Home » Jyotish » Rashi Aur Niddan » મંગળવારે કરો હનુમાનજીનો મંત્રજાપ, નહીં રહે કોઈ પરેશાની Measure for Tuesday burn diya for Hanumanji

હનુમાનજીના આ 1 મંત્રના નિયમિત જાપથી મનોબળ બને છે મજબૂત, પરેશાનીથી મળે છે મુક્તિ

Divyabhaskar.com | Updated - Jul 10, 2018, 11:24 AM

હનુમાનના કેટલાક એવા મંત્રો છે જેનો જાપ કરવાથી દરેક ઈચ્છા થઈ શકે છે પૂરી

  • મંગળવારે કરો હનુમાનજીનો મંત્રજાપ, નહીં રહે કોઈ પરેશાની Measure for Tuesday burn diya for Hanumanji

    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ હનુમાનજીને પ્રસન્ન કરવા માટે અનેક મંત્રો, સ્તુતિઓ અને આરતી વગેરેની રચના કરવામાં આવી છે. તેમાંથી કેટલાક મંત્ર એવા છે જેનો જાપ કરવાથી તમારી દરેક ઈચ્છા પૂરી થઈ શકે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા એક એવો મંત્ર બતાવી રહ્યા છે જેનો રોજ વિધિ-વિધાનથી જાપ કરવામાં આવે તો હનુમાનજી પ્રસન્ન થાય છે અને કોઈપણ વ્યક્તિનો ખરાબ સમય દૂર થઈ શકે છે. અહીં જાણો એ મંત્ર અને તેનો જાપ કેવી રીતે કરવો તેની રીત-

    મંત્ર-

    मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम्।
    वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतम् शरणं प्रपद्ये।।


    આ રીતે કરો આ મંત્રનો જાપ-

    1-રોજ સવારે સ્નાન વગરે કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરીને એક લાલ કપડાં પર હનુમાનજીની મૂર્તિ કે ફોટો સ્થાપિત કરો.

    2-હનુમાનજીને અબીર, ગુલાલ વગેરે ચઢાવો અને લાલ ફૂલ અર્પિત કરો. ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો, જે મંત્રજાપના અંત સુધી પ્રગટેલો રહેવો જોઈએ.

    3-ત્યારબાદ આ મંત્ર જાપ કરવાનું શરૂ કરો. ઓછામાં ઓછા 5 માળા જાપ જરૂર કરો.

    4-જો રોજ પાઠ કરવો શક્ય ન હોય તો માત્ર મંગળવારના દિવસે આ મંત્રનો જાપ કરી શકો છો.

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending