• Importance of Lord Sun and Worship, Lord Krishna and Facts

તાંબાનાં વાસણનું દાન કરો અને 1 મંત્ર બોલી ચઢાવો સૂર્યને જળ, શ્રીકૃષ્ણએ જાતે જ જણાવ્યું છે તેનું મહત્વ / તાંબાનાં વાસણનું દાન કરો અને 1 મંત્ર બોલી ચઢાવો સૂર્યને જળ, શ્રીકૃષ્ણએ જાતે જ જણાવ્યું છે તેનું મહત્વ

સૂર્યને જળ ચઢાવી પૂજા કરવામાં આવે તો મોટામાં-મોટી મુશ્કેલી પણ સહેલાઇથી દૂર થઈ શકે છે
સૂર્યને જળ ચઢાવી પૂજા કરવામાં આવે તો મોટામાં-મોટી મુશ્કેલી પણ સહેલાઇથી દૂર થઈ શકે છે

તાંબાનાં વાસણ દાન કરો અને 1 મંત્ર બોલી ચઢાવો સૂર્યને જળ, શ્રીકૃષ્ણએ જાતે જ જણાવ્યું છે તેનું મહત્વ.

Dharm Desk

Jul 13, 2018, 02:37 PM IST

ધર્મ ડેસ્ક: રોજ સવારે સૂર્યને જળ ચઢાવી પૂજા કરવામાં આવે તો મોટામાં-મોટી મુશ્કેલી પણ સહેલાઇથી દૂર થઈ શકે છે. સૂર્ય પૂજાનું મહત્વ ભવિષ્ય પુરાણમાં બ્રાહ્મ પર્વમાં શ્રીકૃષ્ણે સાંબને જણાવ્યું છે. સાંબ શ્રીકૃષ્ણના પુત્ર હતા. શ્રીકૃષ્ણના જણાવ્યા અનુસાર સૂર્ય એકમાત્ર પ્રત્યક્ષ દેવતા છે, એટલે સૂર્યદેવને સીધા જોઇ શકાય છે. જે ભક્ત પૂરેપૂરી શ્રદ્ધાથી સૂર્યની ભક્તિ કરે છે, સૂર્ય ભગવાન તેની બધી જ ઇચ્છાઓ પૂર્ણ કરે છે.


શ્રીકૃષ્ણએ સાંબને જણાવ્યું હતું કે, તેમણે પોતે પણ સૂર્યની પૂજા કરી છે અને તેમના પ્રભાવથી જ તેમને દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે.


જો તમે પણ રોજ સૂર્યની પૂજા કરશો તો, તમને પણ શુભ ફળ મળી શકે છે. અહીં જાણો ભવિષ્ય પુરાણમાં શ્રીકૃષ્ણે જણાવેલ સૂર્ય પૂજાના કેટલાક સરળ નિયમો.


૧. સવારે સ્નાન કર્યા બાદ ભગવાન સૂર્યને જળ અર્પણ કરવું. આ માટે તાંબાના લોટામાં જળ ભરી તેમાં ચોખા અને ફૂલ નાખી સૂર્યને અર્ધ્ય આપવું.

૨. જળ અર્પિત કર્યા બાદ સૂર્ય મંત્રનો જાપ કરવો. આ જાપ કરી શક્તિ, બુદ્ધિ, સ્વાસ્થ્ય અને સન્માનની કામના કરવી.

સૂર્ય મંત્ર -ऊँ खखोल्काय स्वाहा

૩. આ રીતે સૂર્યની આરાધના કર્યા બાદ ધૂપ અને દિવાથી સૂર્યનું પૂજન કરવું.

૪. તાંબાનાં વાસણો, પીળાં કે લાલ વસ્ત્ર, ઘઉં, ગોળ, માણેક, લાલ ચંદન વગેરે સૂર્ય સંબંધિત વસ્તુઓનું દાન કરવું. શ્રદ્ધા અનુસાર આમાંથી કોઇપણ વસ્તુનું દાન કરી શકાય છે. તેનાથી કુંડળીમાં સૂર્યના દોષ દૂર કરી શકાય છે.

૫. સૂર્ય માટે રવિવારનું વ્રત કરવું. એક સમય ફળાહાર કરવો અને સૂર્યદેવનું પૂજન કરવું.

સતાવ્યા કરતો હોય અજાણ્યો ડર તો, રોજ માતા દુર્ગા સામે બેસી કરો 1 મંત્રનો જાપ

X
સૂર્યને જળ ચઢાવી પૂજા કરવામાં આવે તો મોટામાં-મોટી મુશ્કેલી પણ સહેલાઇથી દૂર થઈ શકે છેસૂર્યને જળ ચઢાવી પૂજા કરવામાં આવે તો મોટામાં-મોટી મુશ્કેલી પણ સહેલાઇથી દૂર થઈ શકે છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી