Home » Jyotish » Rashi Aur Niddan » 4 રાશિના લોકો પોતાનું દુઃખ કોઈને નથી બતાવતા | This four zodiac sign peopls never shere own Filling

જ્યોતિષઃ આ 4 રાશિના લોકો પોતાનું દુઃખ કોઈને નથી બતાવતા

Divyabhaskar.com | Updated - Jun 12, 2018, 01:24 PM

જ્યોતિષમાં 12 રાશિઓના લોકોનો સ્વભાવ અલગ-અલગ હોય છે તેનું કારણ છે દરેક રાશિનો ગ્રહ સ્વામી અલગ હોય છે

  • 4 રાશિના લોકો પોતાનું દુઃખ કોઈને નથી બતાવતા | This four zodiac sign peopls never shere own Filling
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ કહેવાય છે કે દુઃખ વહેંચવાથી ઓછું થાય છે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેઓ પોતાનું દુઃખ કોઈની સાથે શેયર કરતા નથી અને પોતે જ પરેશાન થતા રહે છે. આ બાબતમાં જ્યોતિષની 12માંથી 4 રાશિના લોકો એવા હોય છે જેઓ પોતાની પરેશાનીને કોઈને બતાવતા નથી અને પોતે જ પરેશાન થતાં રહે છે. ઉજ્જૈનના એસ્ટ્રોલોજર ડો. વિનિતા નાગરના બતાવ્યા પ્રમાણે જાણો આ 4 રાશિના લોકો કોણ છે...

    કર્ક રાશિ-


    કર્ક રાશિના લોકો પોતાની પરેશાનીઓને બીજાની સાથે શેયર કરતાં નથી. આ રાશિના લોકો ખૂબ જ ભાવુક હોય છે અને મિત્રો પસંદ કરવામાં પણ થોડો વધુ સમય લે છે. જીવનમાં જ્યારે પણ ખરાબ સમય આવે છે ત્યારે તેઓ પોતે જ પ્રયત્નો કરીને પરેશાનીઓને દૂર કરે છે.

    કન્યા રાશિ-


    જે લોકોની રાશિ કન્યા છે, તેઓ હકારાત્મક રહે છે. બીજાની સામે હંમેશાં હંસતાં રહે છે. ઘણીવાર આ લોકો ખૂબ જ પરેશાન રહે છે, પરંતુ પોતાના હાસ્ય પાછળ તેઓ પોતાનું દુઃખ છુપાવી રાખે છે. તેમને જોઈને કોઈ સમજી નથી શકતું કે તેઓ પરેશાન છે.

    આગળની સ્લાઈડ્સમાં વાંચો બીજી 2 રાશિઓ કંઈ છે....

  • 4 રાશિના લોકો પોતાનું દુઃખ કોઈને નથી બતાવતા | This four zodiac sign peopls never shere own Filling

    વૃશ્ચિક રાશિ-


    વૃશ્ચિક રાશિના લોકો મજબૂત ઈચ્છાશક્તિના માલિક હોય છે. પોતાના પર વિશ્વાસ કરે છે અને મોટી-મોટી સમસ્યાઓને પણ ધૈર્યથી દૂર કરી લે છે. આ લોકો પણ પોતાની પરેશાનીઓને કોઈની આગળ શેયર કરતાં નથી.

     

    કુંભ રાશિ-


    આ રાશિના લોકોનો સ્વભાવ ગંભીર હોય છે. આ લોકો બીજાની પરેશાનીઓમાં બીજાને મદદ કરે છે પણ પોતાની પરેશાનીઓને એકલા જ ઉકેલવા પ્રયાસ કરે છે. ઘણીવાર આ ટેવને લીધે તેમની પરેશાનીઓ વધી જાય છે.

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending

વીડિયો વધુ જુઓ