• How to Do Hanuman Chalisa for Better Result and Good Luck with Happiness

એક જ જગ્યાએ હનુમાનજી સામે બેસીને કરો હનુમાન ચાલીસા, લાલ આસન પર બેસો અને ચઢાવો ચમેલીનું તેલ / એક જ જગ્યાએ હનુમાનજી સામે બેસીને કરો હનુમાન ચાલીસા, લાલ આસન પર બેસો અને ચઢાવો ચમેલીનું તેલ

ચાલીસાનો પાઠ કોઇપણ નક્કી કરેલી જગ્યાએ બેસીને કરવો
ચાલીસાનો પાઠ કોઇપણ નક્કી કરેલી જગ્યાએ બેસીને કરવો

Dharm Desk

Jul 13, 2018, 01:46 PM IST

ધર્મ ડેસ્ક: હનુમાન ચાલીસાને સૌથી સિદ્ધ માનવામાં આવે છે. કળયુગમાં હનુમાનને જીવિત દેવ માનવામાં આવે છે. આ જ કારણે દરેક સમસ્યાના સમાધાન માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે છે. તુલસીદાસ દ્વારા લખેલ આ ચાલીસા ભગવાન હનુમાનની સૌથી સરળ અને અચૂક સ્તુતિ છે. જો પૂરેપૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી નિયમિત તેનો પાઠ કરવામાં આવે તો, કોઇપણ સમસ્યાનું સમાધાન કરી શકાય છે.


હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી શનિની ઢૈયા, સાડાસાતી, મંગળથી થતી મુશ્કેલીઓ, રાહુ-કેતુનું શમન, નકારાત્મક શક્તિઓ અને શિક્ષામાં આવતી મુશ્કેલીઓ દૂર કરી શકાય છે. હનુમાન ચાલીસાનો પાઠ કરવાના કેટલાક નિયમો છે, જો તેનું પાલન કરવામાં આવે તો, ફળ પૂરેપૂરું મળે છે. થોડા દિવસ પાઠ કરી છોડી દેવાથી કોઇજ લાભ નહીં મળે.


હનુમાન ચાલીસા વાંચતી વખતે ધ્યાનમાં રાખવા આ નિયમો


૧. હનુમાન ચાલીસાનો પાઠ મંગળવારથી શરૂ કરવો. જો શનિના અશુભ પ્રભાવથી બચવું હોય તો શનિવારે શરૂ કરવા.


૨. ચાલીસાનો પાઠ કોઇપણ નક્કી કરેલી જગ્યાએ બેસીને કરવો. ત્યાં સાફ-સફાઇનું ધ્યાન રાખવું.


૩. ચાલીસાનો પાઠ શરૂ કરતાં પહેલાં આ જગ્યા પર ગંગા જળ કે ગૌમૂત્ર છાંટવું. જ્યારે પહેલીવાર પાઠ કરતા હોય ત્યારે જ કરવું.


૪. ચાલીસાનો પાઠ કરવા માટે હનુમાનની તસવીર કે પ્રતીમા રાખવી. જો તસવીર ન હોય તો ધ્યાનમાં બેસવું અને હનુમાન, રામ દરબારમાં બેઠા હોય કે પર્વત ઉઠાવીને જતા હોય તેવી તસવીરનું સ્મરણ કરી ધ્યાન ધરવું.


૫. હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કર્યો ત્યારે એ વાતનો પ્રયત્ન કરવો કે, ઓછામાં ઓછા 41 દિવસ સુધી આ નિયમ તૂટે નહીં.


૬. ચાલીસાનો પાઠ કરતી વખતે ધૂપ, દિવો અને કઈંક ભોગ પણ રાખવો.


૭. એકવાર હનુમાન મંદિરમાં સિંદૂર અને ચમેલીના તેલનું દાન કરવું.


૮. ભગવાન હનુમાનના ભોગમાં તુલસી પણ રાખવી.

હનુમાન ચાલીસાનો સમય ન હોય તો, જાપ કરો 1 ચોપાઇનો, મગજ તેજ થશે અને પૂર્ણ થશે મનોકામનાઓ

X
ચાલીસાનો પાઠ કોઇપણ નક્કી કરેલી જગ્યાએ બેસીને કરવોચાલીસાનો પાઠ કોઇપણ નક્કી કરેલી જગ્યાએ બેસીને કરવો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી