Home » Jyotish » Rashi Aur Niddan » Amazing Tips and Remedies For Amavasya

આજે અમાસઃ કુંડળીના દોષ દૂર કરવા રાતના કરી લો 10 ઉપાય, ખતમ થઈ જશે પરેશાનીઓ

Divyabhaskar.com | Updated - Jul 13, 2018, 04:06 PM

આજે 13 જુલાઈ, શુક્રવારના અષાઢ મહિનાની અમાસ છે. જ્યોતિષમાં આ તિથિનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે.

  • Amazing Tips and Remedies For Amavasya

    ધર્મ ડેસ્કઃ આજે 13 જુલાઈ, શુક્રવારના અષાઢ મહિનાની અમાસ છે. જ્યોતિષમાં આ તિથિનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા મુજબ અમાસ પર કરેલા ઉપાય શુભ ફળ આપનારા હોય છે. અમાસના ઉપાયોથી પરેશાનીઓ દૂર થઈ શકે છે અને કામમાં સફળતા મળી શકે છે. જાણો આ દિવસે કુંડળીના દોષ દૂર કરવા માટે ક્યા-ક્યા ઉપાય કરી શકાય છે.

    - સૂર્યાસ્ત પછી હનુમાન મંદિરમાં તેલનો દીવો પ્રગટાવો અને શ્રીરામ નામના 108 વખત જાપ કરો.

    - ભગવાન વિષ્ણુના મંદિરે જાઓ અને ભગવાનના દર્શન કરીને મંત્ર ऊँ नमो भगवते वासुदेवायના જાપ 108 વખત કરો. વિષ્ણુ ભગવાનને કેળા અને શીરાનો પ્રસાદ ધરાવો.

    - ઘરના મંદિરમાં વિષ્ણુજીની સાથે જ મહાલક્ષ્મીની પૂજા કરો. વિષ્ણુના અવતાર શ્રીકૃષ્ણને માખણ-શાકરનો પ્રસાદ ધરાવો.

    - કોઈ મંદિરમાં જઈ ધ્વજનું દાન કરો. મીઠાઈનો પ્રસાદ ધરાવો અને મંદિરમાં જ ભક્તોને વેંચો.

    - શિવજીની સામે દીવો પ્રગટાવો અને ऊँ सांब सदा शिवाय नम: મંત્રના જાપ 108 વખત કરો. શિવલિંગ પર કાળા તલ ચઢાવો.

    - પીપળાની નીચે દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. પછી ભગવાનથી પરેશાનીઓ દૂર કરવા પ્રાર્થના કરો.

    - કોઈ ગરીબને કાળી છત્રી દાન કરો. તેનાથી શનિના દોષ દૂર થઈ શકે છે.

    - સૂર્યાસ્ત પછી તુલસી સામે દીવો પ્રગટાવો.

    - ઘરના મંદિરમાં કર્પૂર પ્રગટાવો. તેનાથી ઘરની નકારાત્મકતા દૂર થઈ શકે છે.

    આ પણ વાંચોઃ- Julyના Lucky+Unlucky દિવસ, જાણો કઈ રાશિના જાતકોએ રહેવું સાવચેત

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending

વીડિયો વધુ જુઓ