• ધનલાભ ઉપાય, Ganesh Puja and Measures to solve money problems

પર્સમાં કે તિજોરીમાં મૂકો સોપારી કે પૂજાના સિક્કા, મળી રહેશે મહાલક્ષ્મીની કૃપા / પર્સમાં કે તિજોરીમાં મૂકો સોપારી કે પૂજાના સિક્કા, મળી રહેશે મહાલક્ષ્મીની કૃપા

ઘરમાં નિયમિત ગણેશજીની પૂજા કરવી જોઇએ
ઘરમાં નિયમિત ગણેશજીની પૂજા કરવી જોઇએ

Dharm Desk

Jul 05, 2018, 12:40 PM IST

ધર્મ ડેસ્ક: પૂજામાં રાખેલી વસ્તુઓને પૂજા બાદ તિજોરી કે પર્સમાં રાખવાથી ઘણી મુશ્કેલીઓથી બચી શકાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, કોઇપણ કામ કરતાં પહેલાં ભગવાન ગણેશની પૂજા કરવાથી કામ અડચણો વગર પૂરું થાય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા અનુસાર, ઘરમાં નિયમિત ગણેશજીની પૂજા કરવી જોઇએ. ગણેશ પૂજામાં ઘણી વસ્તુઓ મૂકવામાં આવે છે. તેમાંની કેટલીક વસ્તુઓ એવી છે, જેમને ઘરમાં કે પર્સમાં મૂકવાથી ગણેશજીની વિશેષ કૃપા મળી રહે છે. અહીં જાણો આ વસ્તુઓ વિશે.

૧. ભગવાન ગણેશની પૂજામાં હળદરની ગાંઠ મૂકવી જોઇએ. પૂજા બાદ આ ગાંઠ તિજોરી કે પર્સમાં રાખવાથી સૌભાગ્ય જળવાઇ રહે છે.


૨. પૂજામાં મૂકેલી સોપારીને ગણપતિનું પ્રતિક માનવામાં આવે છે, માટે પૂજા બાદ તેને ગણપતિના આ સ્વરૂપને તિજોરીમાં કે પર્સમાં રાખવી જોઇએ.


૩. ગણપતિની પૂજામાં નારાસડીનો ઉપયોગ કરવામાં આવે છે. પૂજા બાદ તેને ધન મૂકવાની જગ્યાએ રાખવી જોઇએ. તેને જમણા હાથના કાંડા પર પણ બાંધી શકાય છે.


૪. ગણેશજીની પૂજામાં ચોખા ખાસ ચઢાવવામાં આવે છે. પૂજા બાદ આ ચોખાને ભેગા કરી એક લાલ કપડામાં બાંધી તિજોરીમાં મૂકી દેવા.


૫. પૂજામાં ભગવાનને ધન પણ ચઢાવવામાં આવે છે. પૂજામાં મૂકેલ સિક્કા તિજોરીમાં રાખવાથી મહાલક્ષ્મીની કૃપા મળી રહે છે.

પત્નીની એક ભૂલની અસર પડી શકે છે પતિના ભાગ્ય પર પણ, કિચનમાં ધ્યાનમાં રાખવી 8 વાતો

X
ઘરમાં નિયમિત ગણેશજીની પૂજા કરવી જોઇએઘરમાં નિયમિત ગણેશજીની પૂજા કરવી જોઇએ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી