• Astro tips for Shani dev worship

શનિ દોષથી બચવું હોય તો ન કરતા કોઈ ગરીબનું અપમાન, પીપળાની પૂજા કરી ફરો 7 પરિક્રમા / શનિ દોષથી બચવું હોય તો ન કરતા કોઈ ગરીબનું અપમાન, પીપળાની પૂજા કરી ફરો 7 પરિક્રમા

Astro tips for Shani dev worship

Divyabhaskar.com

Jul 13, 2018, 05:11 PM IST

ધર્મ ડેસ્કઃ શનિદેવને મનાવવા માટે દર શનિવારે ખાસ ઉપાય કરવામાં આવે છે. જ્યોતિષમાં શનિને ન્યાયાધીશ માનવામાં આવે છે અને આ ગ્રહ જ આપણાં કર્મોનું ફળ પ્રદાન કરે છે. જે લોકોના કર્મ ખોટા હોય છે, તેમના માટે શનિ અશુભ થઈ જાય છે. શનિના અશુભ થવાથી કોઈ પણ કામમાં સરળતાથી સફળતા નથી મળી શકતી, સાથે જ ઘર-પરિવારમાં પરેશાનીઓ વધી જાય છે. ઉજ્જૈનના ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરના પુજારી અને જ્યોતિર્વિદ પં. સુનીલ નાગર મુજબ શનિવારના એવા કામ કરવાથી બચવું જોઈએ, જેનાથી કુંડળીમાં શનિ અશુભ થઈ શકે છે. ઘરમાં અશાંતિ અને દુઃખ વધી શકે છે. જાણો શનિવારના ક્યા-ક્યા કામ ન કરવા જોઈએ.

પહેલું કામ
ક્યારેય પણ કોઈ ગરીબનું અપમાન ન કરો. ખાસ કરીને શનિવારના આ ભૂલો ન કરો. શનિદેવ ગરીબોનું પ્રતિનિધિત્વ કરે છે. આ કારણ જે લોકો ગરીબોનું અપમાન કરે છે, ગરીબોને પરેશાન કરે છે, શનિ તેમના જીવનમાં પરેશાનીઓ વધારી દે છે.

બીજું કામ
શનિવારના ઘરમાં લોખંડ અથવા લોખંડથી બનેલી કોઈ વસ્તુ લઈને ન આવવી જોઈએ. આ દિવસે લોખંડની વસ્તુઓનું દાન કરવું જોઈએ.

ત્રીજું કામ
શનિને મનાવવા માટે શનિવારના તલના તેલનું દાન કરવું જોઈએ. આ દિવસે તેલ ઘરે લઈને ન આવવું જોઈએ.

ચોથું કામ
ધ્યાન રાખો કોઈ બહારની વ્યક્તિ પાસે જૂતા-ચંપલ ભેટમાં ન લો. શનિવારના જૂતા-ચંપલનું દાન કોઈ ગરીબને કરશો તો શનિના દોષ દૂર થઈ શકે છે.

શનિવારના શું-શું કરવું જોઈએ
- શનિવારે પીપળાની પૂજા કરવી જોઈએ. પૂજા પછી સાત પરિક્રમા કરો.
- શનિદેવ માટે કાળા તલનું દાન કરો.
- હનુમાન મંદિરમાં સરસિયાના તેલનો દીવો પ્રગદાવો.

આ પણ વાંચોઃ- શનિવારના શુભ યોગમાં શનિદેવને ચઢાવો તલનું તેલ, વાદળી ફૂલ અને કાળા ચણા, દૂર થશે પરેશાનીઓ

X
Astro tips for Shani dev worship
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી