Home » Jyotish » Rashi Aur Niddan » સાપ્તાહિક ભવિષ્યફળ 16 થી 22 એપ્રિલ 2018 | Bejan Daruwala weekly Gujarati Rashifal

સાપ્તાહિક રાશિભવિષ્યઃ જાણો આવનારા 7 દિવસ તમારી માટે કેવા રહેશે

Divyabhaskar.com | Updated - Apr 14, 2018, 04:57 PM

બેજાન દારુવાલાનું સાપ્તાહિક ભવિષ્યફળ, જાણો કેવા રહેશે 7 દિવસ

 • સાપ્તાહિક ભવિષ્યફળ 16 થી 22 એપ્રિલ 2018 | Bejan Daruwala weekly Gujarati Rashifal
  +12બીજી સ્લાઈડ્સ જુઓ

  ધર્મ ડેસ્ક, અમદાવાદ એપ્રિલ મહિનાનું ત્રીજું સપ્તાહ તમારી માટે કેવું રહેશે જાણો તમારું સાપ્તાહિક ભવિષ્યફળ, આ અઠવાડિયે તમારા કયા કામ પૂરાં થશે, આ સમયમાં તમારા ધારેલાં કામ પૂરાં થશે કે નહીં, આ સપ્તાહે લવ લાઈફ કેવી રહેશે, આ


  -ગુજરાતમાં હજુ આંદોલનો થશે, સરકારે સાવધાની રાખવી જોઇએ
  -કોંગ્રેસ 2018થી 2021 સુધી પ્રદર્શન કરશે, રાહુલ ગાંધીના સિતારા મજબૂત બને
  -ઇશા ગુપ્તા, મુકુલ દવે, કરણ જોહર 2018માં કમાલ-ધમાલ કરી દેશે

  આગળની સ્લાઈડ્સમાં વાંચો 12 રાશિનું સાપ્તાહિક ભવિષ્ય...

 • સાપ્તાહિક ભવિષ્યફળ 16 થી 22 એપ્રિલ 2018 | Bejan Daruwala weekly Gujarati Rashifal
  +11બીજી સ્લાઈડ્સ જુઓ

  મેષ  

   

  આપનો આનંદનો સમય પૂરો થઇ રહ્યો છે. બિઝનેસને લગતી બાબતો ગંભીરતા અને સંપૂર્ણ સામર્થ્ય માગી લેશે. કાયદાકીય મુદ્દાઓ પણ કાળજી માગી લેશે. અચાનક, જીવનની વાસ્તવિકતા આપની સામે આવી જશે અને આપે બધા જ સ્રોતો  કામે લગાડવા પડશે. જેમના માટે આપ બધું જ કરી રહ્યા છો તે પરિવારને અવગણશો નહીં. આપનું ભવિષ્ય ઉજ્જ્વળ છે. આપની વ્યક્તિગત કુશળતા અને વર્તણૂક સમાજને કેવી રીતે લાભ થશે તે આપે શોધી કાઢવું જોઇએ.

 • સાપ્તાહિક ભવિષ્યફળ 16 થી 22 એપ્રિલ 2018 | Bejan Daruwala weekly Gujarati Rashifal
  +10બીજી સ્લાઈડ્સ જુઓ

  વૃષભ  


  તમારી સામાજિક જવાબદારી હળવી થતાં હવે તમે તમારા વ્યક્તિગત વિકાસ અને લાભ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરશો. ઘર-પરિવાર વચ્ચે કેવી રીતે સુમેળ જળવાય છે તે તમે સારી રીતે જાણો છો તેથી તમારું પારિવારિક જોડાણ વધુ મજબૂત થાય. ધાર્મિક કારણોને લઇને સપરિવાર પ્રવાસનું આયોજન થાય. સમાજમાં તમારાં પદ-પ્રતિષ્ઠામાં વધારો થાય. આપની સમગ્ર મનોવૃત્તિમાં પરિવર્તન આવી રહ્યું છે. આશા છે કે તે કાયમ માટે જળવાઇ રહે. તમારી પ્રતિષ્ઠા વધશે.

   

 • સાપ્તાહિક ભવિષ્યફળ 16 થી 22 એપ્રિલ 2018 | Bejan Daruwala weekly Gujarati Rashifal
  +9બીજી સ્લાઈડ્સ જુઓ

  મિથુન


  આ સપ્તાહ નવી કલાઓ, વૈચારિક પ્રક્રિયા અને ટેક્નિકોનું છે. આપ અજાણ્યાં રહસ્યો પાછળ આકર્ષાશો. આપ આપના ધ્યેય તરફ આગળ વધો પણ બને તેટલા ઓછા વિવાદ સાથે. આપના માટે નવા અને પ્રેરણાદાયી નોંધપાત્ર ફાયદાઓ સંગ્રહાયેલા છે. આ સમયગાળામાં નવા પ્રેમસંબંધો સ્થપાય તેવા પ્રબળ યોગો છે. આધ્યાત્મિક શક્તિ, સાહસ અને માન્યતા નોંધપાત્ર બની રહેશે. આપ સંનિષ્ઠતા અને ખાતરીપૂર્વક કાર્ય કરશો અને તે માનવતાના હિતમાં હશે. 

   

 • સાપ્તાહિક ભવિષ્યફળ 16 થી 22 એપ્રિલ 2018 | Bejan Daruwala weekly Gujarati Rashifal
  +8બીજી સ્લાઈડ્સ જુઓ

  કર્ક


  ગયા અઠવાડિયાનો કાર્યભાર આ અઠવાડિયે પણ રહેશે. તમને તાણનો અનુભવ પણ થઇ શકે છે, જે પ્રાકૃતિક ફળ આપનાર હશે. બેદરકારી ન રાખશો. દુર્ઘટના કે સ્વાસ્થ્ય કથળવાની સંભાવના છે. આ અઠવાડિયે કાર્ય તમે ઘણું બધું કરશો, એ હકારાત્મક હોઇ શકે છે. તમે જે રોકાણ કરો એમાં ૫હેલાં શોધખોળ કે અધ્યયન કરવાનું ભૂલતા નહીં. હજી સુધી તમે ઇર્ષ્યા થાય એવી સફળતા મેળવી ન હતી, પણ હવે તમારે પોતાના હિત માટે થઇને સતર્ક થવું ૫ડશે. 

   

 • સાપ્તાહિક ભવિષ્યફળ 16 થી 22 એપ્રિલ 2018 | Bejan Daruwala weekly Gujarati Rashifal
  +7બીજી સ્લાઈડ્સ જુઓ

  સિંહ


  આ એક ક્રાંતિકારી તબક્કો છે. નવા વિચારો અને નવો દૃષ્ટિકોણ મહત્ત્વના બની રહેશે. જીવન પ્રત્યેનો આપનો સમગ્ર અભિગમ એક નવો વળાંક લેશે. સમૃદ્ધિનો પ્રવાહ વહેશે તથા આપ મિત્રો, પરિવારજનો અને સહકર્મચારીઓ સાથે સાહસ અને મોજ માણી શકશો તેવી શક્યતા છે. આપનું સમગ્ર ધ્યાન આ સપ્તાહે બાળકો અને સર્જનાત્મકતા પર રહેશે. આપ આ બંને માટે સારો એવો સમય ફાળવશો. ૫રિવારમાં એકતા અને મધુર સંબંધો જળવાઇ રહેશે.

   

 • સાપ્તાહિક ભવિષ્યફળ 16 થી 22 એપ્રિલ 2018 | Bejan Daruwala weekly Gujarati Rashifal
  +6બીજી સ્લાઈડ્સ જુઓ

  કન્યા


  આ સપ્તાહે સાચું વલણ અપનાવવું એ આપની જીવનશૈલીનો અંતર્ગત હિસ્સો બની રહેશે. આ સપ્તાહે આપ દરેક કામમાં યોગ્ય વલણ અપનાવવાનો આગ્રહ રાખશો. આ આશાવાદી દૃષ્ટિકોણને કારણે આપ સુખ અને દુઃખ તથા દરેક કસોટીમાંથી સરળતાથી પાર ઊતરી જશો. આપ માન્યતાઓ, પ્રેરણા અને દિશાની સાચી સમજણ મેળવી શકશો. ૫રિવર્તન કે નવી યોજનાઓ માટે પૂંજી તમને મળી રહેશે. ભૌતિક સમૃદ્ઘિ માટે આ અઠવાડિયું શ્રેષ્ઠ રહેશે.

   

 • સાપ્તાહિક ભવિષ્યફળ 16 થી 22 એપ્રિલ 2018 | Bejan Daruwala weekly Gujarati Rashifal
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  તુલા


  પ્રેમ અને પોતાના૫ણું હોય એવી ઘણી ક્ષણો તમે માણશો. તમે દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠતા, ઉન્નતિનું લક્ષ્ય રાખશો. તમે તમારી જીવનશૈલીમાં નવીનતા લાવશો, જેથી શ્રેષ્ઠતા કે ઉન્નતિ જળવાઇ રહે. ઘરમાં અમુક વિલાસી સાધનો, કલાને લગતી વસ્તુઓનો સંગ્રહ કરશો, જેથી ઘરનું વાતાવરણ પણ તમારા માટે અનુકૂળ બની રહે. છતાં તમારી મહેનત પણ એટલી જ આકરી હશે. આપ પરોપકારના માર્ગે જઇ રહ્યા છો, જરૂરતમંદો માટે કંઇક કરીને આપ સંતોષ મેળવી રહ્યા છો.

   

 • સાપ્તાહિક ભવિષ્યફળ 16 થી 22 એપ્રિલ 2018 | Bejan Daruwala weekly Gujarati Rashifal
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  વૃશ્ચિક


  આ સપ્તાહ દરમિયાન આપનું મનોવલણ, આચરણ અને સંબંધો નવા સ્તરે પહોંચશે. આપનો જોમ-જુસ્સો પણ વધશે. જેના કારણે ઓફિસમાં આપની કાર્યક્ષમતામાં પણ વધારો થશે. અંગત ક્ષેત્રે પણ આપની સાથેના લોકો આપના દરકાર અને લાગણીભર્યા સ્વભાવની ઉષ્માનો સુખદ અનુભવ માણશે. કામની ચિંતા, કારકિર્દી અને આપની નાણાકીય બાબતો પર આ સપ્તાહે વધારે ધ્યાન કેન્દ્રિત કરશો. સારી વાત એ છે કે આ તબક્કાને આપ સૌથી વધુ માણશો.

   

 • સાપ્તાહિક ભવિષ્યફળ 16 થી 22 એપ્રિલ 2018 | Bejan Daruwala weekly Gujarati Rashifal
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  ધન


  આ સમયગાળામાં તમારે કેટલાંક સંકટો અને સમસ્યાઓનો સામનો કરવાનો રહેશે. તમે વ્યવસાયમાં તમારા હરીફ કરતાં આગળ નીકળી ગયા હોવાથી તમારે તમારા હરીફની ઇર્ષા, દુશ્મનાવટનો સામનો કરવાનો થાય. તમારી સજ્જનતા, પ્રતિબદ્ધતા અને આ બધાને યોગ્ય એવા જુસ્સાને કારણે આખરે તમારી જીત થાય. તમને પ્રતિક્ષણ તમારા હરીફોથી સાવધ રહેવાની સલાહ આપે છે. તમારી મિત્રતા વધુ ગાઢ બનશે અને પરિવાર સાથેનો લગાવ વધુ મજબૂત થાય.

   

 • સાપ્તાહિક ભવિષ્યફળ 16 થી 22 એપ્રિલ 2018 | Bejan Daruwala weekly Gujarati Rashifal
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  મકર


  આપ સામાન્યપણે હોવ છો તેનાથી કંઇક અલગ હશો. ભૌતિક જીવનથી આપ આધ્યાત્મિકતા તરફ વળશો. આપનું ધ્યાન વ્યક્તિગત જરૂરિયાતોથી હટીને બીજી જરૂરિયાતો તરફ કેન્દ્રિત થશે. દુઃખી અને વૃદ્ધ લોકોની આપ વધુ કાળજી લેશો, તેનાથી આપને માનસિક શાંતિ અને સંતોષ મળશે. આશ્ચર્યની વાત એ છે કે હાલમાં નાણાં ઓછી મહત્ત્વની બાબત બની ગઇ છે અને તે આપને કંઇ તરફ દોરી જશે તે આપ પર નિર્ભર કરે છે. ચંદ્રની અસર હેઠળ આપ સ્વપ્નદૃષ્ટા બન્યા છો.

   

 • સાપ્તાહિક ભવિષ્યફળ 16 થી 22 એપ્રિલ 2018 | Bejan Daruwala weekly Gujarati Rashifal
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  કુંભ


  હવે આપના માટે વ્યક્તિગત બાબતો મહત્ત્વની બની રહેશે અને આપ પૂર્ણતાનો અનુભવ કરશો. સમાન વિચારસરણી ધરાવતા લોકો સાથે આપ સારું કામ કરી શકશો. જો આપ એકલા હશો તો કોઇ સીધું તમારા હૃદયમાં સમાઇ જશે. આપ ગૂઢવિદ્યાની શોધ માટે દિલથી પ્રયત્ન કરશો. પ્રવાસ અને વાતચીત- સંદેશવ્યવહાર દ્વારા આપને જેની ઝંખના છે તે મળે તેવી શક્યતા છે. તમારી નૈતૃત્વશક્તિ વિકસે અને તેના ફાયદાઓ મળતા જણાય. ટ

   

 • સાપ્તાહિક ભવિષ્યફળ 16 થી 22 એપ્રિલ 2018 | Bejan Daruwala weekly Gujarati Rashifal

  મીન


  આપ બધાથી વિખૂટા પડી ગયા છો તે વાત બરાબર છે પણ આવી એકલતા શા માટે? હા, આપ પોતાની રીતે કામ કરવાનો આનંદ અનુભવી રહ્યા છો, અને એકાંતને માણી રહ્યા છો. હવે આપે લોકોનો સંપર્ક સાધવાની જરૂર છે. તેનાથી આપનું જીવન વધુ સારું બની શકે છે. પ્રવાસ થવાની શક્યતા છે તેથી અકસ્માત અને દુર્ઘટના થવાની પણ શક્યતા હોવાથી સાવધ રહેવાની જરૂર છે. કાળજી રાખજો, આ સપ્તાહે આમ પણ આપે ઘણાં કામ કરવાનાં છે. 

   

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending

વીડિયો વધુ જુઓ