ધર્મ ડેસ્કઃ હાથમાં રંગ-બેરંગી દોરા બાંધવાની એક ફેશન છે. કાયમ મંદિરોમાં આ દોરા બાંધવામાં આવે છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે આ દોરા પણ આપણાં માટે હકારાત્મક ઊર્જાનું નિર્માણ કરે છે. હાથમાં દોરો જો તમારી પરેશાની અથવા ઈષ્ટ દેવતા મુજબ બાંધવામાં આવે તો તેનાથી ઘણાં સારા પરિણામ જોવા મળી શકે છે. પરંતુ, આ દોરો એમ જ નથી બાંધવામાં આવતા. તેને રક્ષાસૂત્ર કહેવામાં આવે છે, તેથી તેને બાંધવાની પણ ચોક્કસ રીત છે.
આપણાં શાસ્ત્રોમાં તેના વિશે સંપૂર્ણ માહિતી આપેલી છે. જ્યોતિષમાં રક્ષાસૂત્રનું ઘણું મહત્વ જણાવવામાં આવ્યું છે. કોઈ પણ પૂજા પહેલા પંડિત પણ પૂજા કરાવનારના હાથમાં રક્ષાસૂત્ર બાંધે છે, જે વિશેષ મંત્રોની સાથે બાંધવામાં આવે છે. એટલે હાથમાં દોરો બાંધી રહ્યા હોવ તો તેને સંપૂર્ણ વિધિ-વિધાનની સાથે બાંધો, તેનાથી તમને લાભ મળશે. બધા જ દેવી-દેવતાઓ મુજબ જુદા-જુદા રંગ અને દોરાના રક્ષાસૂત્ર બાંધવાનો વિધાન જણાવવામાં આવ્યો છે.
ક્યા ગ્રહ અને દેવતા માટે ક્યું રક્ષાસૂત્ર?
શનિ- શનિની કૃપા મેળવવા માટે વાદળી રંગનો સૂતરાઉ દોરો બાંધવો જોઈએ.
બુધ - બુધ માટે લીલા રંગનો સોફ્ટ દોરો બાંધવો જોઈએ.
ગુરૂ અને વિષ્ણુ - ગુરૂ માટે હાથમાં પીળા રંગનો રેશમી દોરો બાંધવો જોઈએ.
શુક્ર અને લક્ષ્મી - શુક્ર અથવા લક્ષ્મીની કૃપા મેળવવા માટે સફેદ રેશમી દોરો બાંધવો જોઈએ.
ચંદ્ર અને શિવ - શિવની કૃપા અથવા ચંદ્રના સારા પ્રભાવ માટે પણ સફેદ દોરો બાંધવો જોઈએ.
રાહુ-કેતુ અને ભૈરવ - રાહુ-કેતુ અને ભૈરવની કૃપા માટે કાળા રંગનો દોરો બાંધવો જોઈએ.
મંગળ અને હનુમાન - ભગવાન હનુમાન અથવા મંગળ ગ્રહની કૃપા મેળવવા માટે લાલ રંગનો દોરો હાથમાં બાંધવો જોઈએ.
કેવી રીતે બાંધવો જોઈએ દોરો?
જે પણ દેવતા અથવા ગ્રહના શુભફળ માટે દોરો બાંધવાનો છે, તેના માટે તે વારના મંદિર જાઓ. ઈચ્છો તો દોરો પહેલાથી ખરીદીને પણ રાખી શકો છો. મંદિરમાં પૂજા કરો, પ્રસાદ ચઢાવો, પછી તે દોરાને થોડી વાર માટે ભગવાનની પ્રતિમાના પગમાં રાખી દો. દોરો એવી રીતે પ્રતિમા પાસે રાખો કે તે ભગવાનના પગને સ્પર્શ કરતો હોય. પછી મંદિરમાં પંડિત પાસે જ તે દોરો તમારા જમણા હાથમાં બંધાવો. તેના માટે 11 અથવા 21 રૂપિયા પંડિતને દક્ષિણા પણ આપો. આ રીતે બાંધેલો દોરો તમને ફાયદો કરાવશે. તમારી આજુબાજુ સુરક્ષાનો ઘેરો બનાવશે.
આ પણ વાંચોઃ- દેવું વધવાથી ચિંતિત છો તો કરો ગણપતિ સ્ત્રોતના પાઠ, દૂર થઈ શકે છે પરેશાનીઓ