• Measures, Astrology Measures, Garud Puran, How To Avoid Sin

અજાણતા થઈ જીવ હત્યાના ખરાબ પરિણામથી બચવા કરો સુકાં નારિયળનો ઉપાય / અજાણતા થઈ જીવ હત્યાના ખરાબ પરિણામથી બચવા કરો સુકાં નારિયળનો ઉપાય

ઘણી વખત વાહન ચલાવતી વખતે અથવા કોઈ કામ કરતી વખતે જાણતા-અજાણતા આપણાંથી જીવ હત્યા થઈ જાય છે.

Divyabhaskar.com | Updated - Jul 14, 2018, 08:00 AM
Measures, Astrology Measures, Garud Puran, How To Avoid Sin

ધર્મ ડેસ્કઃ ઘણી વખત વાહન ચલાવતી વખતે અથવા કોઈ કામ કરતી વખતે જાણતા-અજાણતા આપણાંથી જીવ હત્યા થઈ જાય છે. આ સિવાય પણ ચાલતી વખતે કેટલાય નાના-નાના જીવ-જંતુ આપણાં પગની નીચે દબાઈને મરી જાય છે. ગ્રંથોમાં તેને પણ પાપ માનવામાં આવે છે. ગરૂડ પુરાણ મુજબ, આ પાપના અશુભ પરિણામ આપણને આવનારા ભવિષ્યમાં ભોગવવા પડી શકે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. પ્રફુલ્લ ભટ્ટ મુજબ, ગ્રંથોમાં આ પાપથી છુટકારો મેળવવા માટે પ્રાયશ્ચિતનો વિધાન જણાવવામાં આવ્યો છે, જેનાથી અશુભ પરિણામથી બચી શકાય છે. આ ઉપાય આપણે સરળતાથી કરી શકીએ છીએ. આ ઉપાય નીચે જણાવ્યાં મુજબ છે.

પહેલો ઉપાય
એક સુકાઇ ગયેલું નારિયળ લઈને તેની ઉપરનો થોડો ભાગ કાપી નાખો, જેથી તેમાં એક કાણું થઈ શકે. હવે આ કાણાંમાંથી તે નારિયળમાં શાકર નાખી તેનો આખું ભરી દો. તેના પછી તે નારિયળને કોઈ સુમસાન જગ્યા પર જમીનની નીચે દાટી દો. જેથી કીડી વગેરે જેવા જીવ-જંતુ તેને સરળતાથી ખાઇ શકે. આ ઉપાયથી જીવ હત્યાના પાપનો પ્રાયશ્ચિત થશે સાથે જ રાહુ-કેતુના દોષ પણ ખતમ થશે.

બીજો ઉપાય

શનિવારના કોઈ ગરીબ અથવા દિવ્યાંગ વ્યક્તિને ભોજન કરાવો. તેનાથી જીવ હત્યાના પાપથી બચી શકાશે.

ત્રીજો ઉપાય
દર મહિનાની અમાસ તિથિ પર ગાયને લીલું ઘાસ ખવડાવો. કુતરાને રોટલી આપો અને માછલીઓને લોટની ગોળીઓ ખવડાવો. આ ઉપાય કરવાથી તમારી કુંડળીના દોષ પણ ઓછા થશે.

આ પણ વાંચોઃ- આપઘાત કર્યા પછી શું થાય છે આત્મા સાથે, શું કહે છે ગરૂડ પુરાણ?

X
Measures, Astrology Measures, Garud Puran, How To Avoid Sin
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App