Dharm Desk
Jul 14, 2018, 10:00 AM ISTધર્મ ડેસ્ક: સિંહ રાશિ 12 રાશિઓમાં 5મી રાશિ છે. આ રાશિના સ્વામી ભગવાન સૂર્ય છે. આ વર્ષે જ સિંહ રાશિ શનિની ઢૈયામાંથી મુક્ત બની છે. સૂર્યની રાશિ હોવાના કારણે આ કારણ ખૂબજ મહત્વનું છે. આ રાશિના લોકોમાં આત્મવિશ્વાસ ભરપૂર હોય છે. સાથે-સાથે તેઓ મહેનતું અને સીધી વિચારસરણીવાળા હોય છે. સિંહ રાશિના લોકો આ વર્ષના ડિસેમ્બર સુધી કેટલાક ઉપાય કરે તો, તેમને ઘણો લાભ મળી શકે છે. સિંહ સૂર્યની જ રાશિ છે, એટલે ભગવાન આદિત્યની આરાધના કરવાથી સફળતા સરળતાથી મળી શકે છે.
સિંહ રાશિઓના લોકોએ નિયમિત પાંચ વાતોનું પાલન કરવું જોઇએ. સાયંસની દ્રષ્ટિએ અને જ્યોતિષની દ્રષ્ટિએ આ બાબતો ફાયદાકારક છે. દૈનિક લાઇફસ્ટાઇલમાં આ બાબતોનું પાલન કરવાથી સિંહ રાશિના લોકોને સફળતા અને સુખ મળી શકે છે.
કરો આ 5 ઉપાય
૧. સૂર્યોદય પહેલાં ઉઠવું- સિંહ રાશિના લોકોએ સૂર્યોદય પહેલાં ઉઠવાનો પ્રયત્ન કરવો જોઇએ. તેનાથી તેમને શારીરિક શક્તિ અને માનસિક સ્થિરતા બંન્ને મળે છે.
૨. સૂર્ય નમસ્કાર કરવા- સવારે ઊઠીને સૂર્ય નમસ્કાર કરવાની આદત પાડવી જોઇએ. તેનાથી શરીર સ્વસ્થ રહે છે અને આત્મવિશ્વાસ પણ ભરપૂર રહે છે.
૩. સૂર્યને અર્ધ્ય આપવું- તાંબાના લોટામાં પાણી ભરી તેમાં લાલ ગુલાબ અને ચોખા નાખી સૂર્યને અર્ધ્ય આપવું. અર્ધ્ય આપતી વખતે પાણીની ધારામાં સૂર્યનાં દર્શન કરવાં. તેનાથી કુંડળીં રહેલ સૂર્યદોષ દૂર થાય છે.
૪. મંત્ર જાપ કરો- રોજ 108 મણકાની એક માળા કે 11 કે 21 વાર ऊँ आदित्याय नमः મંત્રનો જાપ કરવો.
૫. આદિત્ય હ્રદય સ્તોત્રનો પાઠ- દર રવિવારે સૂર્યને અર્ધ્ય આપી આદિત્ય હ્રદય સ્તોત્રનો પાઠ કરવો. તેનાથી હંમેશાં ઉત્સાહ અને સ્ફૂર્તિ જળવાઇ રહેશે.
રાશિ પ્રમાણે ખબર પડી જાય છે, મુશ્કેલ સમયમાં કેવો થઈ જાય છે વ્યક્તિનો સ્વભાવ