Home » Jyotish » Rashi Aur Niddan » ગુરુવારના જ્યોતિષિય ઉપાયોથી થશે ભાગ્યોદય Astro Measures On Thursday For Money Problems

ગ્રહદોષને લીધે કામ બગડતા હોય તો દર ગુરુવારે કરો આ 7માંથી કોઈ 1 ઉપાય, થશે ભાગ્યોદય

Divyabhaskar.com | Updated - Jul 11, 2018, 03:30 PM

જ્યોતિષમાં સપ્તાહના બધા દિવસો માટે અલગ-અલગ કારક ગ્રહ બતાવ્યા છે, જેમાં ગુરુવારનો કારકગ્રહ ગુરુ છે

  • ગુરુવારના જ્યોતિષિય ઉપાયોથી થશે ભાગ્યોદય Astro Measures On Thursday For Money Problems

    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ જ્યોતિષમાં ગુરુ ગ્રહને ભાગ્ય અને ધર્મનો કારક માનવામાં આવે છે. જો આ ગ્રહ કુંડળીમાં અશુભ હોય તો વ્યક્તિના ભાગ્યનો સાથ નથી મળતો. ધર્મના મામલાઓમાં પણ તેને લાભ નથી મળતો. સાફ-સફાઈ પછી ઘરમાં ગંદકી રહેતી હોય તો તેની પાછળનું કારણ પણ ગુરુ હોઈ શકે છે. ઉજ્જૈનના એસ્ટ્રોલોજર ડો. વિનિતા નાગરના બતાવ્યા પ્રમાણે દર ગુરુવારે કયા-કયા ઉપાય કરવાથી ભાગ્યોદયની બાધાઓ દૂર થઈ શકે છે.

    પહેલો ઉપાય-


    તુલસીની પૂજા રોજ કરો, પરંતુ ગુરુવારે તુલસીને કાચૂ દૂધ પણ ચઢાવો. તેનાથી ધનની ખોટ દૂર થઈ શકે છે.

    પહેલો ઉપાય-


    કુંડળીના બધા દોષ દૂર કરવા માટે શિવલિંગ પર કેસર મિશ્રિત દૂધ ચઢાવો. આ ઉપાયથી દુર્ભાગ્ય પણ દૂર થઈ શકે છે.

    ત્રીજો ઉપાય-


    ગુરુવારે કેળાના ઝાડની પૂજા કરો. હળદરની ગાઠ ચઢાવો અને પીળી મિઠાઈ ચઢાવો. આ ઉપાય કરવાથી લગ્નને લગતી પરેશાનીઓ દૂર થઈ શકે છે.

    ચોથો ઉપાય-


    જો લગ્નમાં પરેશાનીઓ આવતી હોય તો દર ગુરુવારે પીળા વસ્ત્ર પહેરો અને પીળા કપડું પોતાની સાથે રાખો.

    પાંચમો ઉપાય-


    ભગવાન વિષ્ણુના મંદિરે જાઓ અને ભગવાનને પીળા ફૂલ ચઢાવો. આ ઉપાયથી ધન સંબંધી કાર્યોમાં આવતી બાધાઓ સમાપ્ત થઈ શકે છે.

    છઠ્ઠો ઉપાય-


    દક્ષિણાવર્તી શંખમાં કેસર મિશ્રિત જળ અને દૂધથી બાલ ગોપાલનો અભિષેક કરો. આ ઉપાય કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધી શકે છે.

    સાતમો ઉપાય-


    કોઈ મંદિરમાં જાઓ કે ઘરના મંદિરમાં જ ગુરુ મંત્ર ऊँ ग्रां ग्रीं ग्रों स: गुरुवे नम: મંત્રનો જાપ કરો.

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending