Home » Jyotish » Rashi Aur Niddan » 10 જૂન સુધીના 7 દિવસનું સાપ્તાહિક ભવિષ્યફળ: Bejan Daruwalas weekly Rashifal 4 to 10 June 2018

સાપ્તાહિક ભવિષ્યફળ: જાણો 10 જૂન સુધીના 7 દિવસ કેવા રહેશે

Divyabhaskar.com | Updated - Jun 02, 2018, 04:33 PM

બેજાન દારુવાલાનું સાપ્તાહિક ભવિષ્યફળ, આવનારો સમય કેવું ભવિષ્ય લાવ્યો છે

 • 10 જૂન સુધીના 7 દિવસનું સાપ્તાહિક ભવિષ્યફળ: Bejan Daruwalas weekly Rashifal 4 to 10 June 2018
  +12બીજી સ્લાઈડ્સ જુઓ

  ધર્મ ડેસ્ક, અમદાવાદઃ જૂન મહિનો શરૂ થઈ ગયો છે ત્યારે આવનારું સપ્તાહ તમારી માટે કેવું રહેશે તે જાણો બેજાન દારુવાલાના સાપ્તાહિક ભવિષ્યફળથી. આ અઠવાડિયે તમારું ઈન્વેસ્ટમેન્ટ તમને કેટલો લાભ આપશે. સૂર્ય અને ચંદ્રની ગતિથી તમારા ભવિષ્યમાં કેટલો ઊતાર ચઢાવ આવશે. તમારું અંગત જીવન અને પ્રોફેશનલ જીવન કેવું રહેશે જાણો.

  આગળની સ્લાઈડ્સમાં વાંચો 12 રાશિનું સાપ્તાહિક ભવિષ્ય...

 • 10 જૂન સુધીના 7 દિવસનું સાપ્તાહિક ભવિષ્યફળ: Bejan Daruwalas weekly Rashifal 4 to 10 June 2018
  +11બીજી સ્લાઈડ્સ જુઓ

  મેષ-

  આ સપ્તાહે આપ સામાન્યપણે હોવ છો તેનાથી કંઇક અલગ હશો. ભૌતિક જીવનથી આપ આધ્યાત્મિકતા તરફ વળશો. આપનું ધ્યાન વ્યક્તિગત જરૂરિયાતોથી હટીને બીજી જરૂરિયાતો તરફ કેન્દ્રિત થશે. દુઃખી અને વૃદ્ધ લોકોની આપ વધુ કાળજી લેશો, તેનાથી આપને માનસિક શાંતિ અને સંતોષ મળશે. ચંદ્રની અસર હેઠળ આપ સ્વપ્નદ્રષ્ટા બન્યા છો. સચોટ આયોજનોને કારણે નાણાકીય ક્ષેત્રે ફાયદો મેળવશો અને તમારો સ્વભાવ આનંદિત રહેશે. 

 • 10 જૂન સુધીના 7 દિવસનું સાપ્તાહિક ભવિષ્યફળ: Bejan Daruwalas weekly Rashifal 4 to 10 June 2018
  +10બીજી સ્લાઈડ્સ જુઓ

   વૃષભ-

  તમારા માટે થોડો સંભાળી લેવા જેવો આ સમય છે. આર્થિક પ્રશ્નો વિશેષ ધ્યાન માંગી લેશે. સતત જવાબદારીઓ વચ્ચે માનસિક તણાવ અને શારીરિક થાક અનુભવાય. કમાણીના નવા સ્ત્રોત શોધવાની જરૂરત જણાય. આ બધાં નકારાત્મક પાસાઓની વચ્ચે તમે પારિવારિક હૂંફ અને પ્રેમ મેળવશો જે તમને અડગ મનોબળ આપશે. એકલપંડે સર્વસ્વ પ્રાપ્ત કરવાનું સપનું જોતા હો તો થોભો. સહકારી ધોરણે આગળ વધશો તો તમારાં સપનાઓ પૂરાં કરી શકશો.

 • 10 જૂન સુધીના 7 દિવસનું સાપ્તાહિક ભવિષ્યફળ: Bejan Daruwalas weekly Rashifal 4 to 10 June 2018
  +9બીજી સ્લાઈડ્સ જુઓ

  મિથુુન

  નાણાકીય પ્રવૃત્તિનું આ સપ્તાહ છે. આપ નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવા અથવા જૂના પ્રોજેક્ટને નવેસરથી શરૂ કરવા લોન કે ફંડ લેવાનું વિચારો તેવી શક્યતા છે. આપ જાણો છો કે નાણાકીય સધ્ધરતા સમૃદ્ધિ માપવાની પારાશીશી છે. કામમાં નવીનતા એ આપનો દૃષ્ટિકોણ છે અને નવા સંબંધોમાં પણ આપ શિખરે પહોંચી શકશો. નવા પ્રેમસંબંધો બંધાય. સ્વભાવમાં નરમાશ આવે. પ્રવાસ-પર્યટનનાં આયોજનો સારાં પરિણામો આપવા કારણભૂત બની રહેશે.

 • 10 જૂન સુધીના 7 દિવસનું સાપ્તાહિક ભવિષ્યફળ: Bejan Daruwalas weekly Rashifal 4 to 10 June 2018
  +8બીજી સ્લાઈડ્સ જુઓ

  કર્ક

   આ સમય આપના માટે સારો છે તે

  મ કહી શકાય. કારણ કે જીવનના દરેક ક્ષેત્રમાં આપને સારું ફળ મળશે. પછી તે સ્વાસ્થ, પ્રેમ, કારકિર્દી, નાણાં કે આધ્યાત્મિક ક્ષેત્ર હોઇ શકે છે. લાંબાગાળાના નિર્ણયો, રોકાણો, ભૂમિની ખરીદીઓનો પણ સમાવેશ આમાં થશે. તમારી યોજનાઓ અને આયોજનો ઘણાં જ સ્પષ્ટ હશે. તમારા વિચારો બીજા ઉપર થોપવાની કોશિશ કરશો કે વિરોધી મંતવ્યોને આવકારવાને બદલે તેની ટીકા કરશો તો તમને નુકસાન જશે. 

 • 10 જૂન સુધીના 7 દિવસનું સાપ્તાહિક ભવિષ્યફળ: Bejan Daruwalas weekly Rashifal 4 to 10 June 2018
  +7બીજી સ્લાઈડ્સ જુઓ

  સિંહ-

  આપ વ્યવસાયિક અને સામાજિક ક્ષેત્રોની પ્રવૃત્તિઓમાં સતત વ્યસ્ત રહેશો. અચાનક જ આપનું નસીબ જાગે તેવી પણ શક્યતા છે. નાણાં, પ્રેમ, અને આધ્યાત્મિકતા આપના દ્વાર ખખડાવશે. ભૂતકાળની સિદ્ધિઓ અને ભવિષ્યના ધ્યેય સાથે આપ જીવનને વધુ સ્પષ્ટતાથી જોઇ શકશો. આપ જે ૫રિવર્તનો અનુભવી રહ્યાં છો તે કામચલાઉ નથી. આ ફેરફાર ભૌતિક સ્તરે ૫ણ આવ્યો છે. આની સાથે સંકળાયેલી શક્યતાઓ મોટી વિકાસ ક્ષમતા ધરાવે છે. 

 • 10 જૂન સુધીના 7 દિવસનું સાપ્તાહિક ભવિષ્યફળ: Bejan Daruwalas weekly Rashifal 4 to 10 June 2018
  +6બીજી સ્લાઈડ્સ જુઓ

  કન્યા-

  આપની લોકપ્રિયતામાં જબરદસ્ત વધારો થશે. આપ જે રીતે લોકોનો સંપર્ક કરી રહ્યા છો તે આપનો વધતો જતો આત્મવિશ્વાસ અને સફળતા દર્શાવે છે. કોઇપણ પ્રવૃત્તિ કે પ્રોજેક્ટ માટે લોકોને મળવું આવશ્યક છે. કામની અવગણના કરશો નહીં. આપનાં પરિવારજનો અને સ્વજનો આપના પગ જમીન પર રાખશે. થોડા ધીમા પડવાની પણ જરૂર છે, આ સપ્તાહે વધુ પડતા ઉત્સાહમાં પોતાની શક્તિ ખર્ચશો નહીં. આ શક્તિને યોગ્ય દિશામાં વાળો અને આરામ કરો.

 • 10 જૂન સુધીના 7 દિવસનું સાપ્તાહિક ભવિષ્યફળ: Bejan Daruwalas weekly Rashifal 4 to 10 June 2018
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  તુલા-

  આ સપ્તાહે આપની આધ્યાત્મિક ઉન્નતિ થાય તેમ લાગે છે. આપ વધુ બળ અને ઉત્સાહ મેળવી શકશો. તે તમને વધારે પડતું કામ અને ઘરેલુ સમસ્યાઓ પાર પાડવા પણ સક્ષમ બનાવશે. આપ ધ્યાન અને પ્રાર્થના કરી શકશો. આપની કાર્યક્ષમતા સાથે અંતઃસ્ફુરણાનો વિકાસ થશે. હવે આપનું વલણ જરૂરતમંદોની મદદ કરવાનું રહેશે. અને હવે આપને તેમ કરવાનો સમય પણ રહેશે. તમે જેને જીવનની અતિ વિકટ સમસ્યા ગણો છો તેના ઉકેલના આસાર જોવા મળે. 

 • 10 જૂન સુધીના 7 દિવસનું સાપ્તાહિક ભવિષ્યફળ: Bejan Daruwalas weekly Rashifal 4 to 10 June 2018
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  વૃશ્ચિક-

  આપે પરિપૂર્ણતાની ઝલક માણી છે, પણ આપને હજુ અભ્યાસની જરૂર છે ખાસ કરીને આવડત અને આત્મસંયમ કેળવવો જરૂરી છે જ્યાં આપ પાછળ પડો છો. આ સ્તંભો પર જ સંબંધો ટકી રહેતા હોય છે. આપની ભૌતિક પ્રગતિ આપની અપેક્ષા કરતાં ઓછી હોઇ શકે છે પણ પ્રમાણમાં તે સારી હશે. માતા-પિતા અને બાળકના તથા કાર્યસ્થળે ઉપરી અધિકારી સાથેના સંબંધો સુધારવા આપ આપની સત્તાનો ઉપયોગ કરી શકો છો. આપ માનવ સંબંધોને મૂલવતા શીખશો.

 • 10 જૂન સુધીના 7 દિવસનું સાપ્તાહિક ભવિષ્યફળ: Bejan Daruwalas weekly Rashifal 4 to 10 June 2018
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  ધન

  આ તબક્કે તમે કામની ગતિ ઘટાડવાની અને આરામ કરવાની પ્રબળ ઈચ્છા ધરાવો છો. તમને કામનો કંટાળો આવી રહ્યો છે અને કામ ઉપર વિરામ મૂકવાની જરૂરિયાત વર્તાઇ રહી છે. બહાર ફરવાથી અને પરિવાર સાથે સમય ગાળવાથી આનંદ અને સંતોષની લાગણી અનુભવાય. આ સંપર્કો તમારા ક્ષણિક આનંદમાં અને સુખના સમયના ભાગીદારો છે. લોકો અને સંપર્કો તમારા માટે પ્રધાન જરૂરિયાતો ગણી શકાય. આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. 

 • 10 જૂન સુધીના 7 દિવસનું સાપ્તાહિક ભવિષ્યફળ: Bejan Daruwalas weekly Rashifal 4 to 10 June 2018
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  મકર

  આપે પોતાની નિર્ધારિત મંજિલ ૫ર ૫હોંચવા માટે ખંતપૂર્વક કામ કર્યું છે, અને તેનું ફળ આપને મળશે. સફળતા હાથવેંતમાં હોય તેમ જણાશે અને આપની આશાઓ પણ વધશે. કૃતજ્ઞતાની તીવ્ર લાગણી આપને આશીર્વાદ સમાન અનુભવાશે. આર્થિક લાભ, આત્મસંતોષ આપને વધારે પ્રેરણા આપશે. આ સપ્તાહ દરમિયાન નાણાકીય બાબતોને વધારે મહત્ત્વ આપશો, આ કામ આપની કલ્પનાશીલતા માગી લેશે. ૫રંતુ આ૫ તેનું સારી રીતે સંચાલન કરી શકશો. 

 • 10 જૂન સુધીના 7 દિવસનું સાપ્તાહિક ભવિષ્યફળ: Bejan Daruwalas weekly Rashifal 4 to 10 June 2018
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  કુંભ

  તમે તમારી છબી સુધારવા માટે તમારા જીવનમાં ઘણાબધા ફેરફારો લાવશો. તમે રસપ્રદ કાર્યો અને છૂપી પ્રવૃત્તિઓ કરશો. તમારી સામાજિક પ્રતિબદ્ધતામાં વધારો થાય અને તમે સંકીર્ણ મનોવૃત્તિ ત્યજીને વૈશ્વિક સંદર્ભમાં વિચારવાનું વલણ અપનાવશો. તમે અદ્્ભુત રીતે નહીં તો પણ દરેક સાથે સારી રીતે કામ પાર પાડશો અને તે માટે તમારે સખત મહેનત અને વધારાના પ્રયત્નો કામે લગાડવા પડશે. તમને આકસ્મિક ધનલાભ થવાની સંભાવનાઓ રહેલી છે. 

 • 10 જૂન સુધીના 7 દિવસનું સાપ્તાહિક ભવિષ્યફળ: Bejan Daruwalas weekly Rashifal 4 to 10 June 2018

  મીન

  કાર્ય અને આનંદ મળીને તમને તમારા કાર્યની સાચી રચનાત્મકતા અને પ્રતિષ્ઠા બતાવવાનો મોકો મળશે. મિત્રો સાથે ચર્ચા કરીને તમે ગેરસમજને પણ દૂર કરી શકશો. સામાજિક દૃષ્ટિએ પણ તમારે માટે મનોરંજન અને પ્રેમના અવસરો સામે આવશે. આટલી વ્યસ્તતા છતાં તમારી પ્રગતિ માટે તમે બુદ્ઘિપૂર્વક યોજનાઓ પણ બનાવી શકશો. ઓળખ તથા સમૃદ્ધિ મેળવવામાં સફળ રહેશો. હાલ આપ જે પણ યોજનાઓ બનાવશો તે સમૃદ્ધ ભવિષ્ય માટે હશે.

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending

વીડિયો વધુ જુઓ