• ગુપ્ત નવરાત્રિમાં 1 મંત્ર દ્વારા મેળવો માતા દુર્ગાની કૃપા Chant This mantra in Gupta Navaratri from 14 July to 21 July 2018

ગુપ્ત નવરાત્રિઃ 14 થી 21 જુલાઈ સુધી રોજ બોલો 1 મંત્ર, મળશે પૂરી દુર્ગા સપ્તસતીનો પાઠ કરવાનું પુણ્યફળ / ગુપ્ત નવરાત્રિઃ 14 થી 21 જુલાઈ સુધી રોજ બોલો 1 મંત્ર, મળશે પૂરી દુર્ગા સપ્તસતીનો પાઠ કરવાનું પુણ્યફળ

ગુપ્ત નવરાત્રિમાં 1 મંત્ર દ્વારા મેળવો માતા દુર્ગાની કૃપા Chant This mantra   in Gupta Navaratri from 14 July to 21 July   2018
Dharm Desk

Dharm Desk

Jul 13, 2018, 01:41 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ આ વર્ષે 14 થી 21 જુલાઈ સુધી અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ ઉજવવામાં આવશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના બતાવ્યા પ્રમાણે નવરાત્રિમાં દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી બધી મનોકામના પૂરી થઈ શકે છે, પરંતુ આજે ભાગ-દોડવાળી જિંદગીમાં દુર્ગા સપ્તશતીનો પાઠ વાંચવાનો બધા પાસે સમય નથી હોતો. એવી સ્થિતિમાં માત્ર 1 મંત્ર બોલીને આખી દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાનું ફળ મેળવી શકાય છે. આ મંત્રને એક શ્લોકી દુર્ગાસપ્તસતી કહે છે. આ મંત્ર આ પ્રકારે છે-'

મંત્ર-

या अंबा मधुकैटभ प्रमथिनी,या माहिषोन्मूलिनी,

या धूम्रेक्षण चन्ड मुंड मथिनी,या रक्तबीजाशिनी,
शक्तिः शुंभ निशुंभ दैत्य दलिनी,या सिद्धलक्ष्मी: परा,
सादुर्गा नवकोटि विश्व सहिता,माम् पातु विश्वेश्वरी

આ વિધિથી કરો એક શ્લોકી દુર્ગા સપ્તશતીના મંત્રનો જાપ-

1-ગુપ્ત નવરાત્રિમાં રોજ સવારે વહેલાં નહાઈને, સ્વચ્છ કપડાં પહેરીને દેવી દુર્ગાના ફોટા કે મૂર્તિની પૂજા કરો.

2-માતા દુર્ગાની સામે આસન પાથરીને રુદ્રાક્ષની માળાથી આ મંત્રનો જાપ કરો. રોજ ઓછામાં ઓછા 1 માળા જાપ(108 વાર) જરૂર કરો.

3-આસન કુશનું હોય તો સારું રહે છે. એક જ સમય, આસન અને માળા હોય તો આ મંત્ર ઝડપથી સિદ્ધ થઈ જાય છે.

X
ગુપ્ત નવરાત્રિમાં 1 મંત્ર દ્વારા મેળવો માતા દુર્ગાની કૃપા Chant This mantra   in Gupta Navaratri from 14 July to 21 July   2018
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી