• સૂર્યના રાશિ પરિવર્તનથી તમારી ઉપર કેવી અસર પડશે know effect from Sun trasit in cancer zodiac sing

16મી જુલાઈએ થશે સૂર્યનું કર્ક રાશિમાં આગમન, કેવી રહેશે 12 રાશિઓ ઉપર સૂર્યની અસર? / 16મી જુલાઈએ થશે સૂર્યનું કર્ક રાશિમાં આગમન, કેવી રહેશે 12 રાશિઓ ઉપર સૂર્યની અસર?

સૂર્યના રાશિ પરિવર્તનથી તમારી ઉપર કેવી અસર પડશે know effect from Sun trasit in cancer zodiac sing

16મી જુલાઈએ થશે સૂર્યનું કર્ક રાશિમાં આગમન, કેવી રહેશે 12 રાશિઓ ઉપર સૂર્યની અસર?.

Dharm Desk

Dharm Desk

Jul 13, 2018, 03:29 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ 16મીએ સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશી રહ્યો છે. લગભગ 22-42 મિનિટે કર્ક રાશિમાં ગોચર કરશો અને 17 ઓગસ્ટ, શુક્રવાર સુધી આ રાશિમાં પહેશે. સૂર્યનું આ ગોચર બધી 12 રાશિઓ પર રહેશે. જ્યોતિષાચાર્ય દુર્ગા પ્રસાદના મતે જાણો તમારી રાશિ ઉપર સૂર્યના આ ગોચરની કેવી અસર થશે.

મેષ રાશિ-

મેષ રાશિના જાતકો માટે આ પરિવર્તન નોકરી-ધંધામાં સારું રહે. નવા વેપારની શરૂઆત થાય. વિદેશ યાત્રા સંબંધી કાર્યો થાય. આવકના સ્ત્રોતોમાં વધારો થાય કોર્ટ કચેરીમાં પણ લાભદાયક છે

ઉપાય- સૂર્યમંત્રનો જાપ કરો અને વિષ્ણુ મંદિરમાં લાલ પુષ્પ ચડાવો

વૃષભ રાશિ

સૂર્ય મહારાજનું આ પરિવર્તન તમારા માટે ભાગ્યમાં વૃદ્ધિકારક રહેશે. આ સમયમાં પિતાના સ્વાસ્થ્યને નુકસાનકારક સાબિત થઈ શકે. નાના-મોટા વ્યાપારમાં વધારો થાય. સરકારી કે ગવર્મેન્ટ નોકરીના ચાન્સ મળે તેવો સમય છે. ઘરેલું વાદ-વિવાદમાં ધ્યાન રાખવું જરૂરી છે. જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવશે

ઉપાય- ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ચોખાનું દાન બ્રાહ્મણને કરવું.


મિથુન રાશિ-

તમારે રાશિ પર સૂર્ય મહારાજનું પરિભ્રમણ બીજા ભાવે થશે. જે શારીરિક સ્વાસ્થ્ય માટે અનુકૂળ દેખાતું નથી, પરંતુ જૂના અથવા વિદેશ યાત્રા સંબંધી કાર્યોમાં સફળતા મળશે. લગ્ન વગેરેની વાતોમાં પણ આવતી અડચણો દૂર થશે. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે. વધારે શુભ સમય બનાવવા નીચેનો ઉપાય કરવો.

ઉપાય- દર સોમવારના દિવસે શિવજી પર જળાભિષેક કરવું ઉત્તમ રહેશે

કર્ક રાશિ-

આ રાશિના જાતકો માટે સૂર્ય મહારાજનુ આ પરિભ્રમણ લગ્ન સ્થાન ઉપર રહેશે જેનાથી ઘરેલુ વાદ-વિવાદ ન થાય તેની કાળજી રાખવી. સરકારી નોકરી વગેરેના ચાન્સ સારા દેખાય છે. વિદ્યાર્થીઓને વિદેશ યાત્રા સંબંધી કાર્યોમાં સફળતા મળી શકે, ઉતાવળ કરી કોઈ કામ વગાડવું નહીં. જમીન મકાન સંબંધી પ્રશ્નો નિકાલ નજદીકના સમયમાં આવશે. પતિ-પત્ની વચ્ચે અંતર વધી શકે છે તેની કાળજી રાખો.

ઉપાય- કર્ક રાશિના જાતકોએ ઓમ રીમ નમઃ મંત્રનો જાપ કરી દીવો ઘરમા પ્રગટાવવો.

સિંહ રાશિ-


તમારા રાશિ માટે તમારો રાશિ સ્વામી સૂર્ય બારમા ભાવમાં ભ્રમણ કરશે, જે ખર્ચમાં વધારો કરાવશે. કામકાજમાં નુકસાન થાય પરિવાર અને કુટુંબમાં સુમેળભર્યું વાતાવરણ રહેશે. સંતાન પ્રાપ્તિ અંગેની ચિંતામાં ઘટાડો થાય. નાણાકીય વ્યવહારો સાવધાનથી કરવા. નાની મોટી યાત્રાના યોગ છે. વાહન વગેરે ચલાવતા ધ્યાન રાખવું અને કોઈના પર પણ ખોટો વિશ્વાસ કરવો નહીં.

ઉપાય- ગાયત્રી મંત્રના જાપ કરો અને ભગવાન સૂર્યને જળ ચઢાવો

કન્યા રાશિ-


કન્યા રાશિના જાતકો માટે આ સૂર્યનું પરિભ્રમણ તમારા એકાદશ ભાવમાં થતો હોવાથી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. ધંધા અને વ્યાપારમાં પણ વધારો થાય. નાની-મોટી યાત્રાનો યોગ છે અને શેરબજારોમાંથી દૂર રહેવું. તમારા ઘરે નવા મહેમાનના આગમનના સંકેતો જોવા મળે છે. સરકારી નોકરી કરનાર વ્યક્તિઓ માટે સમય સારો છે. ધંધાદારી વ્યક્તિઓ માટે થોડી તકલીફ પડે.

ઉપાય-કન્યા રાશિના જાતકોએ ઘરમાં દીવો કરી પીપળે જળ ચઢાવો.

તુલા રાશિ-

તુલા રાશિના જાતકો માટે આ પરિવર્તન તમારા દસમા ભાવ પર થતું હોવાથી કામકાજમા તકલીફ પડશે, પરંતુ સરકારી નોકરી વગેરેમાં સફળતા મળશે. પૈસાની લેવડદેવડથી દૂર રહેવું અને ખોટી જગ્યાએ જવાનું ટાળવું. આ સમય દરમ્યાન કોર્ટ-કચેરીની સફળતા મળશે.

ઉપાય-તુલા રાશિના જાતકોએ શિવલિંગ પર જળાભિષેક કરવો અને ગરીબોને ભોજન આપવું.

વૃશ્ચિક રાશિ-

વૃશ્ચિક રાશિના જાતકો માટે આ રાશિનું પરિવર્તન ભાગ્ય ભાવે થતું હોવાથી ભાગ્યમાં વધારો થશે. વિદેશ યાત્રા વગેરેના કાર્યો પૂરાં થશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે ઉચ્ચ અભ્યાસ અર્થે બહાર જવાનું બની શકે, નાણાકીય વ્યવહારમાં સાવધાન રહેવું. ઘરમાં માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

ઉપાય- આ રાશિના જાતકોએ ગાયને ગોળ ખવડાવવો અને ઓમ નમઃ શિવાયના જાપ કરવા.


ધન રાશિ

ધન રાશિના જાતકો માટે આ રાશિ પરિવર્તન પારિવારિક ક્લેશ આપશે. ધનપ્રાપ્તિની વાત કરીએ તો જૂના અટવાયેલા નાણાં પરત મળશે. જમીન મકાનની ખરીદી પુરી થશે. કોર્ટ-કચેરીમાં જે વાદ-વિવાદ છે તેમાં સમાધાનનો રસ્તો નીકળશે.

ઉપાય- ધન રાશિના જાતકોને પીપળે જળ ચઢાવવું અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો.

મકર રાશિ

તમારા માટે આ પરિવર્તન સાતમા ભાવ પર થતું હોવાથી પતિ-પત્ની વચ્ચે મતભેદ થાય અથવા ભાગીદારો સાથે વાદ-વિવાદ પણ થઈ શકે. શરીરમાં ચર્મરોગ થઈ શકે તેથી ધ્યાન રાખવું. નાણાકીય લેવડ-દેવડ માટે સમય અનુકૂળ નથી, ખોટા વ્યક્તિઓથી દૂર રહેવું, ઘરમાં નવા મહેમાનોનું આગમન થશે.

ઉપાય-મકર રાશિના જાતકોએ એક ગરીબને ભોજન આપવું અને ઓમ નમઃ શિવાય નો જાપ કરવો.

કુંભ રાશિ

તમારા માટે આ રાશિ પરિવર્તન છઠ્ઠા ભાવ પર થતું હોવાથી સામાન્ય રીતે નોકરીમાં અને મોસાળ પક્ષથી સારો લાભ થશે, પૈસાની લેવડદેવડથી દૂર રહેવું. વ્યાપારીઓ માટે સારો સમય છે અને નોકરિયાત વર્ગ પોતાના અધિકારીઓથી સાવધાન રહેવું. વિદ્યાર્થીવર્ગ માટે સમય સારો છે. પ્રેમી વર્ગ માટે સમય અનુકૂળ નથી.

ઉપાય- કુંભ રાશિના જાતકોએ એક ગરીબને ભોજન આપવું અને કુળદેવી માતાનો દીવો ઘરે પ્રગટાવો.

મીન રાશિ

મીન રાશિના જાતકો માટે આ પરિવર્તન પાંચમાં ભાવ પર થતું હોવાથી તમારા માટે વિદેશ યાત્રા સંબંધી કાર્યોમાં સફળતા મળશે. શેરબજારોમાં કામ કરતા હો તો તેનાથી દૂર રહેવું. કુટુંબના માણસો દ્વારા અથવા સંતાન પક્ષથી ચિંતા રહી શકે. આ સમય દરમિયાન ઘટાડો થશે પરંતુ પેટ સંબંધી ચિંતાઓમાં વધારો થાય. યાત્રા-પ્રવાસ યોગ બને છે અને ઉચ્ચ અભ્યાસ માટે તમે સેલેક્ટ થાવ. નોકરીમાં પ્રમોશન વગેરે મળે છે.

ઉપાય -
તમારે ઓમ રીમ નમઃ મંત્રનો જાપ કરો અને એક ગરીબને ભોજન આપો.


(જ્યોતિષાચાર્ય દુર્ગાપ્રસાદ, Email id: [email protected])

X
સૂર્યના રાશિ પરિવર્તનથી તમારી ઉપર કેવી અસર પડશે know effect from Sun trasit in cancer zodiac sing
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી