1

Divya Bhaskar

Home » Jeevan Mantra Junior » Sanskar Aur Sanskriti » Know importance of Hindu Customs And Traditions in life

દરરોજની આ 5 પરંપરાઓ નિભાવવા પાછળ છે મોટા સાઈન્ટિફિક કારણો

Divyabhaskar.com | Last Modified - Dec 05, 2017, 04:24 PM IST

ખુલ્લા પગે દેવસ્થાને જવાથી તે સ્થાનની ઉર્જા પગમાંથી આપણા શરીરમાં પ્રવેશ કરે છે. જે આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે

  • Know importance of Hindu Customs And Traditions in life
    +8બીજી સ્લાઈડ્સ જુઓ

    ધર્મ ડેસ્ક, અમદાવાદ. ભારતીય સંસ્કૃતિમાં આપણાં દરરોજનાં કામો સાથે જોડાયેલી અનેક પરંપરાઓ છે. જેમાં અમુક પરંપરાઓ એવી છે કે, જેની પાછળ કોઈને કોઈ વૈજ્ઞાનિક કારણ જરૂર હોય છે. આવો જાણીએ પરંપરાઓ પાછળ રહેલાં કારણો વિશે...

    સૂર્યાસ્ત સમયે અભ્યાસ કરવો નહીં

    હિન્દુ ધર્મમાં દરરોજની દિનચર્યામાં અનેક પરંપરાઓ રહેલી છે જેમ કે સૂર્યાસ્ત સમયે અભ્યાસ કરવો નહીં. ખરેખર,તો આ પરંપરા વૈજ્ઞાનિક કારણ સાથે બનાવવામાં આવી છે. કેમ કે, સૂર્યાસ્ત સમયે સૂર્યનો પ્રકાશ ઓછો થઈ જાય છે. માટે આ સમયે કોઈપણ રીતે લાઈટમાં વાંચવાથી આંખ પર વધારે અસર થાય છે. અને આંખો ખરાબ થવાની શક્યતા વધી જાય છે.

    આગળની સ્લાઈડમાં વાંચો આવી કેટલીક ભારતીય પરંપરાઓ વિશે...

  • Know importance of Hindu Customs And Traditions in life
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    સ્નાન કર્યા પહેલાં કેમ ખાવું જોઈએ નહીં?
     
    ઘણીવાર આપણાં ઘરે ઘરડાને એવું કહેતાં સાંભળ્યાં હશે કે સ્નાન પહેલાં ખાવું જોઈએ નહીં. તેમ છતાં વર્તમાન સમયમાં આ વાતને મહત્ત્વ આપવામાં આવતું નથી. આ તથ્યો પાછળ માત્ર ધાર્મિક કારણ જ નહીં પણ વૈજ્ઞાનિક કારણ છે. વૈજ્ઞાનિકો મુજબ સ્નાન કરવાંથી શરીરનાં દરેક ભાગને એક નવું જીવન મળે છે. શરીર પર દરેક પ્રકારનો મેલ સ્નાન કરવાથી સાફ થાય છે અને શરીરમાં નવી તાજગી અને સ્ફૂર્તિ આવે છે. જેથી સ્વાભાવિક રીતે ભૂખ લાગે છે. તે સમયે કરવામાં આવેલાં ભોજનનો રસ આપણાં શરીર માટે પુષ્ટિવર્ધક હોય છે. જ્યારે સ્નાન પહેલાં કંઈ પણ ખાવાથી આપણી જઠરાગ્નિ તેને પચાવવામાં લાગી જાય છે.

  • Know importance of Hindu Customs And Traditions in life
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    સ્નાન કર્યા પછી શરીર ઠંડુ થઈ જાય છે જેનાથી પેટની પાચન શક્તિ ધીમી થઈ જાય છે. તેનાં કારણે આંતરડાં અશક્ત થઈ જાય છે અને કબજિયાતની સમસ્યા રહે છે. તે ઉપરાંત બીજી ઘણી રીતનાં રોગ થઈ શકે છે. એટલાં માટે સ્નાન કર્યા પહેલાં ભોજન કરવું વર્જિત મનાય છે.

  • Know importance of Hindu Customs And Traditions in life
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    સૂર્યોદય પહેલાં કેમ ઉઠવું જોઈએ?
     
    હિન્દુ ધર્મમાં સૂર્યોદય પહેલાં ઉઠવું સૌથી સારું માનવામાં આવે છે. રાતનો અંતિમ પ્રહર જેને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે. આપણાં ઋષિમુનિઓએ તેનું વિશેષ મહત્ત્વ જણાવ્યું છે. ખરેખર તો, તેમનાં મુજબ બ્રહ્મ મુહૂર્તમાં જાગવું સર્વોત્તમ છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી સોંદર્ય, બળ, વિદ્યા, બુદ્ધિ અને સ્વાસ્થ્ય મળે છે. બ્રહ્મ મુહૂર્તનું વિશેષ મહત્ત્વ રાખવાં પાછળ આપણાં વિદ્વાનોનાં વૈજ્ઞાનિક વિચાર હતાં. 

  • Know importance of Hindu Customs And Traditions in life
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    વૈજ્ઞાનિક શોધથી જાણવાં મળે છે કે, બ્રહ્મ મુહૂર્તમાં વાયુ મંડળ પ્રદુષિત હોતું નથી અને તે સમયે વાયુ મંડળમાં ઓક્સીજન(પ્રાણ વાયુ)ની માત્રા સૌથી વધારે(41 %) હોય છે, જે ફેંફસાનાં શુદ્ધિકરણ માટે મહત્ત્વપૂર્ણ હોય છે. શુદ્ધ હવા મળવાથી મન, મગજ સ્વસ્થ રહે છે. આયુર્વેદ મુજબ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ચાલવાથી શરીરમાં સંજીવની શક્તિનો સંચાર કરે છે. આ કારણે જ તે સમયે વહેતો વાયુ મહત્વપૂર્ણ(અમૃત સમાન) કહેવામાં આવે છે. તે ઉપરાંત આ સમયે અધ્યન કરવું સર્વોત્તમ કહેવાંમાં આવ્યું છે, કેમ કે રાતે આરામ કરવાથી સવારે જ્યારે આપણે ઉઠીએ છીએ ત્યારે શરીર અને મગજમાં પણ સ્ફૂર્તિ સાથે તાજગી રહે છે.

  • Know importance of Hindu Customs And Traditions in life
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    કિચનમાં ચંપલ કેમ ન પહેરવા જોઈએ?
     
    પ્રાચીન કાળથી જ ઋષિમુનીઓ અને વિદ્વાનો દ્વારા કિચનમાં ચરણ પાદુકા(જૂતા- ચંપલ) ન પહેરવાની વાત કહેવામાં આવી છે. ખરેખર, તો તેનું કારણ છે કે કિચનમાં જૂતા-ચંપલ પહેરવાની સાથે ગંદકી પણ આવે છે. જે પરિવારનાં સદસ્યોનાં સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે.

  • Know importance of Hindu Customs And Traditions in life
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    આ કારણે ઘરમાં જૂતા-ચંપલ પહેરવાં યોગ્ય નથી તેની પાછળ પણ ધાર્મિક કારણ અેવું છે કે, કિચનમાં ખાવાનું બનાવવામાં આવે છે તો તેનું નૈવાદ્ય ભગવાનને લાગે છે. કહેવાય છે કે કિચનમાં અન્નપૂર્ણા દેવીનો પણ નિવાસ હોય છે  એવાંમાં આપણે જૂતા-ચંપલ પહેરીને કિચનમાં કામ કરવાથી ભગવાનનું અપમાન થઈ શકે છે.

  • Know importance of Hindu Customs And Traditions in life
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    મંદિરમાં ચંપલ કેમ પહેરવામાં આવતાં નથી?

     

    આપણે ત્યાં દરેક ધર્મનાં દેવસ્થળ પર ખુલ્લાં પગે પ્રવેશ કરવાની પરંપરા છે પછી ભલે તે મંદિર હોય કે મસ્જિદ કે દેરાસર દરેક ઘર્મનાં દેવ સ્થાન પર દરેક શ્રદ્ધાળુઓએ જૂતા-ચંપલ બહાર કાઢીને પ્રવેશ કરવાનું કહેવામાં આવે છે તે સ્થાન પર ઘણી સકારાત્મક ઉર્જા એકત્રિત થાય છે.

  • Know importance of Hindu Customs And Traditions in life

    ખુલ્લાં પગે દેવસ્થાને જવાથી તે સ્થાનની ઉર્જા પગમાંથી આપણાં શરીરમાં પ્રવેશ કરે છે. જે આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે. સાથે જ, ખુલ્લાં પગે ચાલવાથી એક્યુપ્રેશરમાં પણ ફાયદો મળે છે. ખરેખર, આજકાલ વધારે લોકો ઘરમાં પણ દરેક સમયે ચંપલ પહેરી રાખે છે. એટલાં માટે આપણે દેવસ્થાને જતાં પહેલાં જ જૂતા-ચંપલ સ્વરૂપે ભૌતિક સુવિધાનો ત્યાગ કરે છે. આ ત્યાગને તપસ્યાનાં રૂપામાં પણ જોવામાં આવે છે.

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jeevan Mantra Junior

Trending