1

Divya Bhaskar

Home » Jeevan Mantra Junior » Sanskar Aur Sanskriti » The 4 character of a woman make her husband Fortunate from Garud puran

પત્નીના આ 5 ગુણ, પતિને બનાવી શકે છે દેવરાજ ઇન્દ્ર સમાન ભાગ્યવાન

Divyabhaskar.com | Last Modified - Aug 11, 2017, 06:00 PM IST

જેની પત્નીમાં હોય છે આ અનોખા 5 ગુણ, તેમણે પોતાને સમજવા ભાગ્યશાળી

  • The 4 character of a woman make her husband Fortunate from Garud puran
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ હિન્દુ ધર્મમાં પત્નીને પતિની અર્ધાંગિની પણ કહેવામાં આવે છે, જેનો અર્થ છે પત્ની પતિનું અડધુ અંગ હોય છે. મહાભારતમાં ભીષ્મ પિતામહે કહ્યું છે કે પત્નીએ સદૈવ પ્રસન્ન રહેવું જોઈએ કારણ કે તેના દ્વારા જ વંશની વૃદ્ધિ થાય છે. તે સિવાય પણ અનેક ગ્રંથોમાં પત્નીના ગુણો અને અવગુણો વિશે વિસ્તાર પૂર્વક બતાવવામાં આવ્યું છે. ગરુડ પુરાણમાં પણ પત્નીના કેટલાક ગુણો વિશે બતાવવામાં આવ્યું છે. તે પ્રમાણે જે વ્યક્તિની પત્નીમાં આ ગુણ હોય. તે પોતાને દેવરાજ ઈન્દ્ર અર્થાત્ ભાગ્યશાળી સમજવું જોઈએ. આ ગુણો આ પ્રકારે છે-
    सा भार्या या गृहे दक्षा सा भार्या या प्रियंवदा।
    सा भार्या या पतिप्राणा सा भार्या या पतिव्रता।। (108/18)
    અર્થાત્- જે પત્ની ગૃહકાર્યમાં દક્ષ હોય જે પ્રિયવાદિની છે, જેના પતિ જ પ્રાણ છે અને જે પતિપરાયણા છે, વાસ્તવમાં તે જ પત્ની છે.
    પત્નીમાં બીજા કયા-કયા ગુણ હોય છે, જે જાણવા માટે આગળની સ્લાઈડ્સ ઉપર ક્લિક કરો...
    (તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
  • The 4 character of a woman make her husband Fortunate from Garud puran
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    ગૃહકાર્યમાં દક્ષ અર્થાત્ ઘર સંભાળનારીઃ-
     
    ઘરનું કામ અર્થાત્ ઘરના કામ, જે પત્ની ઘરના બધા કાર્યો  જેવા- ભોજન બનાવવું, સાફ-સફાઈ કરવી, ઘરને શણગારવું, કપડાં-વાસણ વગેરે સાફ કરવા, બાળકોની જવાબદારી સારી રીતે નિભાવવી, ઘર આવેલ અતિથિઓનું માન-સન્માન કરવું, ઓછા સંશાધનોમાં પણ ગૃહસ્થી ચલાવવી વગેરે કાર્યોમાં નિપુણ હોય છે, એને જ ગૃહકાર્યોમાં દક્ષ(નિપુણ) માનવામાં આવે છે. આ ગુણ જે પત્નીમાં હોય છે, તે પોતાના પતિની પ્રિય હોય છે.
     
    પત્નીમાં બીજા કયા-કયા ગુણ હોય છે, જે જાણવા માટે આગળની સ્લાઈડ્સ ઉપર ક્લિક કરો...
  • The 4 character of a woman make her husband Fortunate from Garud puran
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રિયવાદિની અર્થાત્ મીઠું બોલનારીઃ-
     
    પત્નીએ પોતાના પતિ સાથે સદૈવ સંયમિત ભાષામાં જ વાત કરવી જોઈએ. સંયમિત ભાષા ધીરે-ધીરે અને પ્રેમપૂર્વક. પત્ની દ્વારા આ પ્રકારે વાત કરવાથી પતી તેની વાત ધ્યાનથી સાંભળે છે અને તેની ઈચ્છાઓ પૂરી કરવાનો પ્રયાસ કરે છે. પતિની સિવાય પત્નીના ઘરના અન્ય સદસ્યો જેવા કે-સાસુ-સસરા, દેવર-દેવરાણી, જેઠ-જેઠાણી, નણંદ વગેરે સાથે પ્રેમપૂર્વક જ વાત કરવી જોઈએ. બોલવાની યોગ્ય રીતથી જ પત્ની પોતાના પતિ અને પરિવારના અન્ય સદસ્યોના મનમાં પોતાની પ્રત્યે સ્નેહ પેદા કરી શકે છે.
     
    પત્નીમાં બીજા કયા-કયા ગુણ હોય છે, જે જાણવા માટે આગળની સ્લાઈડ્સ ઉપર ક્લિક કરો...
  • The 4 character of a woman make her husband Fortunate from Garud puran
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    પતિપરાયણા અર્થાત્ પતિની દરેક વાત માનનારીઃ-
     
    જે પત્ની પોતાના પતિને જ સર્વસ્વ માને છે તથા સદૈવ તેના જ આદેશનું પાલન કરે છે, તેને જ ધર્મ ગ્રંથોમાં પતિવ્રતા કહેવામાં આવી છે. પતિવ્રતા પત્ની સદૈવ પોતાના પતિની સેવામાં લાગેલી રહે છે, ભૂલીને પણ ક્યારેય પતિના દિલને દુખાડતી નથી કે કષ્ટ પહોંચાડતી નથી. પતિને કોઈ દુઃખની વાત જણાવવી હોય તો પણ તે સંયમિત થઈને વાત કરે છે. દરેક પ્રકારે પતિને પ્રસન્ન રાખવાનો પ્રયાસ કરે છે. પતિ સિવાય તે ક્યારેય કોઈ અન્ય પર પરુષ વિશે વિચારતી નથી. ધર્મ ગ્રંથોમાં આવી જ પત્નીની પતિપરાયણા કહેવામાં આવી છે.
     
    પત્નીમાં બીજા કયા-કયા ગુણ હોય છે, જે જાણવા માટે આગળની સ્લાઈડ્સ ઉપર ક્લિક કરો...
  • The 4 character of a woman make her husband Fortunate from Garud puran
    ધર્મનું પાલન કરનારીઃ-
     
    એક પત્નીનો સૌથી પહેલો આ જ ધર્મ હોય છે કે તે પોતાના પતિ અને પરિવારના હિત વિશે વિચારે અને કોઈ એવું કામ ન કરે જેનાથી પતિ કે પરિવારનું અહિત થાય. ગરુડ પુરાણ પ્રમાણે જે પત્ની દરરોજ સ્નાન કરી પતિ માટે શણગાર કરે છે અને ઓછું ખાય છે, ઓછું બોલે છે તથા મંગળ ચિન્હોથી યુક્ત છે. જે નિરંતર પોતાના ધર્મનું પાલન કરે છે તથા પોતાના પતિનું પ્રિય ઈચ્છે છે, તેને જ સાચા અર્થમાં પત્ની માનવી જોઈએ. જેની પત્નીમાં આ બધા ગુણ હોય, તેમને પોતાની જાતને દેવરાજ ઈન્દ્ર જ સમજવા જોઈએ.
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jeevan Mantra Junior

Trending