1

Divya Bhaskar

Home » Jyotish » Hastrekha » Auspicious Signs and Symbols in Palmistry

હથેળીમાં બનેલું હશે દ્વીપનું નિશાન તો સરળતાથી નહીં મેળવી શકો કોઈ પણ વસ્તુ

Divyabhaskar.com | Last Modified - Jul 11, 2018, 03:51 PM IST

હસ્તરેખા જ્યોતિષની મદદથી હાથોની રેખાઓ, બનાવટ અને ખાસ નિશાનોના આધાર પર ભવિષ્ય અને સ્વભાવ સાથે જોડાયેલી વાતો જાણી શકાય છે.

  • Auspicious Signs and Symbols in Palmistry

    ધર્મ ડેસ્કઃ જ્યોતિષમાં ભવિષ્ય જણાવતી અનેક વિદ્યાઓ છે, તેમાંથી એક છે હસ્તરેખા. હસ્તરેખા જ્યોતિષની મદદથી હાથોની રેખાઓ, બનાવટ અને ખાસ નિશાનોના આધાર પર ભવિષ્ય અને સ્વભાવ સાથે જોડાયેલી વાતો જાણી શકાય છે. હસ્તરેખામાં અનેક નિશાન જણાવવામાં આવ્યાં છે, જેમ કે ચક્ર, ધ્વજ, ચોરસ, ત્રિભુજ, દ્વીપ વગેરે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય હસ્તરેખા નિષ્ણાત ડો. વિનિતા નાગર મુજબ જાણો હથેળીના અલગ-અલગ ભાગ પર દ્વીપ નિશાનના ફળાદેશ, આ નિશાનની આપણાં જીવન પર શું અસર થાય છે. હસ્તરેખામાં આ નિશાન પરેશાની વધારનારો માનવામાં આવે છે.

    1. ગુરૂ પર્વત પર દ્વીપ


    જો કોઈ વ્યક્તિની હથેળીમાં ગુરૂ પર્વત પર દ્વીપ બનેલો હોય તો તેનામાં આત્મવિશ્વાસમાં કમી રહે છે. આ પર્વત પર દ્વીપનું નિશાન અશુભ માનવામાં આવે છે.

    2. શનિ પર્વત પર દ્વીપ


    શનિ પર્વત પર દ્વીપનું નિશાન હોય તો વ્યક્તિ મોટાભાગે દુઃખી જ રહે છે. સાથે જ જીવનમાં ઘણી વખત મોટી-મોટી પરેશાનીઓનો સામનો કરવો પડે છે.

    3. સૂર્ય પર્વત પર દ્વીપ


    સૂર્ય પર્વત પર દ્વીપ હોય તો વ્યક્તિને સમાજ અને ઘર-પરિવારમાં સરળતાથી માન-સન્માન નથી મળી શકતું. ખૂબ મહેનત કર્યા પછી પણ પરેશાનીઓ બની રહે છે.

    4. બુધ પર્વત પર દ્વીપ


    બુધ પર્વત પર આ નિશાન બને છે તો વેપારમાં સફળતા નથી મળી શકતી. ધનહાનિના યોગ બને છે. બૌદ્ધિક કામમાં સરળતાથી સફળતા નથી મળતી.

    5. ચંદ્ર પર્વત પર દ્વીપ


    ચંદ્ર પર્વત પર દ્વીપનું નિશાન હોય તો વ્યક્તિ કલાત્મક કામ નથી કરી શકતો. આવા લોકો માનસિક તણાવનો સામનો કરે છે.

    6. શુક્ર પર્વત પર દ્વીપ


    શુક્ર પર્વત પર દ્વીપનું નિશાન હોય તો વ્યક્તિને જીવનસાથી તરફથી મદદ નથી મળી શકતી.

    આ પણ વાંચોઃ- લાંબા સમયથી બંધ પડેલું મકાન ખરીદો કે ભાડે લો વાસ્તુનો જરૂર કરજો ખાતમો

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending