Home » Jyotish » Rashi Aur Niddan » સોમવતી અમાસે કરો જ્યોતિષ ઉપાયો | Measure for somvati amavasya

કાળસર્પદોષ દૂર કરવા અને મહાલક્ષ્મીની કૃપા મેળવવા સોમવારે કરો આ ઉપાય

Divyabhaskar.com | Updated - Apr 15, 2018, 05:40 PM

સોમવતી અમાસના દિવસે આ સરળ ઉપાય કરવાથી મળશે મહાલક્ષ્મીની ખાસ કૃપા

 • સોમવતી અમાસે કરો જ્યોતિષ ઉપાયો | Measure for somvati amavasya
  +6બીજી સ્લાઈડ્સ જુઓ

  ધર્મ ડેસ્ક, અમદાવાદઃ કાલે 16 એપ્રિલે સોમવારના રોજ વૈશાખ માસની અમાસ છે. સોમવારના દિવસે અમાસ હોવાના કારણે આને સોમવતી અમાસ પણ કહેવાય છે. અમાસ દિવસે સ્નાન, દાન, શ્રાદ્ધ અને વ્રતનું ખાસ મહત્વ છે. તંત્ર શાસ્ત્રમાં પણ અમાસને ખાસ તિથિ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આ દિવસે કરેલા ઉપાય ખાસ શુભ ફળ પ્રદાન કરે છે.
  અહીં અમે જણાવી રહ્યા છીએ સોમવતી અમાસના દિવસે કરવાના સરળ ઉપાય જે તમને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અપાવશે.

  આગળની સ્લાઈડ્સમાં વાંચો સોમવતી અમાસના સરળ ઉપાય...

 • સોમવતી અમાસે કરો જ્યોતિષ ઉપાયો | Measure for somvati amavasya
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  1. હિન્દુ ધર્મમાં અમાસને પિતૃઓની તિથિ માનવામાં આવે છે. આ દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે ગાયના છાણથી બનેલા છાણાં ઉપર શુદ્ધ ઘી અને ગોળ મેળવીને ધૂપ આપવી (સળગતા છાણા ઉપર મૂકવું). ઘી અને ગોળ ન હોય તો ખીરથી પણ ધૂપ આવી શકો છો, અથવા ઘરમાં કોઈ તાજું ભોજન હોય તેનાથી પણ ધૂપ આપવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. ધૂપ આપ્યા બાદ હથેળીમાં પાણી લેવું અને તેને અંગુઠા મારફતે ધરતી ઉપર મૂકી દેવું. આમ કરવાથી પિતૃઓને તૃપ્તિનો અનુભવ થાય છે અને આપણને આશીર્વાદ આપે છે, જેનાથી આપણા જીવનમાં સુખ-શાંતિ આવે છે.
   
  2. અમાસના દિવસે કીડીને સાકર મેળવેલો લોટ ખવડાવવો, આમ કરવાથી પાપ કર્મોનો પ્રાયશ્ચિત થાય છે અને સારા કાર્યોના ફળ મળે છે. સાથે જ તમારી બધી મનોકામના પૂર્ણ થશે.

 • સોમવતી અમાસે કરો જ્યોતિષ ઉપાયો | Measure for somvati amavasya
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  3. અમાસના દિવસે સવારે સ્નાન વગેરે કર્યા બાદ લોટની ગોળીઓ બનાવવી, ગોળઓ બનાવતી વખતે ભગવાનનું નામ લેવું. ત્યારબાદ તે ગોળીઓ નજીકના કોઈ તળાવમાં જઈ માછલીઓને ખવડાવી દેવી, આમ કરવાથી તમારા જીવનની સમસ્ત પરેશાનીઓ દૂર થશે.
   
  4. અમાસ અને સોમવારના શુભ યોગમાં કોઈ પણ શિવ મંદિરમાં જઈને શિવલિંગ ઉપર જળ અને બિલ્વપત્ર ચઢાવવા. ત્યારબાદ મંદિરમાં જ બેસીને રૂદ્રાક્ષની માળાથી ऊं नमः शिवायः મંત્રનો જાપ કરવો, આ ઉપાય કરવાથી વ્યક્તિની બધી જ મનોકામના પૂર્ણ થાય છે.
   
  આગળની સ્લાઈડ્સમાં વાંચો અમાસના અન્ય ઉપાય...

 • સોમવતી અમાસે કરો જ્યોતિષ ઉપાયો | Measure for somvati amavasya
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  5. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા અમાસની સાંજે ઘરના ઈશાન કોણમાં ગાયના ઘીનો દીવો કરવો. દિવેટમાં રૂના સ્થાને લાલ રંગના દોરાનો ઉપયોગ કરવો, સાથે જ દીવામાં થોડી કેસર નાંખવી. આ ઉપાય કરવાથી ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય છે.
   
  6. અમાસના દિવસે ધ્યાન રાખવું કે ગુસ્સો ન કરવો, ઘરમાં ઝઘડો ન કરવો સાથે જ કોઈ પણ પ્રકારનું અનૈતિક કાર્ય ન કરવું.
   
  આગળની સ્લાઈડ્સમાં વાંચો અમાસના અન્ય ઉપાય...

   

 • સોમવતી અમાસે કરો જ્યોતિષ ઉપાયો | Measure for somvati amavasya
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  7. અમાસના દિવસે રાત્રે 10 વાગે સ્નાન વગેરે કર્યા બાદ સાફ પીળા કપડાં પહેરવા. ત્યારબાદ ઉત્તર દિશા તરફ મુખ કરીને ઉન અછવા કુશના આસન ઉપર બેસી જવું. પોતાની સામે પાટલા ઉપર એક થાળીમાં કેસરથી સ્વાસ્તિક અથવા ઓમ બનાવવા, તેની ઉપર મહાલક્ષ્મી યંત્રની સ્થાપના કરવી, ત્યારબાદ તેની સામે એક દિવ્ય શંખ થાળીમાં સ્થાપિત કરવો.
   
  હવે થોડા ચોખા લઈ તેને કેસરથી રંગી શંખમાં નાંખી દેવા. શુદ્ધ ઘીનો દિવો કરવો અને યંત્રની પૂજા કર્યા બાદ નીચે લખેલા મંત્રની 11 માળ કરવી. મંત્ર જાપ માટે કમળ કાકડીની માળાનો ઉપયોગ કરવો.
   
  મંત્ર
   
  सिद्धि बुद्धि प्रदे देवि भुक्ति मुक्ति प्रदायिनी।
  मंत्र पुते सदा देवी महालक्ष्मी नमोस्तुते।।

   
  મંત્ર જાપ કર્યા બાદ આ સમસ્ત પૂજન સામગ્રીને કોઈ નદી અથવા તળાવમાં વિસર્જિત કરી દેવી. આ ઉપાય કરવાથી ધનલાભ થાય છે અને ઘરમાં બરકત રહે છે.
   
  આગળની સ્લાઈડ્સમાં વાંચો અમાસના દિવસે કાલસર્પ દોષને દૂર કરવાના ઉપાય...

   

 • સોમવતી અમાસે કરો જ્યોતિષ ઉપાયો | Measure for somvati amavasya
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  કાલસર્પ દોષ દૂર કરવાના ઉપાય
   
  1. અમાસના દિવસે સ્નાન વગેરે કર્યા બાદ ચાંદીથી બનેલા નાગ-નાગિનની પૂજા કરવી અને સફેદ ફૂલની સાથે તેને વહેતા જળમાં પ્રવાહિત કરી દેવા. કાલસર્પ દોષથી રાહત મેળવવા માટે આ અચૂક ઉપાય છે.
   
  2. કાલસર્પ દોષથી રાહત મેળવવા અમાસના દિવસે ગરીબોને દાન કરવું અને નવનાગ સ્તોત્રનો પાઠ કરવો.
   
  3. કાલસર્પ દોષને દૂર કરવા અમાસના દિવસે લઘુ રુદ્રનો પાઠ સ્વયં કરવો અથવા કોઈ બ્રાહ્મણ પાસે કરાવડાવવો.
   
  આગળની સ્લાઈડ્સમાં વાંચો અન્ય ઉપાય...

 • સોમવતી અમાસે કરો જ્યોતિષ ઉપાયો | Measure for somvati amavasya

  4. સવારે સ્નાન વગેરે કર્યા બાદ શિવ મંદિરમાં જવું અને શિવલિંગ ઉપર તાંબાનો નાગ ચઢાવવો, ત્યારબાદ ત્યાં બેસીને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો અને શિવજીથી કાલસર્પ દોષથી મુક્તિ મેળવવા પ્રાર્થના કરવી.
   
  5. અમાસના દિવસે સફદે ફૂલ, પતાસા, કાચું દૂધ, સફેદ કપડું, સફેદ ચોખા અને સફેદ મીઠાઈ વહેતા જળમાં પ્રવાહિત કરવી અને કાલસર્પ દોષની શાંતિ માટે શેષનાગથી પ્રાર્થના કરવી.
   
  6. કાલસર્પ દોષને દૂર કરવા અમાસના દિવસે સાંજે પીપળાની પૂજા કરવી અને પીપળા નીચે દીવો સળગાવવો.

   

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending

વીડિયો વધુ જુઓ