Divya Bhaskar

Home » Jyotish » Rashi Aur Niddan » Shivaratri: Know eight types of Benefit of lord Shiva Name

મહાશિવરાત્રિ SPL: રાત્રે બોલો માત્ર શિવજીનું નામ બોલો, મેળવો 8 પ્રકારના લાભ

Divyabhaskar.com | Updated - Feb 12, 2018, 08:09 PM

શિવરાત્રિના દિવસે બોલો શિવનું નામ, મળશે આ 8-8 દોષોથી છુટકારો

  • Shivaratri: Know eight types of Benefit of lord Shiva Name
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ ભગવાનની પૂજા-અર્ચના કરવાથી હંમેશાં તેમની કૃપા અને શુભ ફળ પ્રાપ્ત થાય છે, પરંતુ કેટલાક ખાસ દિવસો એવા હોય છે જેમાં કરવામાં આવેલી પૂજા-અર્ચના વ્યર્થ નથી જતી. મહાશિવરાત્રિ ભગવાન શિવનો સૌથી મહત્વનો તહેવાર છે. આ દિવસે પૂરી શ્રદ્ધા અને વિશ્વાસની સાથે ભગવાન શિવનું નામ લેવાથી આ 8 ફાયદા ચોક્કસપણે પ્રાપ્ત થાય છે. તેની માટે તમે શિવના 108 નામ હોય કે ઓમ નમઃ શિવાયનો જાપ કે પછી મહામૃત્યુંજયનો જાપ. કોઈપણ સ્વરૂપે શિવના નામનું રટણ કરવાથી તમારી ઉપર શિવકૃપા થશે.



    આગળની સ્લાઈડ્સમાં અન્ય 7 લાભ વિશે...
  • Shivaratri: Know eight types of Benefit of lord Shiva Name
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    જો તમારા પરિવારમાં કોઈ બીમાર રહે છે તો મહાશિવરાત્રિના દિવસે કાળા પત્થરના શિવલિંગ પર દૂધ અને ઘી થી અભિષેક કરો. ત્યારબાદ શિવલિંગ પર સવા પાવ ચોખા અર્પિત કરો અને મહામૃત્યુંજય મંત્રની 11 માળાનો જાપ કરો. પછી શિવલિંગ પરથી થોડા ચોખા લઈને સફેદ કપડામાં બાંધીને રોગીના માથા પાસે મુકો. ત્રણ દિવસમાં રોગી ઠીક થઈ જશે. ત્યારબાદ ઠીક થતા જ માથા પાસે મુકેલી ચોખાની પોટલી કોઈ નદી કે તળાવમાં વહાવી દો. 
     

  • Shivaratri: Know eight types of Benefit of lord Shiva Name
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    શિવરાત્રિ પર ભગવાન શિવનો શેરડીના રસથી અભિષેક કરવામાં આવે તો ધનની કમી દૂર થઈ જાય છે. બીજી બાજુ સ્થાયી લક્ષ્મી મેળવવા માટે શેરડીના રસથી શિવ મહિમ્નસ્ત્રોતની 21 આવૃત્તિ સાથે અભિષેક કરવો જોઈએ. આ પ્રયોગથી વેપારમાં વૃદ્ધિ થાય છે. અટકેલુ ધન મળે છે. 

  • Shivaratri: Know eight types of Benefit of lord Shiva Name
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    સન્માન પ્રતિષ્ઠા પદ માટે જો તમે નોકરીમાં તરક્કી મેળવવા માંગો છો તો શિવરાત્રિ પર કેસરના દૂધથી શિવજીનો અભિષેક કરો. 

  • Shivaratri: Know eight types of Benefit of lord Shiva Name
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    વાહન દુર્ઘટનાઓથી બચવા માટે શિવરાત્રિ પર મહામૃત્યુંજય મંત્રનો જાપ કરતા શિવલિંગ પર 1008 બેલપત્ર અને 1008 ધતૂરા ચઢાવો. 

  • Shivaratri: Know eight types of Benefit of lord Shiva Name
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    શત્રુ હાનિ પહોંચાડી રહ્યા છે તો શત્રુનુ નામ લેતા શિવલિંગ પર કાળા તલ અને અડદ અર્પિત કરો. શિવરાત્રિથી શરૂ કરતા 21 દિવસ સુધી શિવલિંગ પર રોજ પાણી ચઢાવો. સાંજના સમયે શિવમંદિરમાં દીવો પ્રગટાવો. 

  • Shivaratri: Know eight types of Benefit of lord Shiva Name
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    મહાશિવરાત્રિની પૂજા કરવા માટે ઘરના મંદિરની ઉત્તર દિશામાં ભગવાન શિવની પ્રતિમા સ્થાપિત કરો. ભગવાન શિવની સાથે શ્રીગણેશની પણ ફોટા રાખો. 

  • Shivaratri: Know eight types of Benefit of lord Shiva Name

    પૂજા કે શુભ કાર્યમાં કાળા રંગના વસ્ત્ર નહી પહેરવા જોઈએ. આવું કરવાથી ભગવાન ગુસ્સો થઈ જાય છે . તેથી શિવરાત્રિની પૂજામાં ભૂલીને પણ કાળા વસ્ત્ર ન પહેરવા. 

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending