1

Divya Bhaskar

Home » Jeevan Mantra Junior » Sanskar Aur Sanskriti » Nag Panchmi Special: This Nag is called Nagaraj

નાગ SPL: શેષનાગે પૃથ્વી ધારણ કરી તો વાસુકિ બન્યા સમુદ્ર મંથનનું દોરડું!

Divyabhaskar.com | Last Modified - Aug 10, 2017, 06:00 PM IST

આ ધરતી પર નાગોની ઉત્તપત્તિ કેવી રીતે થઈ તેનું વર્ણ આપણા ગ્રંથોમાં કરવામાં આવ્યું છે.

 • Nag Panchmi Special: This Nag is called Nagaraj
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  ધર્મ ડેસ્ક,અમદાવાદઃ હિંદુધર્મમાં નાગની વિશેષ રૂપે પૂજા કરવામાં આવે છે તેમને દેવતાનાં સ્વરૂપમાં પણ પૂજા કરવામાં આવે છે. હિંદુ પંચાંગ મુજબ શ્રાવણ વદ પાંચમને નાગ પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર 12 ઓગસ્ટે છે. આ ધરતી પર નાગોની ઉત્પત્તિ કેવી રીતે થઈ તેનું વર્ણન આપણા ગ્રંથોમાં કરવામાં આવ્યું છે. જેમાં વાસુકિ, શેષનાગ, તક્ષક અને કાળિયો નાગ છે. નાગનો જન્મ ઋષિ કશ્યપની પત્નીઓ કદ્રુ અને વિનતાથી થયો છે.
  આગળની સ્લાઈડમાં વાંચો નાગનાં વંશ વિશે...
 • Nag Panchmi Special: This Nag is called Nagaraj
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  શેષનાગ
   
  કદ્રુના દિકરામાં સૌથી પરાક્રમી શેષનાગ હતાં, તેમનું બીજું નામ અંનત પણ છે. શેષનાગે જ્યારે જોયું કે તેમની માતા અને ભાઈઓ મળીને વિનતા (ઋષિ કશ્યપની બીજી પત્ની)ની સાથે છળ કરી રહ્યાં છે તો તેમણે પોતાની માતા અને ભાઈઓનો સાથ છોડીને ગંધમાદન પર્વત પર તપસ્યા કરવાનું શરૂ કર્યું. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માએ તેમને વરદાન આપ્યું કે તમારી બુદ્ધિ ક્યારેય ધર્મથી વિચલિત નહીં થાય.
   
  બ્રહ્માએ શેષનાગને એ પણ કહ્યું કે પૃથ્વી નિરંતર હાલતી-ડોલતી રહે છે, માટે તું એને પોતાની ફેણ પર એવી રીતે ધારણ કરે કે તે સ્થિર થઈ જાય. આ રીતે શેષનાગે સંપૂર્ણ પૃથ્વીને પોતાની ફેણ પર ધારણ કરી લીધી. ક્ષીણ સાગરમાં ભગવાન વિષ્ણું શેષનાગના આસન પર બિરાજિત હોય છે. ધર્મગ્રંથો અનુસાર ભગવાન શ્રીરામના નાના ભાઈ અને શ્રીકૃષ્ણના મોટા ભાઈ બલરામ શેષનાગના જ અવતાર હતાં.
 • Nag Panchmi Special: This Nag is called Nagaraj
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  વાસુકી નાગ
   
  ધર્મગ્રંથોમાં વાસુકીને નાગોના રાજા માનવામાં આવે છે. તે મહર્ષિ કશ્યપ અને કદ્રુના સંતાન હતાં. તેમની પત્નીનું નામ શતશીર્ષા હતું. તેમની બુદ્ધિ કાયમ ભગવાનની ભક્તિમાં લીન રહેતી હતી. જ્યારે માતા કદ્રુએ નાગોને સર્પ યજ્ઞમાં ભસ્મ થવાનો શ્રાપ આપ્યો ત્યારે નાગ જાતિને બચાવવા માટે વાસુકી ખૂબ ચિંતિત થયા, ત્યારે એલાપત્ર નામના નાગે જણાવ્યું કે તમારી બહેન જરત્કારુનો પુત્ર જ સર્પ યજ્ઞ રોકી શકશે.
   
  જ્યારે વાસુકીએ પોતાની બહેન જરત્કારુના લગ્ન ઋષિ જરત્કાર સાથે કરાવી દીધાં. સમય આવતાં જરત્કારુએ આસ્તિક નામે વિદ્વાન પુત્રને જન્મ આપ્યો. આસ્તિકે જ મીઠા વચનો બોલીને રાજા જન્મેજયના સર્પ યજ્ઞને બંધ કરાવ્યો હતો. ધર્મગ્રંથો અનુસાર સમુદ્રમંથન વખતે નાગરાજ વાસુકી જ નેતા બન્યાં હતાં. ત્રિપુરદાહના સમયે વાસુકી શિવ ધનુષની દોરી બન્યાં હતાં.
   
 • Nag Panchmi Special: This Nag is called Nagaraj
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  તક્ષક નાગ
   
  ધર્મગ્રંથો અનુસાર તક્ષક પાતાળવાસી આઠ નાગોમાંના એક છે. તક્ષકના સંદર્ભમાં મહાભારતમાં વર્ણન મળે છે. તેના અનુસાર શ્રૃંગી ઋષિના શ્રાપના કારણે તક્ષકે રાજા પરીક્ષિતને ડંસ માર્યો હતો, જેનાથી તેમનું મોત થયું હતું. તક્ષકનો બદલો લેવાના ઉદ્દેશ્યથી રાજા પરીક્ષિતના પુત્ર જન્મેજયે સર્પ યજ્ઞ કર્યો હતો. આ યજ્ઞમાં અનેક સાપ આવીને પડવા લાગ્યા હતાં, આ જોઈને તક્ષક દેવરાજ ઈન્દ્રની શરણમાં ગયાં હતાં.
   
  જેવી રીતે ઋત્વિજો (યજ્ઞ કરનાર બ્રાહ્મણ)એ તક્ષકનું નામ લઈને યજ્ઞની આહુતિ આપી, તક્ષક દેવલોકથી યજ્ઞ કુંડમાં પડવા લાગ્યા. ત્યારે આસ્તિક ઋષિએ પોતાના મંત્રોથી તેમને આકાશમાં જ સ્થિર કરી દીધા. આ સમયે આસ્તિક મુનિના કહેવાથી જન્મેજયે સર્પ યજ્ઞ રોકી દીધો અને તક્ષકનો જીવ બચી ગયો. ગ્રંથો અનુસાર તક્ષક જ ભગવાન શિવના ગળામાં લપેટાયેલા રહે છે.
 • Nag Panchmi Special: This Nag is called Nagaraj
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  કર્કોટક નાગ
   
  કર્કોટક શિવના એક ગણ છે. પૌરાણિક કથાઓ અનુસાર સાપોની માતા કદ્રુએ જ્યારે નાગોને સર્પ યજ્ઞમાં ભસ્મ થવાનો શ્રાપ આપ્યો ત્યારે ભયભીત થઈને કંબલ નાગ બ્રહ્મલોક ગયાં, શંખચૂડ મણિપુર રાજ્યમાં, કાલિયા નાગ યમુનામાં, ધૃરાષ્ટ્ર નાગ પ્રયાગમાં, એલાપત્ર બ્રહ્મલોકમાં અન્ય કુરુક્ષેત્રમાં તપ કરવા ચાલ્યા ગયાં.
   
  બ્રહ્માજીના કહેવાથી કર્કોટક નાગે મહાકાલ વનમાં મહામાયાની સામે આવેલા લિંગની સ્તુતિ કરી. શિવજીએ પ્રસન્ન થઈને કહ્યું કે, ‘જે નાગ ધર્મનું આચરણ કરે છે, તેમનો વિનાશ નહીં થાય.’ આ સિવાય કર્કોટક નાગ તે શિવલિંગમાં પ્રવેશ્યા ત્યારથી કર્કોટેશ્વર કહેવાય છે. માન્યતા અનુસાર જે લોકો પાંચમ, ચોથ અને રવિવારના દિવસે કર્કોટેશ્વર શિવલિંગની પૂજા કરે છે તેમની સર્પ પીડા નથી થતી.
 • Nag Panchmi Special: This Nag is called Nagaraj
  કાળિયો નાગ
   
  શ્રીમદ ભાગવત અનુસાર કાળિયો નાગ યમુના નદીમાં પોતાની પત્નીઓ સાથ વાસ કરતો હતો. તેના ઝેરથી યમુના નદીનું પાણી પણ ઝેરીલું થઈ ગયું હતું. કૃષ્ણે જ્યારે આ જોયું તો લીલાવશ યમુના નદીમાં કૂદી ગયાં. અહીં કાળિયા નાગ અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. અંતમાં શ્રી કૃષ્ણે કાળિયા નાગને હરાવ્યો. ત્યારે કાળિયા નાગની પત્નીઓએ શ્રી કૃષ્ણને કાળિયા નાગને છોડવા માટે પ્રાર્થના કરી. ત્યારે શ્રી કૃષ્ણે તેમને કહ્યું કે તમે બધા યમુના નદીને છોડીને અન્ય ક્યાંય વસવાટ કરો. શ્રીકૃષ્ણના કહેવાથી કાળિયા નાગ પરિવાર સહિત યમુના નદી છોડીને અન્ય ક્યાંય ચાલ્યો ગયો.
   
  આ સિવાય કંબલ, શંખપાલ, પદ્મ અને મહાપહ્મ વગેરે નાગ પણ ધર્મગ્રંથોમાં પૂજનીય માનવામાં આવ્યાં છે.
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jeevan Mantra Junior

Trending