે. સમસ્યાઓ તેમની ક્ષમતા પણ ઘટાડી દે છે. પૂરેપૂરી એકાગ્રતાથી કામ નથી કરી શકતા. આ કારણે મુશ્કેલીઓ વધી જાય છે.

    વૃશ્ચિક રાશિ
    વૃશ્ચિક રાશિના લોકો મુશ્કેલ સમયનો સામનો પૂરેપૂરા સાહસથી કરે છે. મુશ્કેલ સમયમાં તેમને જે લોકો સાથ આપે છે, તેમને તેઓ હંમેશાં યાદ રાખે છે અને તેમની મદદ માટે તૈયાર રહે છે.


    ધન રાશિ
    આ રાશિના લોકો ખૂબજ ભાવુક હોય છે અને સુ:ખના દિવસોમાં નિરાશ થઈ જાય છે. તણાવ દૂર કરવા તેમને મિત્રો અને સંબંધીઓની જરૂર પડે છે.


    મકર રાશિ
    મકર રાશિના લોકો તણાવભર્યા દિવસોમાં પણ સાચો નિર્ણય લઈ શકે છે. મુશ્કેલીઓમાંથી બહાર નીકળવા તેમની પાસે ઘણી યોજનાઓ હોય છે. એક યોજના અસફળ થાય તો તરત જ બીજી યોજના પર કામ શરૂ કરી દે છે.

    કુંભ રાશિ
    આ રાશોમા લોકો મુશ્કેલ સમયમાં એકલા રહેવાનું પસંદ કરે છે. તેમના સ્વભાવમાં ગુસ્સો પણ વધી જાય છે. તેઓ પોતાની ભૂલ સરળતાથી સ્વિકારતા નથી.

    મીન રાશિ
    આ લોકો સમસ્યાઓમાં બહુ જલદી દુ:ખી થઈ જાય છે. ક્યારેક-ક્યારેક માનસિક તણાવના કારણે બીમાર પણ પડી જાય છે. મિત્રો અને પરિવારન સભ્યોની મદદથી જ તેમાંથી બહાર નીકળી શકે છે.

    કરિઅર બાબતે કનફ્યૂઝન હોય તો, કુંડળી આધારે જાણો કઈ ફિલ્ડમાં મળી શકે છે સફળતા

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending