Home » Jyotish » Rashi Aur Niddan » 5 measures of hanumanji to get success in life

મહેનત કરવા છતાં ભાગ્ય સાથ ન આપતો હોય તો મંગળવારે હનુમાનજીના મંદિરે જઈ પૂજા કરવાથી અધૂરા કામ થશે પૂરા

Divyabhaskar.com | Updated - Jul 16, 2018, 05:14 PM

મંગળવારની રાતે હનુમાનજીની સામે તેલનો દીવો પ્રગટાવો, ધન સંબંધી આવતી પરેશાનીઓથી છૂટકારો મળે છે

  • 5 measures of hanumanji to get success in life

    ધર્મ ડેસ્ક: સખત મહેનત કરવા છતાં પણ જો કાર્યોમાં સતત અસફળતા મળી રહી હોય તો જ્યોતિષિય ઉપાય કરવાથી લાભ મળી શકે છે. ઉજ્જૈનના જ્યોષિચાર્ય પંડિત મનીષ શર્મા મુજબ કળયુગમાં સૌથી જલ્દી પ્રસન્ન થતાં દેવતા હનુમાનજી છે. નિયમિત રીતે હનુમાનજીની પૂજા કરવાથી કુંડળીના દોષ દૂર થઈ શકે છે અને બધી પરેશાનીઓથી મુક્તિ મળી શકે છે. શ્રીરામચરિત માનસ મુજબ હનુમાનજીનો જન્મ મંગળવારે થયો હતો. આ જ કારણથી આજે પણ વિશેષ કરીને મંગળવારે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. જાણો મંગળવારે કયા-કયા ઉપાય કરી શકાય.


    1. મંગળવારે સવારે વહેલાં ઊઠો અને કોઈ મંદિર જાઓ. ત્યાં હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ કરો. ત્યારબાદ ऊँ रामदूताय नम: મંત્રનો 108વાર જાપ કરો. હનુમાનજીનો આ મંત્ર બહુ જલ્દી શુભ ફળ આપે છે. આ ઉપાય સતત 11 મંગળવાર સુધી કરવો.
    2. નોકરીમાં સતત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય તો મંગળવારે હનુમાનજીને બૂંદીના 11 લાડુનો ભોગ ચઢાવો. ભોગ લગાવ્યા બાદ પ્રસાદ ભક્તોને વહેંચી દો.
    3. મંગળવારની રાતે હનુમાનજીની સામે તેલનો દીવો પ્રગટાવો. મંગળવારથી શરૂ કરીને જે લોકો રોજ રાતે ભગવાન સામે દીવો પ્રગટાવે છે તેમને ધન સંબંધી આવતી પરેશાનીઓથી છૂટકારો મળે છે.
    4. હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ કરો. સાથે જ બજરંગબલીને સિંદૂર, ચમેલીનું તેલ અને પાન પણ અર્પણ કરો.
    5. હનુમાન મંદિરમાં રામ દરબારની સામે બેસીને રામાયણનો પાઠ કરો. જેમ-જેમ રામાયણ પૂરી થતી જશે તમારી સમસ્યાઓ દૂર થતી જશે.

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending

વીડિયો વધુ જુઓ